________________
૪૪૪ sedfess.
ssessodes other.desi stosteded fessocsessode sexposedseases.s..foodssed Medeemed
- કલ્યાણ, લક્ષ્મી, શુભ અને સુખ કરનારા, ગણધરવાળા, સર્વજ્ઞ અને કષાયે રૂપી શત્રુઓને જીતનાર, જ્ઞાન વડે સર્વવ્યાપક, શંભુ, અધીશ્વર, ભગવાન ગૌર શરીરવાળા, વૃષભના લાંછનવાળા, આનંદ આપનારા, ગંગા (સુનંદા) તથા ઉમા (સુમંગલા)ના સ્વામી, નષ્ટ થયેલ કામવિકારવાળા, સિદ્ધોએ જેમની ઘણી સ્તુતિ કરેલી છે એવા, છતાં પણ જે “રૂદ્ર” એટલે ભયંકર નથી, એવા શ્રી નાભિ રાજાના પુત્ર ઋષભ જિનેશ્વર મારી લમી માટે થાઓ. (૧)
उद्यच्छीरजडःकलंकरहितः संतापदेोषापहः । सोम्यः प्राप्त सदादयामितकल: सुश्रीमंगांकोऽव्ययः ।। गौरांगोऽमृतसूरपरस्तकलुपो जैवातृकः प्राणिनां ।
चंद्रं तं नु जयत्यहे। जिनपतिः श्री वैश्वसेनिर्महान् ॥ २ ॥ – ઉદય પામતી શોભાવાળા, જડતા વિનાના કલંક રહિત, સંતાપના દેશને હરનારા, શાંતિ આપનારા, હમેશાં ઉદય પામતી અગણિત કલાઓવાળા, ઉત્તમ શોભાવાળા, મૃગના લાંછનવાળા, અવિનશ્વર, ગૌર શરીરવાળા, અમૃતને (મોક્ષને) ઉત્પન્ન કરનારા, કલુષતા વિનાના તથા પ્રાણીઓને જીવિતદાન આપનારા એવા વિશ્વસેન રાજના પુત્ર શ્રી શાંતિનાથજી જિનેશ્વર રૂપી મહાન ચંદ્ર, અહે! ખરેખર તે પ્રસિદ્ધ ચંદ્ર પર વિજય મેળવી રહ્યા છે ! (૨)
त्यक्तवा राजीमतीं यः स्वनिहितहृदयामेकपत्नी सुरूपां । सिद्धिस्त्रीभूरिरक्तामपि बहु चकमेऽनेकपत्नीमपीशः ।। लोके ख्यातस्तथापि स्फुरदतिशयवान् ब्रह्मचारीति नाम्ना ।
स श्रीनेमिजिनेद्रो दिशतु शिवसुखं सात्वतां योगिनाथः ॥ ३ ॥ -- પિતામાં જ ધારણ કરેલા હદયવાળી, એક પતિને ઇચ્છનારી તથા મનોહર રૂપવાળી એવી પણ રામતીને તજીને, ઘણું પુરુષોમાં આસક્ત, અને અનેક પતિઓ કરનારી એવી પણ મુક્તિરૂપી સ્ત્રીની જે પ્રભુએ અત્યંત ચાહના કરેલી છે, તે પણ સ્કુરાયમાન અતિશવાળા જે પ્રભુ જગતમાં “બ્રહ્મચારી'ના નામથી પ્રસિદ્ધ થયેલા છે, તથા ગીઓના સ્વામી એવા તે શ્રી નેમિનાથ જિનેશ્વર સજજનેને મોક્ષસુખ આપે ! (૩)
चंचच्छारदचंद्रचारुवदनश्रेयोविनिर्यद्वचःपीयूषौधनिषेकतो विषधरेणापि प्रपेदे द्रुतं ॥ देवत्वं सुकृतकलभ्यमतुलं यस्यानुकंपानिधेः ।
स श्रीपाश्वजिनेशितास्तु सततं विघ्नच्छिदे सात्वतां ॥ ४ ॥ – દયાના સાગર એવા જે પ્રભુને શરદ ઋતુનાં ચળકતા ચંદ્ર સરખા મનહર મુખમાંથી નીકળેલાં કલ્યાણકારી વચને રૂપી અમૃતના સમૂહ વડે સીંચવાથી વિષ ધારણ કરનારા સપે પણ ફક્ત પુ થી જ મળે એવું અનુપમ દેવપણું (ધરણેદ્રપણું) તુરત જ પ્રાપ્ત કર્યું છે. એવા તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ હમેશાં સજજોના વિદ્ગોને છેદનારા થાઓ ! (૪)
કથિ છે શ્રી આર્ય ક યાણૉતમમ્રતિસંઘ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org