________________
રત્નવિજયજી! હવે વધુ બોલવું બંધ કરો અને કરી બતાવે ઉત્કૃષ્ટ ત્યાગ પછી ત્યાગભર્યા શબ્દો સંભળાવજો !
ભાવતું હતું અને વૈદ્ય કહ્યું ! અત્તરની એક શીશીએ પરિવર્તન કર્યું ધરમૂળથી, વિચાર, વાણી અને વ્યવહાર બદલાયા. રજનો ગજ અને પાંખના પારેવા જેવો ઘાટ થઈ ગયો.
પં. શ્રી રત્નવિજ્યજીએ તો ત્યાં જ શ્રી પૂજયજીથી વિદાય લીધી અને આવ્યા આહોર, પોતાના ગુરુવર શ્રી પ્રમેદસૂરિજી પાસે.
હકીકતથી વાકેફ કર્યા. ગુરુએ શિષ્યની પ્રતિભા દેખી. વિચારોમાં દૃઢતા દેખી. ત્યાગ માર્ગ રક્ષવાની તમન્ના દેખી ! ભાવિના ગર્ભની ભવ્યતા પારખી.
થી પૂજ્ય શ્રી મેદસૂરિજીની વૃદ્ધાવસ્થા હતી. ગચ્છનો ભાર સંભાળવાની શકિત શિષ્યમાં નિહાળીને શ્રી સંધની સાક્ષીએ ઉત્સવ પૂર્વક શ્રી પૂજ્ય પદવી આપી અને પિતાના પટ્ટધર તરીકે ઘોષિત કર્યા.
આહાર ઠાકોરે છડી, ચામર, પાલખી, દુસાલા, સૂરજમુખી આદિની ભેટ આપી.
૫. રત્નવિજયજી હવે થયા શ્રી પૂજય શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી મહારાજ.
પ્રસિદ્ધિ વધવા માંડી. યશ ચોમેર ફેલાવા માંડયો.
કીતિકથા શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજી સુધી પહોંચી. શ્રી પૂજય શ્રી પ્રદસૂરિજી પોતાના છેલ્લા વર્ષોમાં આયંબિલની તપશ્ચર્યામાં રહેતા હતા.
સુશિષ્ય ગુર આજ્ઞા લઈ નીકળ્યા.
રાજસ્થાનમાં ફર્યા. લોકોના હૃદયને જીતનારા શ્રી પૂજ્યજી મેવાડ અને માળવામાં પહોંચી ગયા.
ત્યાગવૃત્તિ અને દૃઢપણે આચરણા, જનમાનસને પારખવાની શકિત અને ઉગ્ર વિહારી
માનવ મહેરામણ શ્રી પૂજય શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મહારારાજના તરફ ઊમટી પડયો.
ટોળે ટોળાં દર્શનાર્થે આવી રહ્યાં હતાં.
વાત વધી રહી છે અને બાજી બગડી રહી છે આવું જાણીને શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજીને ચિંતા થવા માંડી.
સમાધાન કરી લેવા તૈયાર થઈ બે યતિઓને પત્ર આપી મકલ્યા જાવરામાં.
શ્રી પૂજયજીએ વળતા ઉત્તરમાં જણાવ્યું કે મને આવું કંઈ પણ ગમતું નથી. મારે તે કરવો છે ક્રિોદ્ધાર, ઘણા સમયથી ભાગ માર્ગ પર છવાયેલ પડલને દૂર કરવાં છે, સુષુપ્ત જનમાનસને જાગૃત
એક વખતના રત્નરાજ, રત્નવિજ્યજી, પંન્યાસ શ્રી રત્નવિજયજી, દફતરી શ્રી રત્નવિજયજી, શ્રીપૂજય શ્રીમદ રાજેસૂરિજી અને આજ બન્યા શુદ્ધ ક્રિયાના પાલક, સુવિહિત માર્ગ સંરક્ષક જૈનાચાર્ય પ્રવર શ્રીમવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ !
ગામ નગરને પાવન કરતા આચાર્યશ્રી વિચરવા લાગ્યા અને
પરાવલંબી થઈ ગયેલા જૈનોને સ્વાવલંબી થવા માટે જિનેન્દ્ર ભગવંતને ઉપદેશ આપવા માંડયા
જિર્ણ મંદિરોને જિર્ણોદ્ધાર, આવશ્યકતાનુસાર નૂતન મંદિરોનું નિર્માણ આપના ઉપદેશથી થવા માંડયું.
જેવું જ્ઞાન તેવી ક્રિયા.
જેમ બને તેમ યુગનો વિરોધ કરતા, આશ્રવથી દૂર રહી ને સંવરવર્ધક સ્વ-સાધનામાં ઉદ્યમવંત રહેવા માંડયા. પૂજય શ્રીમદ્ ગુરુદેવ શ્રી !
ઉપદેશ પ્રવાહ વહેતે થયો. એકના કાનથી બીજાના કાને પહોંચતો થયો. ગુર, જ્ઞાની છે એક કહેતા. બીજા કહેતા ભાઈ! ધ્યાની પણ છે.
ત્રીજા કહેતા અરે ભાઈ ! ગુરુદેવ તે ઉત્કૃષ્ટ ચારિત્રના પાલક છે.
ફરી કોઈ કહેતું ભાઈ! “પથીમાના રીંગણા” જ નહિ પરંતુ જેવું કહે છે તેવું કરીએ બતાવે છે.”
સાચી જ વાત છે. સિયાણા (મારવાડ)ના ઉપાશ્રયમાં એક શ્રાવિકાએ પ્રશ્ન પૂછયો અને તેના જવાબમાં પોતે છીંકણી સુંધતા હતા અને જે વગર નહોતું ચાલતું તેને એક ક્ષણમાં જ સદાના માટે તિલાંજલી આપી દીધી હતી.
પણ ભાઈ! ધ્યાન કેવું? ગજબ છે ને?
મોદરા (મારવાડ)ના બહાર ભયંકર ચામુંડ વન, જયાં જંગલી જાનવરો અને શિકારીઓ જ ફરતા રહે નિરંતર ! તેવામાં જઈ કલાકો સુધી અડગપણે ઊભા રહી આત્મચિંતન કરતા !
વળી કોઈ કહેતું ત્યાં તે અજબ બિના બની હતી !
એક ભીલ આવ્યો હતો અને એણે તે સફેદ સફેદ દેખી ને દુરથી જ તીરોને વરસાદ કરવા માંડયો. પણ એકેય તીર એ ધ્યાનસ્થ ગુર દેવના દેહને સ્પર્શ્વ જ ન હતું ! એ આવ્યો દોડતો અને ઢળી પડયો ગુરુદેવના ચરણોમાં, અને અપરાધની ક્ષમા માંગી.
ગુરુ તે ક્ષમાના સાગર અને દયાના દરિયા એમને શું ?
પણ ભલા ઉપદેશ પણ અંતરને ભિજવી દે એવે છે, આત્મવિભેર કરી દે એવો છે.
હોય જ ને, ફરી કોઈ ટાપસી પૂરતું. જો ન હોય એમના ઉપદેશમાં એટલું બળ તે જાલેર (મારવાડ)માં એક સાથે ૭૦૦ ભાગ્યશાળીઓને મૂર્તિપૂજાના માર્ગે વાળવા અને એમાં સ્થિર કરવા એ કંઈ નાની સૂની વાત છે ? - વળી સંભળાનું ગુર જ્ઞાની તો છે જ પરંતુ સંસ્કૃતિને ટકાવી રાખવા ઘણી જહેમત ઉઠાવે છે. - એની કોણ ના પાડે છે ભાઈ! કોઈક જવાબ આપતા કે જો એટલી ધગશ સંસ્કૃતિના સ્તંભો પ્રત્યે ન હોત કે આરાધના કેન્દ્રો પરત્વે ન દાખવી હોત તો રાજય કબજા હેઠળના અને શસ્ત્ર તથા દારૂગળાથી ભરેલા જાલેરના કિલ્લાના ભવ્ય મન્દિરની રક્ષા કાજે સર્વ રીતે રાજય સરકારથી બાથ ભીડવી, એ મંદિરો ખાલી
કરવું છે.
જો હું કહું તે શરતો કબુલવા તમે તૈયાર છે તે હું આ બધુય છોડી દેવા તૈયાર છું.
શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ નવ કલમે મંજૂર કરી અને વિક્રમ સં. ૧૯૨૪માં અષાડ સુદી ૨ના રોજ જાવરા (મ. પ્ર. )માં પોતે કિયોદ્ધાર કર્યો અને શ્રી પૂજય સંબંધી ઉપકરણો બધાંય ત્યાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના દહેરાસરમાં સમર્પિત કર્યા.
વી. નિ. સં. ૨૫૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org