SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની આશાઓ આપે છે. ગૌશાળાનો સ્વભાવ એવો છે કે થોડું સંકટ આવે તો તરત નાસી જવાનું જ મન કરે. આવા લોકો કોઈ સાધના કરી શકતા નથી. સ્વપર કલ્યાણ નહિ કરે. એથી સાધનામાં અનુરાગ જોઈએ. નિ જોઈએ. અરતિભાવ પર વિજયની જરૂર છે. એનું તાત્પર્ય એ છે કે સંઘમ સાધનામાં લોકોને આ સાધનામાં આનંદનો અનુભવ હોવો જોઈએ. જેવી રીતે એક મા પોતાના સંતાનની સેવામાં જે પ્રકારના આનંદનો અનુભવ કરે છે, એજ રીતે એક સાધકને સ્વ અને પર સાધનામાં આનંદ મળવો જોઈએ. સાધના આનંદમય હોવી જોઈએ. ઉલ્લાસમય હોવી જોઈએ એમાં દુઃખ કે દીનતાનો ભાવ જરાય ન આવવો જોઈએ. અહીં ોચ્છ દેશોમાં પુષ્કળ ગાળો ખાવી પડી ને અપમાનો થયાં એથી શરીરને તો કાંઈ પીડા થઈ નહિ. કારણ કે ભાષાના ચાર વ્યંજનોથી ગાળો યે બને છે ને પ્રશંસાના શબ્દો પણ બને છે. એથી કાનમાં કે શરીરમાંના બીજા ભાગમાં એની પીડા થતી નથી. ફક્ત મનની જ પીડા છે. પણ સાધુને આવી માનસિક પીડા થવી ના જોઈએ. અને ગાળો દેનારે પણ જો અમારી કાંઈ ભૂલ બનાવી હોય તો અમારે એ ભૂલ સ્વીકારીને સુધારી લેવી જોઈએ. ગાળ દેનારાએ તો ચિકિત્સા કરનાર વૈધની જેમ મને લાભ કરાવ્યો છે. અને કદાચ એણે કાંઈ ખોટું કરીને અપમાન કરવા માટે જ અપમાન કર્યું હોય તો તેના અજ્ઞાન ઉપર દયા ખાવી જોઈએ. અને જરા સ્મિત સહિત વાત ટાળી દેવી જોઈએ. એથી “આક્રોશ પરિષહ” ૫૨ વિજય થાય છે. જે સાધુ સાચો છે તે સમાજ પાસેથી ઓછામાં ઓછું લે છે, ને સમાજને વધારેમાં વધારે આપે છે, એવા સાધુ પાસે યાચના કરવાની દીનતા, કંગાલિયત કદી હોય નહિ. પરંતુ જે દંભી છે તે બહારથી. કેટલી બધી નિરપેક્ષતા દેખાડે, પણ તેના મનમાં તો દીનતા જ છે તે દિલનો કંગાળ હશે, અને લોકો એને માટે મનમાં વૃક્ષા કરતા હશે. અને એને ગરીબ કંગાલ દિલનો સમજી “યાચના પરિષહ” વિજયની સાચી પધ્ધતિ અથવા યોગ્ય માર્ગ એ જ છે કે મનુષ્યની સાચી સાધુતાનો પરિચય આપે. એવું પણ બને છે કે યાચના વ્યર્થ જાય, ખાવાનું પીવાનું ન મળે, રહેવાની જગ્યા પણ ન મળે. જેવું મારે મ્લેચ્છ દેશોમાં સતત ચાર માસ સુધી થયું. એવી પરસ્થિતિમાં જરાય ન ગભરાવું. પણ આ લાભ પર જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. નહિ તો સાધુના કે સાધુપણું રહી શકશે નિહ. ગોશાળાની એક આદત છે કે જ્યાં કાંઈ મળમૂત્ર એ ત્યાં નાકનું ટેરવું ચઢાવી ત્યાંથી ભાગવાની ચેષ્ટા કરે. પણ એમ ભાગવાથી કાંઈ સફાઈ કે સ્વચ્છતા ઓછી થાય ? ને એ સફાઈ કોણ કરે ? આપણને સ્વચ્છતા પસંદ હોય તો આપણેજ એ “મલ . પરિષદ્ધ" ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. તો જ સ્વચ્છતા કરી શકીશું. એમને સ્વચ્છ રાખીશું. મલિનતા જોઈને ગભરાઈશું કે અકળાઈશું તો આપણાથી અન્યોનો તિરસ્કાર થઈ જશે, ને એમનું અપમાન કરી બેસીશું. પણ ત્યાં સ્વચ્છતા તો નહિ જ કરી શકીએ કે સેવા પણ નહિ કરી શકીએ. તો સાધુતા કેમ ટકશે. “મળ પરિષત" નવો જરૂરી છે, આજે એક વિશેષ પરિષહ તરફ ધ્યાન દોરાયું. સાધુ થાય એ બધા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે, પણ સત્કાર પુરસ્કારને શ્રીચંદ જયોનિના એજરાતી વિભાગ ims for fon and fo Jain Education International ૬૮ જીતી નથી શકતો. પણ એ ‘સત્કાર પરિષહ' જીતવો જરૂરી છે.સત્કાર પુરસ્કાર એ એક ઊંચી શ્રેણીનો ભોગ છે. મોટે ભાગે તો લોકો સત્કાર પુરસ્કાર માટે તો ખાવાનું પીવાનું યે છોડી દે છે. અથવા લુખ્ખું સૂ પણ ખાઈને ચલાવી લે છે. અને અનેક તરેહનાં કષ્ટ પણ ભોગવે છે. તે ફક્ત એક જ કારણે કે એ જ્યાં જાય ત્યાં એનો આદર સત્કાર થાય. અને ચાર માણસોમાં એને મોભાનું સ્થાન મળે. જેણે સેવાઓ કરી હોય, અને તેની યોગ્યતા હોય તો આગળ સ્થાન મળે છે ખરૂં. પણ સત્કાર પુરસ્કારની તીવ્ર લાલસા હોવી એ તો સાધુતાનું ભયંકર પતન લાવે છે. જેટલા સત્કાર પુરસ્કારને યોગ્ય આપણે નથી તેટલો સત્કાર પુરસ્કાર લેવો એ તો અઘટિત કહેવાય-દંભ કાહેવાય. એથી દંભી તો જરૂર બની શકાય, પણ સાધુતાથી જરૂર ભ્રષ્ટ થવાય છે. એજ કારણથી શ્વેતામ્બી નગરીમાં જ્યારે મારો મોટો ભય આદર સત્કારને પુરસ્કાર થયો એટલે હું તરત જ ત્યાંથી બહાર નીકળી આવ્યો હતો. એમ ન કર્યું હોત તો મારી સાધનામાં મોટા અંતરાયો પડ્યા હોત. સત્કાર પુરસ્કારથી સાધના ક્ષીણ થાય છે. અને છેવટે સાચો સત્કાર પુરસ્કાર પણ નષ્ટ થાય છે. આ કારણે સત્કાર પુરસ્કાર ઉપર વિજય મેળવવો આવશ્યક છે. આજે વહેલી પ્રભાતે ધ્યાન લીધું પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી વિચારતાં વિચારતાં ત્રણ પરિષહો નજર સામે આવ્યા. વિચાર કરતાં આ ત્રણ પરિષહોના નામ “પ્રજ્ઞા” “અજ્ઞાન” ને “અદર્શન” જો વિદ્વતાનો ધર્મડ દીવો એને પ્રજ્ઞા પરિષદ્ધ" કહું છું એના ઉપર વિજય મેળવવો આવશ્યક છે. કારણ કે વિદ્વતાનો ઘમંડ માણસનો વિકાસ રોકે છે. એ સાથે એના જ્ઞાનનો લાભ જગતને મળતો નથી. એના જ્ઞાનનો લાભ લેવા પહેલાં જ એના મદ હની આધાત મનુષ્યને પાયલ કરી દે છે. ત્યારે તેની પાસેના જ્ઞાન લાભની પાત્રતા જ નષ્ટ થઈ જાય છે, એથી પ્રજ્ઞાને નમ્રતાથી પચાવી લેવી આવશ્યક છે. એજ “પ્રજ્ઞા પરિષહ” નો વિજય છે. પ્રજ્ઞાથી ઉલટો પરિષહ “અજ્ઞાન” પરિષહ છે. વિદ્યા ને બુધ્ધિ ઓછી હોય તો એ મનુષ્યમાં એક જાતની દીનતા આવી જાય છે. અને એ નબળાઈથી પણ મનુષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે. અથવા ગુરુજનોના શબ્દોથી પીડિત થઈને એમનામાં ઘૃણા પેદા થાય છે. એ માનસિક નિર્બળતા દૂર કરવી જરૂરી છે. શ્રમ અને મનોયોગથી “અજ્ઞાન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે, બધાથી વધુ મહત્વપૂર્ણ એ “અદર્શન પરિષહ” છે. સંયમ તપ ત્યાગ આદિનું ફલ આત્મશાંતિ છે. પણ આ ફળનું દર્શન દરેક જણને થતું નથી. અલ્પજ્ઞાનીઓને સંતોષ આપવા માટે ઐહિક અથવા "પાર લૌકિક” ભૌતિક ફળોનો ઉલ્લેખ થતો હોય છે. એ ફળો દેખી શકાતાં નથી આ પ્રકારના અદર્શનથી. લોકો સન્માર્ગ છોડી દે છે. તેમને ધર્મનો મર્મ સમજાવવામાં આવે તો અદર્શન અથવા અવિશ્વાસ ને લીધે જે પતન થવાનું હોય તે રોકાઈ જાય. “અદર્શન પરિષહ” ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના મનુષ્ય નું નો જન સેવાનાં માર્ગમાં ટકી શકે છે, ન તો મૌક માર્ગનું સુખ પ્રાપ્ત કરી શકે છે. પરિષતો (બાધાઓ) તો ઘણા છે. પરંતુ આ પ્રમાણે જણાવેલા બાવીસ પરિષદોનો નિર્ણય કરવાથી આ વિષયનું આવશ્યક જ્ઞાન જરૂર મળે છે. For Private & Personal Use Only जयन्तसेन दुःखी रहे, जीवन निष्फल जान ॥ आज्ञा निधि धारक मनुज, पाता अनुपम ठाम । www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy