SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વિષય અણઆવડે ન રહેવો જોઈએ. સં. ૧૯૦૯માં વડીદીક્ષા, અને પંન્યાસ પદવી આપવામાં આવ્યા ઉદયપુરના આંગણે. આગમશાસ્ત્રનું ગહન અધ્યયન કરવા માટે ગયા ખરતર ગીય શ્રી સાગરચંદ્રજી મ. પાસે. દાક્ષિણ્ય અને વિનયાદિ ગુણોથી યુકત યોગ્ય પાત્ર દેખીને સાગરચંદ્રજીએ પ્રસન્નતાપૂર્વક ખૂબ ખૂબ આખું. વિશેષ મનન - પરિશીલન કરવા માટે આવ્યા તાત્કાલીન તપગચ્છીય શ્રીપૂજ્ય દેવેન્દ્રસૂરિજી પાસે. મુનિ રતનવિજ્યજી ટૂંક સમયમાં જ શ્રીપુજયજીના પ્રીતિપાત્ર થઈ ગયા. વિદ્યા, વિનય, વિવેકાદિ ગુણો કોને નથી આકર્ષિત કરતા? શ્રી પૂજયજીનો જયારે જીવન દીપક ટમટમી રહ્યો હતો ત્યારે રત્નવિજયજી અને પોતાના શિષ્ય ધીરવિજ્યજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું: રત્ન ? આ ગચ્છનો ભાર હમણાં તમારા ઉપર છે. “ધીરને ભણાવી, યોગ્ય કરીને ગાદીનશીન કરવાનું અને ગરછીય વ્યવસ્થા સંભાળવાનું તમને સોંપું છું. અને શ્રી પૂજ્યજીનો જીવનદીપ સદાના માટે બુઝાઈ ગયો. શ્રી રત્નવિજ્યજીએ શ્રી પૂજયજીની આજ્ઞાનુસાર ભણાવ્યા ધીરવિજયજીને, કર્યા પ્રવીણ અને બનાવ્યા શ્રી પૂજય ! નામકરણ કર્યુંશ્રી પૂજય શ્રી ધરણેન્દ્રસૂરિ. પોતાનું ઘડતર કરનાર એવા રત્નવિજયને એમણે આપ્યું દફતરી પદ. આ પદ તે કાળ અને તે સમયમાં ઘણું ઊંચું અને મહત્ત્વપૂર્ણ ગણાતું. ગચ્છીય સર્વસત્તા દફતરીની રહેતી. દફતરીજીએ પોતાની પ્રતિભા અને કૌશલ્યથી બંધ થયેલ છડી, ચામર, પાલખી આદિ રાજાઓ પાસેથી પાછા અપાવ્યાં. આમ દિવસે જઈ રહ્યા હતા, ગાડી ચાલતી હતી. ઘણા યતિઓને પં. શ્રી રત્નવિજયજી ભણાવતા હતા. જેવું શાનિઓએ કહ્યું તેવું. અભ્યાસી અને મુમુક્ષુ યતિઓ અવાર નવાર પૂછતા. મહારાજશ્રી! ત્યાગીને રાગીના જેવા રાગ અને રાગના સાધને ભગવાને વજિત કર્યા છે ત્યારે, આપણે ત્યાં તે બધું ય ચાલે છે. એ કહેતા. ભાઈ! વાત તદન સાચી છે પણ સાચાને આચરવા માટે કોઈ તૈયાર નથી. કેમ નહિ? મહારાજશ્રી! જો કોઈ તૈયાર થાય સાચા માર્ગને સ્વીકારવા તો અમે પણ તૈયાર છીએ. આત્માર્થીઓની આવી ઈચ્છા દેખીને એ કહેતા, હું ઈચ્છું છું આવી શિથિલતાને દૂર કરવા પરંતુ અવસરે દેખાશે. જો આપ કંઈ પણ કરો તો એની અમને પણ અવશ્ય સૂચના કરશે, આવી વાતો અભ્યાસી યુનિવરો યદા કદા કહેતા. પં. શ્રી રત્નવિજયજી પણ એમને જવાબ આપીને સંતેષતા. છતાંય ઊંડે ઊંડે આટલી શિથિલતા એમને ડંખતી રહેતી. ભાગ, વૈરાગ્યની ફેરમ પ્રસરાવનાર ઉપાશ્રય સુગંધી અત્તર અને તેલથી મહેકી રહેતા. સુંદર રંગબેરંગી ગાલીચાઓનો છૂટથી ઉપયોગ થતું. ભાર જેવું જીવન એમને કલ્યાણના બદલે અકલ્યાણ કરનારૂ દેખાવા માંડયું. પણ અવધિનય કો આવે છે. સં. ૧૯૨૩નું ચોમાસું. મરૂભૂમિમાં ઘાણરાવ નગર. મૂછાળા મહાવીર ભગવાનનું ધામ. શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજી, દફતરી પં. શ્રી રત્નવિજયજી યતિમંડળ સહ ચાતુર્માસ રહેલા. પર્વોના રાજા જેવાં આવ્યાં પર્વાધિરાજ પર્યુષણ. ધર્મારાધનાની છોળો ઊછળી રહી હતી. દફતરીજી મહારાજની વ્યાખ્યાન શૈલી અનુપમ હતી. જનમાનસને આરાધનામાં આગળ વધવા અને કંઈક કરી લેવા માટે દિવ્ય પ્રેરણા આપનારી હતી. અષ્ટાલ્ફિકા વ્યાખ્યાન પૂરું થયું. કલ્પસૂત્ર વાંચન આરંભ કર્યું. શ્રોતાઓની ભીડ હેકડે ઠઠ જામતી હતી. આજ ભાદરવા સુદિ ૨ (તેલાધર) ને પવિત્ર દિવસ, ભગવાન મહાવીરદેવનું જીવન ચરિત્ર વાંચન ચાલુ હતું. ભગવાન દરેક જાતના રાજવૈભવોને સર્પકંચુકવત ત્યાગ કરીને ત્યાગ માગે પ્રવૃત્ત થયા, જન સમુદાય દેખતે જ રહ્યા અને ભગવાન યોગીરાજના જેમ ચાલી નીકળ્યા. વ્યાખ્યાનમાં અજબ રંગ આવ્યો હતો, ભગવાનના ત્યાગનું વર્ણન કરનાર દફતરીજી મહારાજના શબ્દોને સાંભળીને સભાજનો ભાવવિભોર બની ગયા હતા. વ્યાખ્યાન પૂરું થયું, ભગવાન મહાવીરની જયજયકાર સાથે લોકો વિખેરાયા. પ્રવચનકાર પહોંચ્યા સીધા શ્રી પૂજયજી પાસે. ચિત્ત ચોંટી ગયું હતું વીરના ત્યાગ માર્ગના વિચારોમાં. પરંતુ શ્રી પૂજયજી પાસે જુદો જ અનુભવ થયો. લેરત્નવિજ્યજી! દેખે તો, અત્તર કયુ સારૂં છે? આપણે કઈ જાત ખરીદવી? શબ્દો સાંભળતાં જ એમનાથી ન રહેવાયું. મહારાજ! આપના મોઢે આ શબ્દો ન શોભે! શ્રી પૂજયજીએ પુન: પ્રશ્ન કર્યો, એટલે શું? મહારાજ! ત્યાગીને વળી અત્તર કેવાં અને અત્તરની ગંધ કેવી ? રત્નવિજયજી! એ તો ઠીક છે. હવે લાંબુ વેતર્યા વિના પૂછેલ વાતનો જવાબ આપોને ? મહારાજ ! હું તો કંઈ કહી શકું તેમ નથી. હા, એટલું જાણું છું કે ત્યાગીને મન અત્તર અને ગધેડાનું મૂત્ર (મૂતર) બને સરખાં છે. ગૃહસ્થનું ભૂષણ ત્યાગીના માટે દૂષણ છે. રત્નવિજયજી! બસ કરો. આશા નહોતી કે તમે આમ જવાબ આપશો, પણ અમારા આશ્રયે રહીને અમારા સામે આવા શબ્દો બોલો છો એ ખરેખર દુ:ખદ છે. - શ્રી પૂજ્યજી! સાચું કડવું હોય છે અને સાચાને કહેનાર કડવો ઝેર જેવું લાગે છે. રાજેન્દ્ર તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy