SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ Jરહીeeeeeeeeed ofessessessorieved ofessed of severested fossessorted.doshoosedsed Medicine જંબુસ્વામીની પત્નીઓ જે એક એક પ્રશ્ન પૂછે છે, તેની પાછળ આમ તે એક આખી વાર્તા રહેલી છે. કાવ્યમાં (લંબાણ થવાને લીધે) કવિએ તે આપી નથી. તે માટે ૨૬, ૨૭, ૩૭ વગેરે કડીઓ જેવી. અલંકાર : આસાતરૂવર, મોહનરિંદ, સંજમકિર્તાિઈ વગેરે રૂપકને ઉપયોગ કાવ્યમાં કરેલ છે. અંત્યાનુપ્રાસ કોઈ કોઈ ઠેકાણે દેખાય છે, પણ તે પ્રત્યે કયાંક બેદરકારી પણ દેખાય છે. સાંપ્રદાયિક તત્ત્વ : એક વસ્તુ બીજી પણ ધ્યાન ખેંચે છે, કે આ કવિ પ્રચારક વિશેષ હોવાથી, જખસ્વામી પાછળ પ્રભવ, પત્ની અને તેમનાં માબાપ સંયમવ્રત લે છે. એવું બતાવવામાં ગાડરિયા પ્રવાહ લાગે છે. બૌદ્ધિક તત્વ તે નથી લાગતું, પણ ખુદ વૈરાગ જ સસ્તો થઈ રહેતે લાગતાં રાગ અને વૈરાગીનું મૂલ્ય ઓછું થઈ જાય છે. સ્વભાવિક રીતે જ આ કાવ્યમાં સાંપ્રદાયિક તવ જે આવે છે તે સહ્ય છે. થોડાં અવતરણ લઈએ. (૧) મણપરિણામહ વિસમગતિ છવહ પુણ હોઈ (૭) (૨) ભવનિમ્નાસણ લેઈ સિંઉ અહિ સંજયભાર (૧૨) (૩) મોહનરિંદશઉં છુઝ સંજમ કિન્નિઈ સુઝસિંઉ (૩૬) (૪) બિહુ ઉપવાસહ પારણુઈ એ આંબિલ પાઈ (૧૪) (૫) સયત ઈહ ગેલેક ભવિયજણ સવેગ કરે (૩૭) (૭) સેલહ વિજાએવિ દુરિય પણાસઉ સયલસંઘ (૪૧) બલિદાન આપવું' અને 'પિતૃણના જૈનેતર મતનું ખંડન “બાપ મરવિ ભઈસુ હુઉ, પુત્ર જમિ હણજઈ”માં સચેટ દાખલે આપી કરેલું છે. જો કે આ વાક્ય પાછળ, આમ તે જેનેના ધર્મપુરાણમાં એમ છે કે, જંબુસ્વામી પ્રભવને આ વિષે એક આખી વાર્તા કહે છે.) સાથે સાથે પુનર્જન્મા (અને મોક્ષ)ની માન્યતા ચાલુ જ છે, તે તે આ કાવ્યની વાર્તા ઉપરથી દેખાઈ આવે છે. ધાર્મિક કાવ્ય હવાથી ચમત્કારને પણ તેમાં ઉપયોગ કરાય છે. ઉદા. ત. ધારણુવિદ્યા, સ્તંભનવિદ્યા વગેરે પ્રતિપક્ષને મહાત કરવા માટે એ સમયે જાણીતી હશે. જેમ કે, ઋષભદત્ત શેઠને જંબુસ્વામીના જન્મ પહેલાં સ્વપ્ન આવેલું હોય છે. સામાજિક વાતાવરણ : જંબુસ્વામી એક સાથે આઠ કન્યા પરણે છે, તેથી સમાજમાં એ સમયે બહપની કરવાનો રિવાજ ચાલુ હશે. દીક્ષા લેતાં પહેલાં માતાની આજ્ઞા (૨)ની પણું આવશ્યકતા સમાજે સ્વીકારેલી હશે. તે સમાજમાં ચાર પણ હશે અને રાતને વખતે ઘરમાં પેસી, કે જાણે નહિ, માટે યુક્તિ (ચમત્કારિક વિદ્યા અજમાવવા જેવી) કરતા હશે. રાજ્યવ્યવવસ્થા એટલી સારી નહિ હોય, જેથી આ ભયંકર નામી ચેર પકડાયા વગરનો રહ્યો હશે! લોકો અને રાજ પણ ધર્મપ્રેમી હશે. દીક્ષા લેનારા પણ જે ગુનેગાર હેય તે એણે માફી માગવી પડતી હશે. ધર્મ માટે ચેરને માફી પણ મળી શકતી હશે. આ રાસમાં જ બુસ્વામીના પૂર્વ જન્મના વર્ણન અને પ્રભવના પ્રસંગ પાસે ખુદ જંબુસ્વામી વિષે કાંઈ ખાસ જાણી શકાતું નથી. કવિએ તેમના વિષે બહુ કાંઈ આપ્યું નથી એમ નથી, છતાં જરા સવિસ્તર રજી મ. આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy