SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ P ਰ : testਰਵਰ $ਰ ਵt wਡ ਵੜੈਚ, 194t les :39 - ਵtਰ (19 (te sਰਵਰ ਵb ske to sਰ ਵ ਰ ਵ ਰ ਵੀਉ ਪੈਰ ਉਖ ਵੀਰ ਇ ਈ ਏ ਇsਇsted states th e કરાળ કાળના પ્રસંગમાં પણ ખૂબ સહાય કરાવીને ગરીબોના કલ્યાણરૂપ બન્યા. ઉપરોક્ત રીતે કચ્છની જેમ હાલાર દેશમાં પણ ધર્મોદ્યોત કરાવ્યો. એ મહાપુરુષની જ્ઞાનારાધના પણ અજબ હતી. એમણે અનેક સ્થળોએ શાસ્ત્રના રક્ષણ અને પ્રચારાર્થે મોટા જ્ઞાનભંડારો કરાવ્યા. ઘણાં જ વિધિવિધાનનાં પુસ્તકોની જેમ બીજા પણ ઘણા જ સમુદ્રિત ગ્રંથો પ્રકાશિત કરાવ્યા. લહિયાઓ પાસેથી શાસ્ત્રગ્રંથો લખાવ્યા, તેમ જ પોતે પણ નેવું વર્ષની વય સુધી અપ્રમતપણે પ્રત લખતા રહ્યા. પોતાની જિંદગીના છેલ્લા વર્ષે, છેલ્લી માંદગીના શરૂઆતના માસમાં પણ એક ગ્રંથ લખી પૂરો કર્યો. આ બાબતના સાક્ષીને તેમની જ્ઞાનપ્રિયતા અને અપ્રમત્ત અવસ્થાનું સચોટ દર્શન થાય છે. પૂજ્યશ્રીની ચારિત્ર-સાધના પણ પ્રશંસનીય હતી. તેઓ પોતે ઉગ્ર ચારિત્ર પાળતા અને પોતાના સમુદાયને પણ ઉગ્ર રીતે ચારિત્રમાં પ્રવર્તાવતા. જૈન તેમ જ જૈનેતરો પર પણ તેમના ચારિત્રની સુંદર છાપ હતી. અપ્રમાદી અને સતત ઉદ્યમશીલ એ મહાપુરુષ સવારના ત્રણેક વાગ્યે ઊઠતા, ત્યારથી ધર્મોપદેશ, શાનારાધના અને અરિહિં તાદિનાં સ્મરણ-જાપ, સાધુક્રિયા ઇત્યાદિમાં ઉદ્યમશીલ રહી રાતે અગિયાર વાગ્યે શયન કરતા. સાંજના બે ઘડી પહેલાં વિહાર કરી લેતા અને તરત પ્રતિક્રમણ કરતા. તે પણ એટલું મનનપૂર્વક શાંતિથી કરતા કે પ્રતિકમણમાં દોઢ બે કલાકનો સમય વ્યતીત કરતા. તે રીતે છેલ્લી માંદગીની શરૂઆત સુધી અપ્રમત અવસ્થાએ આરાધનાશીલ રહેતા હતા. તેમની તપશ્ચર્યા પણ અનુમોદનીય હતી. આ પવિત્ર પુરુષે અદીક્ષિત અવસ્થાથી શરૂ કરેલાં એકાસણાં છેલ્લી માંદગીની શરૂઆત સુધી નિયમિતપણે ચાલુ રાખેલાં. તેમાં પર્વતિથિઓમાં આયંબીલ, ઉપવાસ પણ જીવનપર્યત ચાલુ રાખેલાં. જ્ઞાનપંચમી, નવપદ, વાસ સ્થાનક ઇત્યાદિ તપની પણ આરાધના કરી જીવન પવિત્ર બનાવ્યું. ત્યાગવૃત્તિવાળા આ મહાત્માએ છેલી માંદગીમાં સંથારાવશ અવસ્થાએ પણ પર્વતિથિઓમાં આયંબીલ કરેલું. છેલ્લાં વીશેક વર્ષથી ઘી ન વાપરવાનો પણ એ પૂજ્યશ્રીએ નિયમ કરેલો હતો. ત્રણ માસની છેલ્લી માંદગીમાં પણ પર્વતિથિઓ સિવાયના દિવસોમાં એ ત્યાગમૂર્તિ મહાયોગીશ્વરે ભક્તિભાવવાળા ભુજનગરમાં માંદગીમાં ઉપયોગી તેવાં મોસંબી ઇત્યાદિ ફળો અને લૂકોઝ આદિ વસ્તુઓથી ભક્તિ કરવા ઈચ્છતા ભક્તાત્માઓની માગણીનો દયાળુ હૃદયથી અસૂઝતી વસ્તુઓને કારણે અને અલોલુપતાને કારણે અસ્વીકાર કરી સ્વાભાવિક મળી જતા પ્રવાહી પદાર્થોમાંથી એક જ દૂધને પરિમિતપણે ખોરાક તરીકે અપનાવેલો. એટલે સવારના એક જ કપ તેમ બપોરના એક જ કપ એમ દિવસમાં નિયમિતપણે બે જ કપ દૂધ લેવાનું ચાલુ - રાખેલું હતું. ધન્ય છે તેમની ત્યાગમય તેજસ્વી વૃત્તિને ! ગણી શ્રી આર્ય કaterોતમસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy