SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સ`ઘનાયક [43] દરેક રીતે, આ પ્રતિષ્ઠા ઐતિહાસિક બની રહી. આમાં માદક અને સાંનિધ્યપ્રદાતા બનવાનું સદ્ભાગ્ય શ્રી વિજયાદયસૂરિ મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીને સાંપડયું હતું. પોતાના સમુદાયનાં અને અન્ય સમુદાયનાં સેકડો સાધુ-સાધ્વીએ આ પ્રસંગે હાજર હતાં. રાણકપુરની ધર્મશાળાઓમાં ને ઉપાશ્રયમાં એ બધાં સમાઈ શકે એમ ન હતું. હવે, જો વ્યવસ્થા કરનાર તરીકે પોતે ઉપાશ્રયમાં ઊતરે, તે અન્ય સાધુસાધ્વીઓમાં અસાષ રહે. આવું ન થાય, એટલા માટે શ્રી વિજયનંદનસૂરિજીએ પેાતાને માટે એક તંબુ તૈયાર કરાવ્યા, ને તેમાં જ પોતે ઊતર્યા. પછી તે કહેવાનું જ શું? એમના તજીમાં સમાય એટલા એમાં, ને બાકીના સાધુએ લાઈનસર તંબુઓમાં ઊતરવા લાગ્યા. નાના કે એકલદોકલ સાધુ પણ તારા વગરના રહેવા ન પામે, એની એમણે ખાસ કાળજી રખાવી. સાધ્વીઓ માટે પણ એ જ રીતે કાળજી કરી. આના પિરણામે તેમના પ્રત્યે સૌનાં દિલમાં હતા તે કરતાં વધુ આદર અને પ્રેમ પ્રગટયો. પ્રભુ-પ્રતિમાઓની ગાઠવણી, પ્રતિષ્ઠાના કાર્યક્રમની યાજના, વ્યવસ્થા, ઉછામણીએ ખેલનારને તેને મળેલા આદેશની મહત્તાની સમજૂતી, રાજેશજના કાર્યક્રમા તથા પ્રતિષ્ઠાના મુહૂત-સમય કાઢવા તથા સાચવવા, પેઢીને, આગેવાન ગૃહસ્થાને, કાર્યકરોને ઉપયાગી સલાહ સૂચનાએ આપવી, આ બધાં કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ સાળે કળાએ ઝળકતી જોવા મળતી. ચાગાનુયોગ એ હતા એમના જ સસારી ભાઈ હરગોવિંદદાસ રાણકપુરની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ હતા. એમની વ્યવસ્થાશક્તિ પણ અજોડ હતી. પેઢી અને સાદડી-ઘાણેરાવ વગેરે ગામેાના સધા મહદંશે એમના પર નિર્ભીર હતા. શ્રી વિજયન ંદનસૂરિજીના મુખે આ પ્રતિષ્ઠાનું બયાન સાંભળવું, એ પણ એક આહ્ લાદક ખીના હતી. એ બયાન કરતી વેળાએ એ ભાવિવભાર અને તન્મય બની જતા. સં. ૨૦૧૩માં શેઠ હઠીસિંહની વાડી ( અમદાવાદ )ના દેરાસરમાં, મૂળનાયક પ્રભુની પુનઃપ્રતિષ્ઠા કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy