________________
અચલગચ્છની ગહેલી ~ ~
~~~~
- પ્રેમકુંવરબેન રતનશી સાવલા જાગો જાગો રે વિધિપક્ષ ગચ્છના, શ્રાવક તુમ આજ; સત્ય વિધિને પ્રગટ કરવા, સહુએ આપે સાથ. જાગ ૧ અંચલગચ્છ પટ્ટાવલિ પુસ્તક, પ્રગટ થયું છે જેહ, વિધિપક્ષ ઇતિહાસ છે તેમાં, વાંચી લેજો તેહ. જાગો૦ ૨ સંવત ૧૧૩૬ ની સાલે, દ્રોણ શેઠ શ્રાવક ગેહ, ઝળહળતે સૂર્ય ઘર ઊગ્યો, વિધિપક્ષ કરવા સતેજ. જાગ ૩ દેશી માતાની કૂખે અવતર્યા, વયજાકુમાર છે નામ; ગુરુ જયસિંહ સૂરિજીની સાથે, આવ્યા રાધનપુર ગામ. જાગે. ૪ સંધ કેરા અતિશય આગ્રહથી, અગિયાર બેંતાલીસની સાલ; પોષ સુદ ત્રીજની દીક્ષા દીધી, “આર્યરક્ષિત દીધું નામ. જાગો૦ ૫ જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યા કરતાં, વિચરતા ગામોગામ; પાટણપુર નગરીમાં પધાર્યા, સંધે કર્યું સન્માન. જાગો૦ ૬ શાન તણા ચમકારા દેખી, ૧૧પ૯ માગસર સુદ ત્રીજ; જયસિંહ સૂરિ ગુરુને તેડાવી, સંધે આચાર્યપદ દીધ. જાગો શુદ્ધ માર્ગ પ્રરૂપવા માટે, ક્રિોદ્ધાર ફરી કીધ; આચાર્યપદને ત્યાગ કરીને, “વિજયચંદ્ર નામ દીધ. જાગો૮ ગુરુ કેરા અતિશય આગ્રહથી, ઉપાધ્યાયપદ લીધ; મહા સુદ પાંચમને દિવસે, ફરી શુદ્ધ દીક્ષા લીધ. જાગો. ૯ શુદ્ધ ક્રિયાની ઝંખના કરતાં, આવ્યા પાવાગઢ માંય; એક માસ ત્યાં ફરતાં, આહાર ન મળે શુદ્ધ ક્યાંય. જાગો. ૧૦ વીર પ્રભુનાં દર્શન કરીને, સાગારિક અણસણ કીધ; મહાવિદેહે સીમંધર સ્વામી, ગુરુજીની પ્રશંસા કીધ. જાગો. ૧૧
મિ શ્રી આર્ય ક યાણ ગૌતમ ઋતિસંઘ
SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org