SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સાનાયક [ ૮૧] શિષ્યસમુદાયની હાજરીમાં એ અને દેરાસરાની અને સૂરિસમ્રાટના સ્વગમન-સ્થાને તૈયાર થયેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ. અહીથી સૌ કગિરિ તીથૅ આવ્યા. ત્યાં ગિરિરાજ ઉપર શ્રી નમિનાથજિનપ્રાસાદનું નિર્માણ થયું હતું. આ પ્રાસાદ શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી બંધાયેલા છે. વર્ષો પૂર્વે સૂરિસમ્રાટ મહુવા બિરાજતા હતા, ત્યારે તેઓ વંદન કરવા આવેલા. તે વખતે તેમણે કાંઈ કામકાજ ફરમાવવા વિનતિ કરી. એ સમયે પાસે જ બેઠેલા શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “એ કાર્ય છેઃ એક તા ગુરુમહારાજના જન્મસ્થાને-અહીંદેરાસર બધાવવાનુ છે; ને બીજું', કગિરિ ઉપર એક ચૈત્ય બંધાવવાનુ છે. તમારી ભાવના થતી હોય તેમાં લાભ લે.” આના ઉત્તરમાં માણેકલાલભાઈ એ કહ્યું : “ સાહેબ ! કગિરિના દેરાસરના લાભ મને આપે.” એ લાભ એમને મળ્યા. એ દેરાસર હવે તૈયાર થયુ હાઈ, તેની અંજનશલાકાપ્રતિષ્ઠા (૨૦૦૬માં ) વૈશાખ માસમાં કરાવી. નીચે કવિહાર પ્રાસાદમાં સરિસમ્રાટના ગુરુમદિરની પ્રતિષ્ઠા પણ કરાવી. આ પ્રસંગે સામુદાયિક એકતા, મર્યાદા અને વ્યવસ્થા અંગે અનેકવિધ વિચારણા કરીને જરૂરી નિણૅયા લેવામાં આવ્યા. આ બધાં કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને વ્યવસ્થાકૌશલ્યે મુખ્ય ભાગ ભજવ્યા હતા. આ પછી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ત્યાં પણ શ્રી વાસુપૂજ્યસ્વામીના દેરાસરની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. ચામાસું પણ ત્યાં કર્યું. વિ. સ. ૨૦૦૭માં સમુદાયના અનેક મુનિરાજોને યાગવહન કરાવવાપૂર્વક ગણિપન્યાસ પદ સમાઁ. અમદાવાદમાં તે એકીસાથે સાળ મુનિવરોને પન્યાસપ૬ અર્પણ કર્યું. જીવનમાં કદી જોવા ન મળે, એવું એ દૃશ્ય હતુ. વિ. સં. ૨૦૦૯માં માગશર મહિનામાં સાબરમતીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રતિષ્ઠાને આજે પણ ત્યાંના લોકો યાદ કરીને કહે છેઃ “ અમારા સાબરમતીમાં ખાર ઘર હતાં, તેનાં ખારસો ઘર થયાં. એ રૂડા પ્રતાપ સૂરિસમ્રાટના અને પછી શ્રી વિજયાયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજને એમણે કરાવેલી પ્રતિષ્ઠા અને તે પ્રસંગે થયેલી કેસર ને અમીની વૃષ્ટિ અમારા સઘને કલ્યાણ–મગળ કરનારી નીવડી છે. ” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નિયમ હતા કે તીના વહીવટ-રક્ષણ અને ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy