________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૭૩] તમે ફરી આવો.” સૂરતવાળા ભાઈઓ આવ્યા, એટલે એમને બધી વાત વિગતસર સમજાવી, ને નવું મુહૂર્ત મહા શુદિ સાતમનું કાઢી આપ્યું.
કેટલાંક કાર્યો પિતાને ઉચિત ન લાગે, તો એ માટેનાં મુહૂર્તે તેઓ ન આપતા. ઘેટીની પાળે ભાતું આપવાની શરૂઆત કરવાનું મુહૂર્ત એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ મુહૂર્ત આપવાની ચોખ્ખી ના ભણી દીધી. એકવાર, એક આચાર્ય નહિ એવા મુનિવરે અંજનશલાકાનું મુહૂર્ત પૂછાવ્યું, તે તેની પણ ના કહી. આ વિષે એમને પૂછીએ તો તેઓ કહેતા : “જે વસ્તુને કે કાર્યને હું વાજબી ન માનું, એ માટે હું મુહૂર્ત આપું, તો તે એમાં મારી સંમતિ જ માની લેવામાં આવે. એટલે મુહૂર્ત ન મોકલવું જ ઉત્તમ છે.”
એમના વિચારો મર્યાદિત કે સંકુચિત નહિ પણ ઉદાર હતા. એટલે જ, તપાગચ્છના દરેક સમુદાયનાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત, અંચલગચ્છ, પાયજંદગ૭ ને ખરતરગચછનાં સાધુ-સાધ્વીઓ ને સંઘો પણ એમને મુહૂર્તો પૂછાવતાં. આથી આગળ વધીને, તેરાપંથી, સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ એમના મુહૂતે કાર્ય કરવામાં આનંદ અનુભવતા. સેંકડે સ્થળે દાદાસાહેબનાં પગલાં કે મૂર્તિની પ્રતિષ્ઠા એમણે આપેલ મુહૂર્ત થઈ છે. સેંકડે સ્થાનકમાગી ભાઈ-બહેનની દીક્ષા એમના મુહૂર્તાનુસાર થઈ છે.
બહાર એમના માટે વિરોધી વલણ અપનાવનાર, એમની નિંદા કરનાર વ્યક્તિ પણ જે મુહૂર્તના કામે આવે તો એને સંતોષકારક જવાબ એમની પાસેથી મળતો. એકવાર એક આચાર્યશ્રી બોલેલા કે “નન્દનસૂરિ મહારાજ તો હમણાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બહુ કરે છે, વગેરે.” આ વાત તેઓશ્રીની પાસે આવેલી. અને છતાં, એ જ આચાર્ય શ્રી મુહૂર્તો અવારનવાર પૂછાતા, બીજાં કામો અંગે પણ વિનતિઓ કરતા, ત્યારે તેઓ એમને કશા જ ભેદભાવ કે રેષ વિના જે રીતે મુહૂર્ત મોકલી આપતા કે સંતોષકારક ખુલાસા આપતા, એ જોઈને નવાઈ લાગતી. એમણે આપેલાં મુહૂર્તોની કઈ સંખ્યા નથી. એમણે આપેલાં મુહૂર્ત જ્યાં જ્યાં શુભ કામો થયાં છે, ત્યાં નિવિનતા, સફળતા અને ઉન્નતિ જ થઈ છે.
જન્મભૂમિ પંચાંગના કર્તા પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ કહેતા કે “મુહૂર્તના વિષયમાં મારા ગુરુ શ્રી નંદસૂરિજી મહારાજ છે.”
ખંભાતમાં કાશી-બનારસના એક અદ્વિતીય ગણિતનિષ્ણાત જ્યોતિષી આવેલા. નામ મથુરાપ્રસાદજી. કોની પાસે કેટલી મૂડી છે, એ કુંડળી ઉપરથી જ કહી દે. એ મથુરાપ્રસાદજી ખંભાતના વિદ્વાન જ્યોતિષત્તા શ્રી ભાલચન્દ્ર કવિને કહેઃ “વિના મારાં ! जैनियोंमे तो देखो, नन्दनसूरिजी महाराज बेजोड है।"
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org