________________
[ R]eeeeeeeeboooooooooof.
soccessessed weebooooooooooooooooooooooooooooose (આ શિલાલેખેથી એમ જણાય છે કે, પ્રથમ સંવત ૧૭૧૮ માં આ રતૂપ કરાવી, તેના પર શ્રી કલ્યાણ સાગરસૂરિજીનાં ચરણની સ્થાપના થઈ. ત્યાર પછી, સંવત ૧૭૨૧ માં શિખર બંધાવી તે રતૂપ પર તેમનાં ચરણોની બીજી પેથાપના થઈ. અને સંવત ૧૯૬૪ માં તે તૃપને ફરીથી જીર્ણોદ્ધાર થશે. વળી, સંવત ૧૯૭૩ માં મડા વદ ૮, ગુરુવારના સૂર્ય ઘડી બાર પછી, વૃષભ લગ્નમાં તેમની પ્રતિમા સ્થપાયેલી છે. આ સ્તુપ ભજ
શહેરની અંદર મજબૂત શિખરબંધ બાંધેલે આજે પણ મેજૂદ છે.) ૧૪૯. વિક્રમ સંવત ૧૬૬૩ માં શ્રી કચ્છ દેશ મધે ભૂજનગર માં અંચલગરછના સંઘે ચિંતામણિ પાર્શ્વ
નાથજીનું દેરાસર પહેલા રા' ભારમલજીના રાજ્યમાં બંધાવ્યું. તેના પરચમાં રાજ્યાધિકાર વોરા ધારશીએ એ ભાગ આપે. તે દેરાસરમાં એક ત્રાંબાના પત્ર પર જે લેખ કોતરેલ છે, તેની નકલ નીચે મુજબ છે:
શાં. ૧૬૬૩ ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનો દેરાસર શ્રી ભુજનગરે અંચલગચ્છ સંઘસમસ્તન શ્રી કલ્યાણસાગરસૂરિ ઉપદેશે કરેલું. તે દેર છરણ થય, તેવારે શાં. ૧૮૪૮ મધે ભંડારમાંથી શમે કરાવેB. તે દેર શાં. ૧૮૭૫ ના જેઠ વદ ૯ બુધે ધૃશ (ધરતીકંપ) થઈ, તે દેર ખરખરી વૃઢ, તે શો. ૧૮૭૬ મધ સંવગી સાધુ શ્રી આણંદશેખરજી ઉપદેશ દેરા ના કમઠાણ શા. પ્રાગજી ભવાનજી તથા આશકરણ રામજી તથા અંચલગરછ શંગ શમસ્ત દરે નવો કરાવીક છે, તેની પ્રતિષ્ઠા શાં. ૧૮૭૭ ના માઘ વદ ૫ ગુરૌની કીધી છે. તે ઉપરે ખરજત પ્રતિષ્ઠા સુધી
કરી ૬પ૦૦૦ હજાર બેઠી છે. પૂજય ભટ્ટારક શ્રી ૧૦૮ રાજેદ્રસાગરસૂરીશ્વરજીને વારે કીધી છે. ૧૫. તેમ જ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી સંવત ૧૬૭પ ના વૈશાખ સુદ તેરસ શુક્રવારે અમદાવાદ
નિવાસી શ્રીમાળી જ્ઞાતિના શા. ખીમજી તથા સુપજી નામના બે ભાઈઓએ શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીશ્વર પ્રભુના મોટા મંદિરના ઈશાન ખૂણુ તરફ એક ચતુર્મુખ દેરી બંધાવીને તેમાં જિનપ્રતિમાઓની સ્થાપના કરેલી છે. તેના શિલાલેખની નકલ નીચે પ્રમાણે છે:
___ संवत १६७५ वर्षे वैशाज शुदि १३ तिथौ शुक्रवासरे श्रीमदंचलगच्छाधिराज पूज्य श्रीधर्ममूर्तिरिः, तत्पट्टालंकारसूरिप्रधाने युगप्रधानपूज्य श्री कल्याणसागरसूरि विजयराज्ये श्रीश्रीमाली शातीय अहमदाबादवास्तव्य साह भवान, भार्या राजलदे पुत्र साह खीमजी, सूपजी, द्वाभ्यामेका देहरी कारापिता विमलाचले चतुर्भुखे ॥
અર્થ: સંવત ૧૬૭૫ ના વૈશાખ સુદ ૧૩ શુક્રવારે શ્રીમાન અંચલગચ્છના નાયક પૂજ્ય શ્રી ધર્મમૂર્તિ સૂરિ, તેમની પાટને શોભાવનાર મુખ્ય આચાર્ય યુગપ્રધાન પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિરાજના વિજયવંત સમયમાં શ્રીશ્રીમાળી જ્ઞાતિના અમદાવાદ નિવાસી શા. ભવાન, સ્ત્રી રાજલદેના પુત્ર શા. ખીમજી તથા સૂપજી નામે થયા. તેઓ બંનેએ શ્રી શત્રુંજય પર્વત પર ચોમુખની અંદર એક દહેરી કરાવી.
વિક્રમ સંવત ૧૯૭૬ માં મીઠડીઆ ગોત્રના શા. શાંતિદાસ નામના શેઠે છીકારીમાં શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું.
3D શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org