________________
[૮૫]
વાત્સલ્યનિધિ સંઘનાયક કરવાની વિનંતી કરવા ગયા. સૌ તરફથી સલાહ મળી કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પાસે જાઓ.એ કરશે એ સૌને મંજૂર રહેશે. એટલે એ આગેવાને અમદાવાદ બિરાજતા શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા; આવીને એમને વિનતિ કરી કે “સાહેબ ! આપના ઉપર સૌ મીટ માંડીને બેઠા છે. ગમે તે માર્ગ કાઢે, પણ આખા તપાગચ્છમાં અથવા છેવટે આપણા પક્ષમાં એકતા થાય એવું કરી આપો. આ વખતે આપણામાં જુદી જુદી સંવત્સરી થશે તો આપણી શોભા ઘટશે.”
આ આગેવાનો સમાધાનની ભૂમિકા લઈને આવ્યા હતા, અને એ પ્રમાણે, દેખીતી રીતે જ, તેઓ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરવો ઉચિત છે, એવા વિચારના હતા. અને એ વિચાર શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સ્વીકારે, તો સૂરિસમ્રાટે આજ સુધી આચરેલી અને દેવસૂર તપાગચ્છ સંઘની અવિચ્છિન્ન પ્રણાલિકા, જે પાંચમના ક્ષયે છઠનો ક્ષય કરવાની છે, તેને છોડવાની જ વાત હતી. આ વાત શ્રી વિજયનંદનસૂરિજીને પસંદ નહોતી. એટલે એમણે “ડેલાના ઉપાશ્રયનો ને લવારની પોળના ઉપાશ્રયને અવિછિન્ન અને સાચો ધોરી માર્ગ, એ માર્ગને માટે પોતે તથા પોતાના પૂજ્યોએ રાખેલી વફાદારી, એ માર્ગે ચાલવાથી શાસ્ત્ર અને પરંપરા–બંનેની જળવાતી શુદ્ધિ અને વફાદારી, એ માગને બદલવાથી ઊભી થતી મુશ્કેલીઓ વગેરે વાતો ખૂબ સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે એ આગેવાનોને સમજાવી. એ વાતો ખરેખર જાણવા લાયક હોવા સાથે એમના અગાધ બુદ્ધિકૌશલ્ય અને નિરાગ્રહભાવની દ્યોતક છે, એટલે આપણે પણ જાણવા જેવી છે.
સૌપ્રથમ, આજ સુધી પિતે આચરેલી અને આ વખતે પણ આચરવા છેલી માન્યતાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું :
(૧) “સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪માં ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પનો ક્ષય હતો. પણ બીજા અનેક પંચાંગમાં છઠ્ઠનો ક્ષય હોવાથી અમદાવાદના પ. પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજના ડહેલાના જૈન ઉપાશ્રયે ભાદરવા શુદિ છઠ્ઠને ક્ષય (અન્ય પંચાંગના આધારે) માની, પાંચમને સાચવી રાખી, ભાદરવા શુદ ચોથની સંવત્સરી આરાધી હતી. અને એ જ રીતે લુહારની પિળના ઉપાશ્રયે, શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે, ઉજમફઈની ધર્મશાળા, આંબલી પોળના ઉપાશ્રયે તથા વિમળના ઉપાશ્રયે વગેરે તમામ સ્થળે સંવત્સરીની આરાધના થઈ હતી. અને અમે એ પણ એ જ રીતે આરાધના કરી હતી. એવી જ રીતે આ વર્ષ–૨૦૧૩માં પણ ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય છે, અને બીજા અનેક પંચાંગોમાં (જ્યોતિષમાર્તડ, શિવ, વિશ્વનાથ, તેમ જ માલવીયાજીવાળું વિશ્વ પંચાંગ વગેરેમાં ) સુદ છઠ્ઠ ક્ષય હોવાથી તે આધારે અમેએ ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય માની, ભાદરવા સુદ પાંચમને સાચવી, ભાદરવા સુદ ચોથ ને ગુરુવારે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય રાખ્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org