SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ આ dada adad dasadaasaachases baadasbachadodara dhdh[૪૮૩] સમજાવ્યું તે।ત, તે આ રાસ વધારે રસિક બન્યા હાત. છતાં જે કાંઈ છે, તેમાંથી તે વિષે આપણે ઠીક ઠીક જાણી શકીએ છીએ. જંબુસ્વામી સ્વરૂપવાન અને ગુણવાન હતા. પૈસેટકે સુખી હતા. સુખી પિતાના પુત્ર હતા. માનનીય હતા. તેમના લગ્ન માટે કન્યાપક્ષ તરફથી ઘણી પડાપડી થતી હતી. આખરે તેએ એક લગ્ન આઠ કન્યા પરણ્યા. તે માતૃભક્ત, આજ્ઞાંક્તિ અને ધર્મપ્રેમી પુત્ર હતા. રિદ્ધિ, રમણી હેાવા છતાં તેએ વેરાગી બન્યા. તેએ આઠ વર્ષોંની નાની વયમાં ગુરુ પાસે ગયા અને આજન્મ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, તેમના વિદ્યાકાળ, વિદ્યાભ્યાસ કે આઠ વર્ષ પછી યુવાવસ્થાની વચ્ચેના ગાળા વિષે કવિએ કાંઈ જ કહ્યું નથી. તેએ. વિદ્વાન હતા. સ્તંભન વિદ્યા એમને સિદ્ધ હતી. તેમના આઠ વષઁથી તેમની યુવાની ઉપર કવિ સીધા કૂકા મારે છે. બાલ્યાવસ્થા, કિશે।રકાળ અને પછી યૌવન એમ ક્રમિક અવસ્થા આપી હાત તા ઠીક લાગત. પૂર્વજન્મ, બાલ્યકાળ વિષે જરાક કહી સીધા જ યૌવનકાળ ! તેમના શિક્ષણ વિષે, તેમની ધાર્મિક પ્રગતિ વિષે કવિ મૌન છે. એમ લાગે છે કે ગૃહત્યાગ કરાવવા અને પ્રભવને! (પાત્ર) પ્રવેશ કરાવવાની ઉતાવળમાં કવિએ આ ચૂક ખાધી હેાય. પ્રભવના પ્રસંગમાં કવિને વધારે રસ છે અને એટલે જ બુસ્વામી અને રાજા – એ બે અધિકૃત પાત્રો કવિથી અાણે ઉતાવળ અને પક્ષપાતને ભાગ થઈ ગયાં છે. રસાનુભૂતિ : આ કાવ્યમાં જજીસ્વામીની અને પ્રભવની વિદ્યાઓને ઉપયેગ અને પરિણામ અદ્ભુત રસના અણસાર કરે છે. પ્રભવ વગેરે ચેરી કરી પાછા વળવા જાય છે, ત્યાં જંબુસ્વામી સ્તંભન વિદ્યાથી તેમને સ્થિર કરી આશ્ચમાં નાખે છે, અને કવિ કહે છે: ઊભા ટગમગ જોયતા.' ત્યાં હાસ્ય રસની છાંટ આવે છે. બાકી તા શાંત રસ જ મુખ્યત્વે સળંગ વહે છે. o આમ, આ ધમ્મ કવિ સાદા પ્રચારક છે. મગળાચરણમાં ઈષ્ટ દેવેશને નમસ્કાર કરી અંતે પોતાની ઓળખ આપી, કાવ્યના રચના સમય આપી, વળી અંતે સાળે વિદ્યાદેવીના આશીર્વાદ માગી, કવિ તરીકે પરંપરા જાળવે છે. (છંદ) અને ઠવણી દ્વારા કવિએ સારી અને સાદી રીતે કાવ્ય વિભાજિત કર્યું છે. આમ આ કૃતિ એકદરે જોતાં પ્રસર્યાંગ કાવ્ય – સ્તુતિ કાવ્ય વધુ છે. ‘ચરિ’ નામ પ્રમાણે જીવનચરિત્ર આખું નથી આવી જતું. આગળ જોયુ, તેમ ખુદ જંબુસ્વામીનું (અને પ્રભવ તથા રાજાનુ) પાત્રાલેખન અધૂરું છે. જજીસ્વામીના પૂર્વ ભવ સાથે સકળાયેલા ‘સંયમવ્રત' પ્રસંગ જંબુસ્વામીના સંયમવ્રતની લાગતાવળગતા ઉપર અસર, આટલું જ આ કાવ્ય આપે છે. આ કૃતિ રાસ છે, એ નિવિવાદ છે, પશુ ચરિત્ર' કે ચરિ' નામ બંધખેસતું નથી. આ કૃતિ માત્ર ૪૧ કડીની છે અને તેથી સવિસ્તર વિગતા કે ચરિત્ર કવિ ન આપી શકયા હેાય એ બનવાજોગ છે, - ડૉ. વિધાત્રી અવિનાશ વેારા રચિત ઉત્તર અપભ્રંશને સાહિત્ય વિકાસ'માંથી સાભાર ઉદ્ધૃત [આ અપભ્રંશ કાવ્યકૃતિ પરથી તેના સરળ અને સુગમ પરાનુવાદ વિદ્વાન સાક્ષરવર્યાં શ્રી કે, કા. શાસ્ત્રીએ કરી આપ્યા છે. તે અમે તેમના ખૂબ આભારી છીએ. - આ પદ્યાનુવાદના પદો (કડીએ), મૂળ કૃતિના પદોની સામે ક્રમશઃ રજૂ કર્યો છે, વાંચક્રને અને અભ્યાસીઓને વાંચવા-સમજવામાં એ વધુ સરળતા થશે. ] શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy