________________
使中中中中中中中史必业农业企业业中中中中中小企业业业企业中心也中中中中中中中中中中中中中中 「RE તૈયાર કરી. પછી તેમાં ગુરુના શરીરને પધરાવ્યો. વાજિંત્ર નિશાન વાગવા લાગ્યાં. અગર/ધૂપ ઉવેખ્યાં. ગુરુના નામે દાન આપવા માંડયાં. કેટલાક અબીલ અને મહેરો ઉછાળવા લાગ્યા. આ વખતે રાજકુમાર મહાજન સૌ રડવા લાગ્યા. ચાલતાં ચાલતાં અગ્નિ સંસ્કાર સ્થળે આવ્યા, અને ચંદનનાં લાકડાં પર ગુરુની માંડવી ગોઠવી, અગ્નિસંસ્કાર કર્યો. બાદ, પવિત્ર થઈ અર્થાત સ્નાન કરી દેશે આવ્યા. ગીતાર્થ ગુરુ પાસે ઉપદેશ સાંભળી સૌ સૂરિના ગુણોને યાદ કરવા લાગ્યા. કવિ કહે છેઃ
‘ટાવ્યા તે કિમ વિસરાઈ રે, દઈ ગયા દિલ દાહ.” આગળ કવિ કહે છે: “સં. ૧૭૧૭ ને આસો સુદ ૧૩, ગુરુવારને ગુરુ અને ગયા.' ગુરુનાં વિરહદુઃખને કવિ વર્ણવે છે: “સમય સમય સાજણ તણો રે, સાલઈ વિરહ સદીવ...”
કવિ કહે છેઃ “વારંવાર (દેવ) પ્રિય ગુરુવરને વિરહ સાલે છે.” ગુરુના ગુણો કવિ કઈ રીતે ભૂલી શકે તેમ નથી. ગુણવર્ણન કરતાં કરતાં કહે છે: “સ્વર્ગવાસના આગલે દિવસે તે ગુરુ હસતામલકતા હતા. હિતભર્યા લોચનથી જોતા હતા. કેઈને તુંકારથી બોલાવતા નહિ. તુરછ વચન ન બોલતાં ભલી શિખામણે આપતા. સુંદર આચાર શીખવતા. દિવસમાં દશ વાર અનેક ગ્રંથે ભણાવતા હતા અર્થાત વાચના આપતા.”
અહીં રાસ અશુદ્ધ લાગે છે. કેટલીક વિગતો બરાબર સમજાતી નથી. ‘ સ્વર્ગવાસના સમાચાર સાંભળી રાજા (ભૂરમણ) અલૂવાણે (ખૂલે) પગે દોડી આવ્યા અને ગુરૂના ગુણોને યાદ કરવા લાગ્યા.” અહીં રાસમાં જૂની કચ્છી બોલીના શબ્દો લાગે છે. અમરસાગરસૂરિને રાજ કહે છે : “હે ગુરુ ! હલ ...પીર...વડો પીર ! ”
અંતમાં કવિ કહે છે: “અગ્નિ સંસ્કાર સ્થળે ઘુમ્મટ નીચે થંભ-શુભ રચી, તેમાં ગુરુનાં પગલાં સ્થાપવામાં આવ્યાં. ભૂજનગરમાં તે શુભ અને રાસ જ્યાં લગી સૂર્ય છે, ત્યાં લગી રિથર રહે.”
છેલે, રાસકારે પોતાના ગુરુને પરિચય આપી “આ રાસ સહુ જન વિમલ ભાવે દિલમાં સહેજે અને રાસ સાંભળી સુખ પામ' એવી શુભ ભાવના વ્યક્ત કરેલી છે.
આ રાસમાં ઠીક ઠીક અશુદ્ધિઓ લાગે છે. તેમ જ પ્રત લખતાં વરચે કોઈ ઢાળ રહી ગઈ હોય યા આગળ પાછળ લખાઈ ગઈ હોય એમ લાગે છે. આ રાસની અન્ય પ્રતિએ શોધવી ખૂબ જ જરૂરી છે. શ્રી કલ્યાણસાગર સૂરિ સં. ૧૭૧૭, આસો સુદ ૧૩, ગુરુવારના કાળધર્મ પામ્યા. આ હકીકતમાં
(કાને સ્થાન નથી. અન્ય પ્રમાણ મુજબ કલ્યાણસાગરસૂરિની સ્વર્ગવાસ સંવત ૧૭૧૮ પ્રચલિત છે. આનું સમાધાન પણ સરળ છે. કારણ કે, કચ્છમાં અષાડ સુદ ૨ થી નવું વરસ શરૂ થાય છે. સં. ૧૭૧૮ ના આસો સુદ ૧૩ ના શ્રી કલ્યાણસાગરસૂરિ કાળધર્મ પામ્યા, ત્યારે બીજે ગુજરાતમાં સ. ૧૭૧૭ જ પ્રચલિત હતી. અંતમાં, આ રાસકાર કવિએ જ રચેલા “શ્રી વીરવંશાનુક્રમમાં તેમણે પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની વિશેષતા આ રીતે બતાવી છે:
तेः सिक्ताः स्वीयपटे वर विनयझुषः शास्त्रसारार्थ विज्ञाः । लाखाख्य प्रौढ भोज प्रभृति नरपतिव्रीत वन्याहीपद्माः ।। जाता यद्धमेवाण्या प्रतिपुरममिता संघ चत्यप्रतिष्ठा । ते कल्याणाब्धिसूरीश्वर गणगुरवो जज्ञिरे धैर्य धुर्याः ।।
હવે કોઈ શંકાને સ્થાન નથી. આ
એ શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિરાંથી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org