________________
શ્રી જંબુસ્વામી ચરિયા - એક અપભ્રંશ કાવ્યની સમીક્ષા
^^ ^^^^^^^^ મૂળ રચયિતા : કવિ ધમ
(શ્રી મહેન્દ્રસૂરિના શિષ્ય) [અચલગચ્છાધિરાજ પૂ. આચાર્ય શ્રી મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય કવિ ધર્મો સં. ૧૨૬૬ માં અપભ્રંશ ભાષામાં “શ્રી જ બુસ્વામિચરિયની રચના કરી હતી. પ્રાચીન ગુજરાતીના નમૂના રૂપ આ કાવ્ય અનેક વિદ્વાનોની દષ્ટિને આકર્ષી છે. ગુજરાતી ભાષાની ઉત્પત્તિના શરૂઆતના સમયની આ કૃતિ છે. આ કૃતિ પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ'માં પ્રકાશિત થયેલી, પણ હાલ તે પુસ્તક અપ્રાપ્ય છે. આ કાવ્યની નકલ પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી કે. કા. શાસ્ત્રો પાસેથી પ્રાપ્ત થયેલી.
સી. વિદ્યાત્રી અવિનાશ વશ (Ph. D.) દ્વારા લિખિત “ઉત્તર અપ્રભ્રંશને સાહિત્ય વિકાસ” નામના પુસ્તક (ઈ. સ. ૧૯૭૬)માંથી જ બુસ્વામી ચરિય' અંગેની સમીક્ષા પ્રાપ્ત થતાં. - તે પણ અક્ષરશ: અહીં આપવામાં અહીં આપવામાં આવી છે.
- સંપાદક]. જબૂસામિ ચરિઉ રાસસાહિત્યના પ્રાપ્ય કવિઓમાં સમયની દૃષ્ટિએ ચેથા કવિ ધર્મ છે. પ્રસ્તુત કાવ્યાને ૪૧ મી કડીમાં કવિએ પોતાના વિષે ઉલ્લેખ કરેલો છે કે, એમના ગુરુ મહેન્દ્રસૂરિ છે, અને સં. ૧૨૬૬ આ કાવ્યનું રચના વર્ષ છે.
કુલ છ ઠવણી રચાયેલા આ કાવ્યમાંની બે ઠવણ જંબુસ્વામીના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે. પહેલી ઠવણીમાં મંગળાચરણથી શરૂઆત થાય છે, અને કાવ્યને હેતુ એમાં જ આપીને કવિએ પરંપરા પણ જળવી છે. કવિ જૈન હોવાથી તીર્થકરને નમસ્કાર કર્યા બાદ, જંબુસ્વામીનું ચરિત્ર વખાણે છે. એક પૂજ્ય વ્યક્તિની સ્તુતિ આ કાવ્યમાં છે, તેથી કવિ પોતાના ધર્મ વિષે વારેવારે ભાવાવેશમાં આવી ધાર્મિક મત દર્શાવવા બેસે છે, જે અસ્થાને નથી.
પહેલી ઠવણીમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર અને વિદ્યુમ્માલીના સાતમે દિવસે થનારા ગમન વિષે, વર્ધમાન સ્વામી શ્રેણિક રાજાને એના પ્રશ્નોના જવાબ રૂપે જે વાત કહે છે, તે આવે છે, બીજી ઠવણીમાં જંબુસ્વામીને આગલા (પૂર્વ) જન્મ સંબંધિત શિવકુમાર નામે કુંવર હેાય છે. વીતશેક નગરીના પદ્મરથ રાજા અને વનમાલા રાણીને આ શિવકુમાર રૂપવાન, ગુણવાન અને ધાર્મિક પુત્ર હોય છે. એ આગલા ભવને ભક્તિભૂત ધાર્મિકાત્મા સાગર મુનિની ભવિષ્યવાણ અનુસાર, ઋષભદત્ત શેઠ અને ધારિણીના પુત્ર રૂપે જ બુસ્વામી જન્મે છે. આગલા ભવના સંસ્કારને લીધે તેઓ ૮ મે વર્ષે ગુરુ પાસે જઈ આજન્મ બ્રહ્મચારી બને છે. માનો બોલ ઉથામવા અસમર્થ એવા માતૃભક્ત જંબુસ્વામી,
કરી હતી શ્રી આર્ય કહ્યાગૌણસ્મૃતિગ્રંશ
કરી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org