________________
તે વખતે સંધના સઘળા કે ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણે પહેરીને ગીત અને ગાયને ગાતાં તથા વાજિંત્રીના નાદે કરતા કરતા ત્યાં આવ્યા. અને તે શેઠે પણ મનમાં ઘણા હર્ષ લાવીને તે જિનપ્રતિમાઓનું પૂજન તથા છાવર આદિકની ક્રિયા કરી, યાચકોને દાન આપ્યાં, તેમ જ સંઘની સ્વામિવાત્સલ્ય આદિકથી હર્ષથી ભક્તિ કરી.
पुनः धर्मशालायां आरासोपलनिर्मितं शास्वतऋषभादिजिनानां चतुर्मुख चैत्य, पुनः निरिशिखरोपरि श्रीअभिनंदनजिनस्य विशालमंदिरं, तस्य प्रतिष्ठा माघसित त्रयोदश्यां बुधवासरे शास्त्रोक्तविधिना क्रिया कृता ।
વળી (ત્યાં પાલીતાણુ શહેરમાં પોતે બંધાવેલી ધર્મશાળામાં તેમણે આરસપહાણનું શ્રી ઋષભાદિ શાશ્વત જિનેશ્વરોનું એક ચતુર્મુખ જિનમંદિર બંધાવ્યું. તેમ જ તે શ્રી શત્રુંજય પર્વતના શિખર પર તેમણે શ્રી અભિનંદન જિનેશ્વરજીનું વિશાળ જિનમંદિર બંધાવ્યું. તેની પ્રતિષ્ઠાની ક્રિયા શાસ્ત્રોમાં કહેલી વિધિ પ્રમાણે મહા સુદ તેરસ અને બુધવારે કરી.
श्रीरत्नसागरसूरीणामुपदेशतः श्रीसंघपतिना निजपरिवारेण सह श्रीअभिनंदनाजिनबिबानि स्थापितानि । ततः गुरुमक्तिसंघभक्ति शक्त्यानुसारेण कृतः । गोहिलवंशविभूषणठाकोरश्रीसूरसंघजीराज्ये पादलिप्तपुरे महतोत्सवमभुत् श्रीसंघस्य भद्रं भूयात्, कल्याणमस्तु ॥ शुभं भवतु ॥
શ્રી રત્નસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘપતિએ પોતાના પરિવાર સહિત શ્રી અભિનંદન આદિ જિનેશ્વરની પ્રતિમાઓ સ્થાપના કરી. ત્યાર બાદ તેમણે પિતાની શક્તિ અનુસાર ગુરુની તથા સંઘની ભક્તિ કરી. ગોહિલ વંશમાં આભૂષણ સમાન ઠાકોર શ્રી સુરસંધછના રાજ્યમાં પાલીતાણ શહેરમાં આ મહોત્સવ છે. શ્રી સંઘનું શ્રેય, કલ્યાણ અને શુભ થાઓ !
माणिक्यसिंधुवरमुख्यमुनिवरेषु । तच्छिष्यवाचकरविनयार्णवेन ॥ एषा प्रशस्तिः श्रवणामृततुल्यरूपा । संघस्य शासनसमुन्नतिकार्यलेखि ॥ १॥ वाचकविनयसागरेणेयं प्रशस्तिलिखिता । यावन्मेरुमहीधरो। यावचंद्रदिवाकरौ ।।
यावत्तीर्थ जिनेन्द्राणां । तावन्नंदतु मन्दिरं ॥२॥।॥ श्रीरस्तु ॥ મુનિવરમાં મુખ્ય એવા શ્રી માણિક્યસાગરજી થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયસાગરજીએ શ્રવણેને અમૃત સમાન લાગનારી તથા સંઘ તથા જૈન શાસનની ઉન્નતિ કરનારી આ પ્રશસ્તિ લખેલી છે. (૧)
શ્રી વિનયસાગર ઉપાધ્યાયજીએ આ પ્રશિસ્ત લખી છે. જ્યાં સુધી મેરુ પર્વત રહે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે, તેમ જ જ્યાં સુધી જિનેશ્વરેનું તીર્થ રહે, ત્યાં સુધી આ જિનમંદિર સમૃદ્ધિ પામો!(૨)
(અંચલગચ્છની મોટી પઢાવલિ –ભાષાંતર, પૃષ્ઠ ૩૮૨-૩૮૯)
રહ)
થી આર્ય કલ્યાણગોમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org