________________
[૨]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ તીર્થ કે સંઘ સંબંધી કાંઈ પણ કાર્ય કરવું હોય, તે સૂરિસમ્રાટના માર્ગદર્શન અને સૂચન અનુસાર જ કામ કરવું. સૂરિસમ્રાટ પછી પણ, તીર્થના જીર્ણોદ્ધારે, વહીવટમાં આવતા અગત્યના પ્રશ્નો, શિલ્પ અને મુહૂર્તના પ્રશ્નો વગેરે દરેક મહત્ત્વનાં કાર્યોમાં શ્રી વિજયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદસૂરિ મહારાજની સૂચના મેળવીને જ પેઢી કાર્ય કરતી.
પેઢી તરફથી શ્રી રાણકપુર તીર્થને ઉદ્ધાર પૂરો થતાં તેની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. એ પ્રસંગે મુહૂત જેવાથી પ્રારંભીને તે પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીમાં તમામ કાર્યો પિઢીએ આ બંને આચાર્ય મહારાજોના હાથે અને એમની સલાહ પ્રમાણે જ કર્યા હતાં.
રાણકપુરની પ્રતિષ્ઠા માટે કહેવાય છે કે એવી પ્રતિષ્ઠા કદી થઈ નથી, ને થશે પણું નહિ. એ પ્રતિષ્ઠામાં એક લાખથી વધુ લોકો એકત્ર થયેલાં. એ બધાંને રહેવાનીખાવા-પીવાની વ્યવસ્થાના વર્ણને સાંભળીએ છીએ ત્યારે આપણી કલ્પના પણ થંભી જાય છે.
રોજ સેંકડે મણ શીરે અથવા લાપશી રંધાય. એ માટે સાવનભાદે નામના બે મેટા જબર ઊંડા કઢા ગોઠવાયેલા. નિસરણી મૂકીને શીરે લેવા એમાં ઊતરવું પડે. દસ મણ ઘી એકલાં સંભારમાં વપરાતું. ત્રણસો તે સેઈયા હતા. લાખ લાખ માણસ, ધર્મશાળામાં, તબૂ-રાવટીઓમાં, કંતાનની ઓરડીઓમાં ને ખુલ્લા મંડપમાં દિવસ-રાત પડયું રહે, ને આ પ્રતિષ્ઠાનો લાભ લે. બધાંને જમવાની અજબ વ્યવસ્થા. એક પંગત જમીને ઊઠે, કે તરત જ સફાઈ કામદારો ફરી વળે. એવી સફાઈ થાય કે જેનારને ખબર જ ન પડે કે થોડીવાર પહેલાં અહીં લોકો જમી ગયાં હતાં.
ઉછામણીઓનો ઉછરંગ પણ ગજબને. એક મારવાડી ભાઈએ પરણવાની હોંશે એકવીશ હજારની રકમ એકઠી કરેલી. રાત્રે ભાવનામાં બેઠેલા. એમાં ઉછામણ ચાલી. હાથી પર બેસીને તોરણ પખવાનું ઘી બેલાવા માંડયું. આ ભાઈને હૈયે ઉમળકો આવ્યો. એમણે પેલી પરણવા માટે સાચવી રાખેલી રકમમાંથી સોળ હજાર રૂપિયા ઉછામણીમાં બેલી દીધા, ને નશીબજોગે એમને આદેશ મળી ગયે! એ ભાઈનો ઉત્સાહ તો કેમે સમાય નહિ. એમની વાતની ખબર પડી, ત્યારે શ્રી વિજયનંદનસૂરિજી વગેરેએ પૂછયું કે, “આ ઉમળકો કેમ આવ્યો ?” તો કહેઃ “બાપજી ! સંસારનાં પોંખણાં તે ગમે ત્યારે થશે, એની પરવા નથી; એ તે સંસાર વધારે એવાં છે. આ ભગવાનનાં પંખણ મારા ભાગ્યમાં ક્યાંથી?” સૌએ એની ભાવનાને અનુદી.
- રાણકપુર તીર્થ બંધાવનાર ધરણુશા શેઠની ચૌદમી પેઢીના વારસને વિજાદંડને આદેશ મળે. અને આશ્ચર્ય તે જુઓ, શેઠની ચૌદમી પેઢી, એમ ત્યાંના પૂજારીની પણ ચૌદમી પેઢી, અને દેરાસર બાંધનાર શિપીની પણ ચૌદમી પેઢી, આ પ્રતિષ્ઠામાં હાજર હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org