________________
[૫ ]eetest best possessoceedostine-estees.eetectosee eee essenc
in એમની પરમામા સાથેની તલ્લીનના પણ અજબ હતી. વાસોશ્વાસની સાથે પણ અરિહંત શરણનો જાપ એકમેક થઈ ગયેલું. છેલ્લા દિવસોમાં પરમાત્મામાં તલ્લીન બનેલ એ ધન્ય આત્માને જે કોઈ પૂછતું: “સાહેબ ! શાનો ખપ છે?’ તેમને એ પુણ્યપુરુષ જણાવતા : “મને અરિહંત પરમાત્મા પાસે લઈ જા; સિદ્ધ પરમાત્મા પાસે લઈ જાઓ.’ અનેકને ધર્માશીર્વાદ આપનારા પૂજ્યશ્રી પરમા-માની લીનતામાં એમ પણ ઉચ્ચારી જતા : મને અરહિંત પરમાત્મા થવાના, સિદ્ધ પરમાત્મા થવાના કોઈ આશીર્વાદ આપો! એ રીતે પરમાત્માના ધ્યાનમાં લીન એ પુનીત યોગીશ્વર સર્વસંગ અને અઢાર પાપસ્થાનકોને વોસિરાવતા, દુષ્કનની નિંદા કરતા, સુકૃતને અનુમોદતા, સર્વ જીવેને ખમાવતા, અરિહંતાદિ ચાર શરણને લેતા, પ્રતિક્રમણ કરતા.
પરમ જાગૃતિપૂર્વક, પરમ સમાધિપૂર્વક સં. ૨૦૦૯ ના દ્રિતીય વૈશાખ સુદ ૧૩ ને સોમવારના રોજ પાછલી રાતે તેઓશ્રી કાળધર્મ પામ્યા.
ધન્ય હો એ પરમ યોગીશ્વર મહાત્માને !
શ્રી આર્ય કથા ગૌતમસ્મૃતિગ્રંથ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org