________________
[૭૨]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ ભાઈ, સાબરમતીમાં રતિભાઈ, ખંભાતમાં હરિપ્રસાદ, પાલિતાણામાં હિંમતરામ શાસ્ત્રી, રાજસ્થાનમાં ટમલ, જે ગામમાં પોતે હોય, તે ગામના જોષીને બોલાવતા. જોષીએ તે પેલા શ્રાવકોને ઘણી વાર કહેતા કે, “ભલા ! નન્દનસૂરિજી મહારાજ તો અમારાથીયે વધુ ઉત્તમ મુહૂર્ત આપશે, અમને શું કામ બેલા છે ?
અને જેથી આવે, એટલે બંને મુહૂર્તો કાઢે. એ બંનેનો મેળ મેળવવામાં આવે ત્યારે ક્યારેક બંનેનું મુહૂર્ત એકસરખું હોય અને ક્યારેક આચાર્ય મહારાજનું મુહૂર્ત જેવી કરતાં વધુ શ્રેષ્ઠ હોય. આમ છતાં જોષીનું પૂરું સન્માન થાય અને સચવાય, એની તેઓ પૂરી તકેદારી ને કાળજી રાખતા. આના પરિણામે, મુહૂર્ત લેનાર શ્રાવકોને ને જોષીને અનહદ પ્રેમ તેઓ સંપાદન કરી શક્યા હતા.
વળી, પિોતે આપેલું મુહૂર્ત ખોટું હોય જ નહિ, એ આગ્રહ પણ તેઓ કદી ન સેવતા. કોઈ કાંઈ ભૂલ દેખાડે, તો તે પર ધ્યાન દઈને ફેર વિચાર કરતા. ને જે સાચું લાગે તે સ્પષ્ટ કહેતા. એકવાર એવું બન્યું કે મૂછાળા મહાવીરજીની પ્રતિષ્ઠાના એમણે આપેલાં મુહૂર્તમાં એક આચાર્યશ્રીએ દોષ કાઢો. હવે, આ તો રાજસ્થાનનું કામ. જરાજરામાં વહેમ ભરાતાં વાર નહિ. ઘારાવ અને સાદડી, બંને સંઘ આ પ્રતિષ્ઠાનું સંચાલન કરે. એમાં સાદડીને સંઘે કહ્યું : “નંદનસૂરિ મહારાજે આપેલું મુહૂર્ત અમારે પ્રમાણ છે.” પણ ઘાણેરાવમાં બે મત પડયા. એક વહેમે ભરાયે. બીજાએ વિશ્વાસ દર્શાવ્યો. આનો નિકાલ લાવવા બંને ગામના ને બંને મતના ગૃહસ્થોએ મળીને નક્કી કર્યું કે “નંદસૂરિ મહારાજ કહે તે પ્રમાણ.” અને એ બધા ખંભાત આવ્યા. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ત્યાં હતા. એમણે ખૂબ શાંતિથી બંને પક્ષની વાત સાંભળી. અને ખાતરી આપી કે તમને વિશ્વાસ પડે એવું કરી દઈશ.
પછી તેઓએ જેથી હરિપ્રસાદજીને બોલાવ્યા, બધી વાત સમજાવી, ને કહ્યું: હવે તમને જે ઠીક લાગે તે નિર્ણય આપે. મારા મુહૂર્ત પર વહેમ છે. માટે મારે કશું નથી કહેવું. તટસ્થભાવે તમને ઠીક લાગે તે કહો.”
હરિપ્રસાદજીએ મુહૂર્તની ફેર તપાસ કરી. પણ દોષ હોય તે નિકળે ને? એમણે કહ્યું: “આમાં તલભાર પણ દોષ નથી, સર્વશ્રેષ્ઠ છે. આ અનુસાર જ કાર્ય કરે.” ને બધા શ્રાવકે રાજી રાજી થઈ ગયા. એમણે એ જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી.
એકવાર એવું પણ બન્યું કે સૂરતના વાસુપૂજ્ય સ્વામી જિનાલયના વહીવટદારે એ વૈશાખ શુદિ છઠને પ્રતિષ્ઠા-દિવસ આવે, એવી માગણી કરી. આચાર્ય મહારાજે સં. ૨૦૩રના વૈશાખ શુદિ છઠને દિવસ કાઢી આપે. પણ, એ પછી, નવું પંચાંગ એમના હાથમાં આવતાં જણાયું કે “આ મુહૂર્ત બરાબર નથી અપાયું.” તરત જ એમણે સૂરત લખી જણાવ્યું કે “મેં કહ્યું, તે મુહૂર્ત બરાબર નથી લાગતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org