________________
esseedsextuberdosed educebooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooad, ૪િ૫૭]
ઉપર જણાવેલા શ્રીરંગ શેઠને “રાજપાલ' નામે પુત્ર હતા, કે જે ખરેખર જિનેશ્વર પ્રભુના ચરણોની સેવા કરવામાં તત્પર, બુદ્ધિવાન, ઉત્તમ હૃદયવાળેા હતો. (૧૩). धनदौ चर्षभदास-पेमाख्यौ विविधसौख्यधनयुक्तौ ।। आस्तां प्राज्ञौ द्वौ च । तत्त्वज्ञौ तौ तु तत्पुत्रौ ॥१४॥
તે રાજપાલના “ઋસભદાસ” અને પ્રેમને નામે બે પુત્રો હતા, કે જેઓ કુબેર સરખા દાનેશ્વરી, નાના પ્રકારનાં સુખ તથા ધનવાળા, વિદ્વાન તથા તવોને જાણનારા હતા. (૧૪) रेषाभिधस्तयोज्येष्ठः । कल्पद्रुरिव सर्वदः ॥ राजमान्यः कुलाधारो । दयालुर्धर्मकर्मठः॥ १५॥
તેઓ બંનેમાંથી “રેષ' એટલે તે “ઋષભદાસ” નામના ચેષ્ટ પુત્ર કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંછિત પદાર્થ આપનારા, રાજાથી (દિલ્હીના બાદશાહથી) સન્માન પામેલા, કુટુંબના આધારભૂત, દયાવાન તથા ધર્મકાર્યોમાં તત્પર હતા. (૧૫) रेषश्रीस्तत्प्रिया भव्या । शीलालंकारधारिणी ॥ पतिव्रता पत्यौ रक्ता । सुलसारेवतीनिभा ॥ १६ ।।
તે ઋષભદાસ શેઠની રેપશ્રી નામે સ્ત્રી હતી, કે જે મનેહર, શીલ રૂપી આભૂષણને ધારણ કરનારી, પતિવ્રતા, પિતાને સ્વામી પર પરમ સ્નેહ રાખનારી તથા સુલભા અને રેવતીની પેઠે સતીઓમાં શિરોમણિ હતી. (૧૬) श्रीपद्मप्रभबिंबस्य । नवोनस्य जिनालये ॥ तिष्ठा कारिता येन । सत्श्राद्धगुणशालिना ॥१७॥ ૌ સુત્રરં ચત્તા શ્રી વાળીનાં છે રાનશ્રીનંદના શ્રેષ્ઠા વંશાવશોપ ા૨વા ચુનં
શ્રાવકના ઉત્તમ ગુણોથી શોભતા એવા જે ઋષભદાસ શેઠે ત્યાંના એક જિનમંદિરમાં શ્રી પદ્મપ્રભ જિનેશ્વરની નવીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (૧૭) તથા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની ધમેં દેશના સાંભળીને જેમણે ચોથા વ્રતને સ્વીકાર કર્યો હતો, એવા રાજશ્રીના શ્રેષ્ઠ પુત્ર તે ઋષભદાસ શેઠ આનંદ શ્રાવક જેવા હતા. (૧૮) तत्सूनुः कुंरपालः किल विमलमतिः स्वर्णपालो द्वितीयश्चातुर्योदार्यधैर्यमुख्गुणनिधिर्भाग्यशाली ॥
तौ द्वौ रूपाभिरामौ विविजिनवृषध्यानकृत्यैकनिष्ठौ ।
त्यागैः कर्णावतारौ निजकुलतिलको वीतुपालोपमाहौं ॥१९॥ તે ઋષભદાસ શેઠને એક કુરપાલ' અને બીજા “સ્વર્ણ પાલ' (સેનપાલ) એમ બે પુત્રો હતા, કે જેઓ નિર્મળ બુદ્ધિવાળા, ચતુરાઈ, ઉદારતા તથા વૈર્યતા આદિક ગુણેના ભંડાર સરખા, ભાગ્ય તથા સૌભાગ્યથી મને હર થયેલા, સુંદર રૂપવાળા, નાના પ્રકારના જિનેશ્વર પ્રભુના ધર્મધ્યાન તથા ધર્મકાર્યોમાં જ તત્પર, દાન દેવામાં કર્ણ રાજાના અવતાર સરખા, પોતાના કુળમાં તિલક સમાન તથા વસ્તુપાલની ઉપમા દેવા લાયક હતા. (૧૯) श्रोजहांगीर भूपाला मात्यो धर्मधुरंधरौ ।। धनिनौ पुण्यकर्तारौ । विख्याती प्रातरौ भुवि ॥ २० ॥
છે શ્રી આર્ય કરયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org