________________
પ. પૂ. અચલગચ્છાધિપતિ દાદા શ્રી
ગૌતમસાગરસૂરીશ્વરજી
– અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ
શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. અચલગચ્છાધિપતિ પ. પૂ. તીર્થસ્વરૂપ દાદાસાહેબ શ્રી ગૌત્તમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સં. ૧૯૨૦ માં દુર્લભવૃક્ષ મરુભૂમિના પાલી શહેરમાં એક કલ્પવૃક્ષ તરીકે ઉપન્ન થઈ પોતાના જીવનની સુવાસ અને દિવ્ય ફળોનો આસ્વાદ અનેક દેશોને કરાવ્યો. તેમાં પણ કચ્છ દેશ અને હાલાર દેશને વિશેષ કરાવ્યો. એ મહાત્મા મરુભૂમિના પાલી શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ ધીરમલજીનાં પત્ની ક્ષેમલદેની કુક્ષિથી ઉત્પન્ન થયા. બાલ હોવા છતાં આબાલ ચારિત્ર એ મહાપુરુષ પાંચ વર્ષની વયે કચ્છ દેશથી આવેલા દેવસાગરજી નામના અનુભવી વિદ્વાન યતીશ્વરની નજરે પડ્યા. જોતાવેંત જ ભવિષ્યના એક મહાન પુરુષ જાણી એ યતીશ્વરે તેમના માતાપિતા પાસેથી માગણી કરી. માબાપે એ બાળકનો મોહ ઉતારી યતીશ્વરને ભેટ ધર્યો. એ મહાન બાળકને યતીશ્વર કછ દેશમાં લાવ્યા. યતિઓ સાથે રહેતાં અને શાસ્ત્રવચનોનું શ્રવણ કરતાં એ મહાન પુરુષ બાલ્યવયથી જ વૈરાગી બનતા ગયા. યતિસંસર્ગથી સં. ૧૯૪૦ માં મુંબઈ ખાતે યતિદીક્ષા લીધી, પરંતુ યતિઓના વ્યવહારો બરાબર ન લાગવાથી અરુચિકર થતા ગયા અને વૈરાગ્યરંગ વધતો ચાલ્યો. તેથી સં. ૧૯૪૬ માં પોતાની જન્મભૂમિમાં જ એક વિદ્વાન મુનિવરના હસ્તે ક્રિયોદ્ધાર કરી સાધુપણાની નાની દીક્ષા સ્વીકારી. પછી એકબીજા વિદ્વાન મુનીશ્વર પાસેથી યોગોહન કરવાપૂર્વક વડી દીક્ષા લીધી. આ સમય દરમિયાન કચ્છ પ્રદેશમાં યતિઓનું બહુ જોર હતું, તેથી અનેક મુશ્કેલીઓ અને વિનોનો સામનો કરી એ ગુરુદેવે પોતાના ઉગ્ર તપ સંયમની સુંદર સુવાસ ફેલાવીને ધર્મોપદેશથી ખૂબ જ ધર્મ જાગૃતિ આણી, ઘણાને વૈરાગ્ય પમાડી દીક્ષા આપીને પોતાના શિષ્ય-શિષ્યા કરી અને એ પરિવાર દ્વારા ધર્મપ્રચાર કરાવ્યો.
કચ્છ જેવા તે વખતે સંસ્કૃતિથી અતિ પછાત દેશમાં ખોરાક આદિના કારણે અન્ય મુનિવરોને રહેવું ગમતું નહિ. એવા પ્રદેશમાં પુન:પુન: વિચરી એ ત્યાગમૂર્તિએ લોકોને ધર્મ પમાડી બહુ બહુ ઉપકારો કર્યા. એ પ્રદેશમાં અનેક જિનાલયો બંધાવરાવી પ્રતિષ્ઠા કરાવી, ઘણાંનો જીર્ણોદ્વાર કરાવ્યો. લોકોને તપશ્ચર્યામાં જોડી ઘણા જ અઠ્ઠાઈ મહોત્સવો અને ઉજમણાં કરાવ્યાં. દીન-અનાથોને પણ ઘણા પ્રયાસો કરી સારી સહાય કરાવી. દુષ્કાળના
કાશીશી આર્ય કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org