________________
આ વિકાસની સાથે સાથે વિનાશની શકયતાઓ અને વિકરાળતા દિન પ્રતિદિન વધતી જ જાય છે. એક પુરાતન’ પંકિત છે કે ?
“ભગતજી વિચારે બેટા, હાય, હવે શું થાશે ? દુનિયા તો પલટાતી ચાલી, હાય, હવે શું થશે ? જૂનાં ગાડા છોડી લોકો ઊડે છે આકાશે દરિયાને તળીયે જઈ મહાલે, મરતા ના અચકાશે,
હાય હવે શું થાશે ?” આ પંકિતએ તો આજે જૂની’ થઈ ગઈ છે. આજે તો માનવી હવાઈ જહાજ કે દરિયાઈ જહાજથી પણ આગળ વધી અંતરીક્ષયાત્રા કરી ચંદ્ર ઉપર પહોંરયો' છે. અને સૂર્યને નાથવાના પ્રયત્નો કરી રહ્યો છે. આમ છતાં, મને થાય છે કે, હું ૧૮મી સદીમાં જન્મ્યો હોત તે ‘સારું હતું. આજની વિષમ કૃત્રિમતાથી અને વિજ્ઞાને પેદા કરેલી વિકારાળતાએથી તો બચવા પામ્યો હોત. આજે તો કૃત્રિમ ખરાક, કૃત્રિમ હવા, કૃત્રિમ પાણી, કૃત્રિમ કૃત્રિમ વાત, કૃત્રિમ વહેવાર. કયાંય સચ્ચાઈનો રણકાર દેખાતો નથી. નિસર્ગને નિજાનંદ નજરે પડતો નથી. જાણે કે માનવ આગળ વધવા માટે માનવ મટી દાનવ બનવા માંડયો છે. કયાંય “આપણાપણા”ની કે “સ્વસ્વભાવ સ્થિતિ” ની ભાવના કે પરિણતી શોધી જડતી નથી. જયાં જુઓ ત્યાં ફકત હું અને તમે, તારૂ અને મારૂં આગળ વધીને કહીએ તે “મારૂં મારા બાપનું અને તમારામાં મારો ભાગ” જેવી દરેકની મનેદશા તથા પ્રવૃત્તિ છે.
આવી પરિસ્થિતિમાં સ્વ. પૂ. ગુરૂદેવેશના જીવનના અનેક પ્રસંગે સ્મરણપટ પર આવે છે. આ સર્વ પ્રસંગોનું સ્મરણલેખન કરે તો તે આ સ્મારક ગ્રન્થ પણ તેનાથી જ ભરાઈ જાય એટલે એક-બે પ્રસંગોનું આલેખન કરવું જ અહીં ઉચિત સમજું છે
આ પ્રસંગ છે મોહન ખેડાને, સ્વ. પૂ. ગુરુદેવેશના જીવન કાળના અંતિમ દિવસોની આત્મ-સાધનાના અનુપમ અવસરને. પોષ મહિનાની કડકડતી ઠંડીના અંધારીયા પક્ષના એ દિવસો હતા રાજગઢના ઉપાશ્રયમાં પૂજયશ્રી સ્થિરતા કરી રહ્યાં હતા. અનેક અનુયાયીઓ, અનુરાગીઓ તથા શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષો દૂર દૂરથી ગુરૂદેવેશને “શાતા પૂછવા” આવતા હતાં. દિવસે પણ પૂરું અજવાળું ન પહોંચે એવા આ ઉપાશ્રયમાં રાત્રે આવનાર કે જનાર એકબીજા, એકબીજા સામે અથડાતાં હતા. આ જોઈને કોઈકને થયું કે, એક નાનો દીવડો કયાંક મૂકીએ તો સગવડ રહે. આમ વિચારી એક કોડીયાને દીવડે એક બાજુ મૂકવામાં આવ્યો કે જેની પૂ. ગુરૂદેવેશને જાણકારી પણ ન હતી. તેઓશ્રી તો આત્મ-સાધનામાં લીન હતાં. થોડો સમય પસાર થયો ત્યાં એક ભાઈ આવ્યા. આ ભાઈએ ઉપાશ્રયમાં દીવડો જોઈ કહ્યું કે:
આજે તો અહીં એક કોડીયાને દી મૂકવામાં આવ્યો છે કાલે તે કોઈ ઈલેકટ્રિક બત્તીઓ મૂકી દેશે.”
ગુરૂદેવેશે આ સાંભળ્યું અને સાધુઓ અગ્નિકાયની હિંસા કરતો દી ન વાપરી શકે તેવો ઉપદેશ આપનાર તેઓશ્રીએ આ દીવો ત્યાંથી તુરત જ દૂર કરાવ્યો.
“હું માનું છું કે, જમાના પ્રમાણે આગળ વધો. પરંતુ જમાનાના આંધળા અનુચર ન બને અને આડંબર દેખાડવા જીવહિંસા થાય
એવી પ્રવૃત્તિ ન કરો. તે ગુરૂદેવેશના અનુયાયી થયાં સાર્થક. પ્રસંગથી પૂજ્યશ્રીમાં રહેલી સમતા તથા સાર-ગ્રહણની ભાવના સ્પષ્ટ દેખાઈ આવે છે. એક નાને માણસ પણ સાચું કહે છે, એ સ્વીકારતાં તેમને આનંદ થતો.
આવો જ બીજો પ્રસંગ છે કે, “અકલમંદ કો ઈશારા કાફી” એ કહેવતને યથાર્થ પુરવાર કરે છે.
એક વખત, પૂ. ગુરૂદેવેશ વ્યાખ્યાન આપી રહ્યા હતાં અને એ વ્યાખ્યાનમાં વ્યસનત્યાગનો ઉપદેશ ચાલી રહ્યો હતો. પૂજ્યશ્રી ફરમાવી રહ્યાં હતાં કે, વ્યસનના ગુલામ ન બને. વ્યસન વિકતિઓના ઘાતક અને પ્રતીક છે. ચા, પાન, બીડી, સિગરેટ તમાકુ, દારૂ, જુગાર, વિ વ્યસનની પરાધીનતા પર પૂજયપાદ શ્રી વિવેચન કરી રહ્યા હતા. આ વિવેચના ચાલુ હતી અને તેઓશ્રીએ છીંકણી સુંધી, આ જોઈ એક વૃદ્ધાએ ટકોર કરી કે :
ગુરુદેવ ! ક્ષમા કરજો પણ આપ પોતે છીંકણીના વ્યસનથી બદ્ધ છે અને વ્યસનત્યાગને ઉપદેશ આપી રહ્યા છે. આ બન્ને વાતનો મેળ બેસતો નથી”
આ ટકોર સાંભળી સ્વ ગુરુદેવેશે એ જ ઘડીથી છીંકણીને ત્યાગ કરી, પ્રત્યક્ષ પ્રમાણ પુરું પાડયું, કે જે કોઈ પણ જીવ, પોતાની આત્મશકિતથી નિર્ણય કરે તો ગમે તેવા વ્યસન પર ક્ષણ માત્રમાં વિજય મેળવી શકે છે. આવી વિનમ્રતાપૂર્ણ ત્યાંગવૃત્તિમાં તેઓશ્રીની ઉદાત્તતા સમાયેલી હતી જ્યારે આજે કોઈ કોઈને ટકોર કરે એ ગમતું જ નથી. - પૂજયશ્રીમાં અપરિગ્રહ વ્રતની આચરણા આદર્શ હતી. તેઓશ્રીએ આદર્શ અને આચરણાને એકરૂપ બનાવી દીધા હતા. પૂજયપાદ પોતાની ‘ઉપધી’ સિાધુને રોજની વાપરવાની કે ઉપયોગ કરવાના સાધન-સામગ્રી] એટલી સ્વલ્પ રાખતા હતા કે જેથી ખુદ ઉપાડી શકે. શિષ્ય તેમને સામાન—ઉપધી' ઉપાડે એ તેઓશ્રીને રુચતું ન હતું. એને પણ તેઓશ્રી પરાધીનતા કે પરાશ્રયીપણાનું પ્રતીક માનતા હતા.
પૂ. ગુરુદેવેશ આજે સ્વદેહે વિચરતા હોત તો ? આપણને સાચા રાહબરની – રાહબરીનું સૌભાગ્ય સાંપડત. આત્મસાધનાના માર્ગમાં આજે જે ક્ષતિઓ દૃષ્ટિગોચર થાય છે તે ન થાત. હવે શું ?
, ગુરુદેવેશ આજે હયાત નથી પણ તેઓશ્રીના જ્ઞાન અને ઉપદેશામૃતનું આબેહયાત (સ્વર્ગ) તો અમર છે.
પૂ. ગુરુદેવેશના “આ આબે-ધ્યાત”નું અમરત્વ પ્રાપ્ત કરવા આપણે જ્ઞાનયુકત આચરણાનો માર્ગ સ્વીકારવો પડશે.
આ માર્ગે સમાજનું, શ્રી સંઘના પ્રત્યેક અંગનું નવસર્જન થશે. આ નવસર્જન સ્વ ગુરુદેવેશે કરેલા ક્રિયા દ્વાર રૂપી સમાજના કાયાકલ્પને ક્રાંતિ અને કાંતિયુકત બનાવશે.
આ ક્રાંતિ અને કાંતિની સાધના-પરિતાપને પશ્ચાત્તાપની પ્રક્રિયામાં પૂજયપાદ પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. ની સ્મૃતિ સૃજનતાની સાધક બનશે.
કાયરો અને ભીરુજનોની સ્મૃતિમાંથી શેષ એટલે કે બાદબાકીમાંથી વધેલ અવશેષ જ રહે છે. જયારે મહાપુરુષની સ્મૃતિ સર્જનકર્તા બને છે.
સ્વ. પૂજ્યપાદ તે મહાપુરુષોમાં પણ મહાયોગીરાજ હતા !
વી. નિ. સં. ૨૫૦૩
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org