________________
“અંતરની અનુમોદના”
અનંતપકારી, યુગપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્દ ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પુનીત પ્રેરણા અને આશીર્વાદ, તેમજ સાહિત્યરત્ન વડિલ ગુરુબંધુ પ. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની દીર્ઘકાલીન સુંદર સંપાદનની અથાગ જહેમત તથા જૈન–અજૈન અનેક વિદ્વાન સાહિત્યકારોનાં સહયોગરૂપ ત્રિવેણી સંગમની ફલશ્રુતિ એટલે જ શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિ ગ્રંથ !....
- સંજોગવશાત સાત સાત વર્ષની પ્રતીક્ષા બાદ શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘના તૃતીય અધિવેશન પ્રસંગે પ્રસ્તુત્ ઐતિહાસિક ગ્રંથરત્ન વાચકનાં કરકમલમાં સાદર ઉપસ્થિત થઈ રહ્યું છે ત્યારે ઉપરોકત પૂજ્ય પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તથા પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવાયેલા
શ્રી આયંરક્ષિતસૂરિજી આદિ અનેક શાસનપ્રભાવક સૂરિપંગનાં જીવનચરિત્ર આદિ વિવિધ વિષેના વાંચનમાં અભિરૂચિ ધરાવતા કયા સુજ્ઞ વાચકને અતિશય આનંદની અનુભૂતિ નહિ થાય?
અષાઢી મેઘની ગજ નાનાં શ્રવણથી મયૂરને, વૃષ્ટિના પ્રારંભથી ચાતકને, તથા ચાંદનીનાં દશનથી ચકેરને જે આનંદ થાય તે જ કેક અવર્ણનીય આનંદ સાત સાત વર્ષની પ્રતીક્ષા બાદ પ્રકાશિત થતા પ્રસ્તુત ગ્રંથરત્નને જોતાંવેંત જિજ્ઞાસુ વાચક વગને થયા વિના નહિ રહે એ નિઃસ્ફ્રેડ છે..
આજકાલ વિવિધ પ્રકારનું સાહિત્ય તે ઘણુંય પ્રકાશિત થઈ રહ્યું છે. પરંતુ યુગોનાં યુગો સુધી જ્ઞાન ભંડારે આદિમાં સુરક્ષિત રહીને હૈજારો-લાખો સુજ્ઞ વાચકેની જિજ્ઞાસાવૃત્તિને સંતેષતા રહે તેવા ગ્રંથરત્ન બહુ થોડા હોય છે. પ્રસ્તુત સ્મૃતિગ્રંથ એવા વિરલ ઐતિહાસિક ગ્રંથરત્નો પૈકી એક પુરવાર થશે. એમ કહેવામાં લેશમાત્ર પણ અતિશયોકિત નથી. બાકી તે “ હાથ-કંકણને આરસીની શી જરૂરત હોય?” એ ઉકિત મુજબ કેઈપણ સુજ્ઞ વાચકને પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરતાં મારા ઉપરોક્ત વિધાનની યથાર્થતામાં સંદેહ નહિ જ રહે!
પ્રસ્તુત ગ્રંથનાં સંપાદક સાહિત્ય કલારસિક પ. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. દ્વારા નાની વયમાં લિખિત તથા સંપાદિત અનેક પ્રકાશનમાં મૂર્ધન્ય સ્થાન ભોગવતા પ્રસ્તુત મહાકાય પ્રકાશનને જોતાવેત તેઓશ્રાનાં પ્રત્યક્ષ પરિચયમાં નહિ આવેલા વાચક વૃદને પણ તેઓશ્રીનાં સંયમપૂત વામનદેડમાં છુપાયેલી વિરાટ પ્રતિભાનાં દર્શન થયા વિના રહેશે નહિ!
સુદીર્ઘકાલ પર્યત શાસન, સંઘ, સમાજ અને ધમને પૂજ્ય સંપાદક મુનિરાજશ્રીની સાહિત્ય સેવા અને બહુમુખી પ્રતિભાને લાભ મળતો રહે એ જ શાસનદેવને અંતરનાય અંતરની અભ્યર્થના !...
અને અંતમાં “કરણ, કરાવણ ને અનુમોદન સરિખા ફુલ નીપજા” એ આર્ષવાણીને અનુસરીને અંતરમાંથી ઉછળતાં અનમેદનાના ઉમળકાની અભિવ્યકિતની આનંદદાયક અણુમેલ તક આપવા બદલ પૂજ્ય વડિલ ગુરુબંધુ મુનિરાજશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માનવા સાથે ..પ્રસ્તુત ગ્રંથમાં આલેખાયેલ મહાપુરુષોનાં જીવનચરિત્રો તેમ અન્ય સમ્યગ જ્ઞાનપ્રદ વિવિધ લેઓનાં વાંચન મનન પરિશીલન દ્વારા સહુ કેઈને આત્માનાં શ્રેમાગમાં આગળ ધપવાનું વિશિષ્ટ બળ પ્રાપ્ત થાઓ એ જ મંગલ કામના ! ! !... | જીમ માં વૈજ્ઞાન
પૂ. અચલગચ્છાધિપતિ ગુરુદેવશ્રી ના શિષ્ય
મુનિ મહાદયસાગર “ગુણબાલ સર્જનની સુવાસ,
- સાગરના ખેડને સાગરની સહેલગાહમાં જે આનંદ હોય છે....ગગનવિહારી ગરૂડને ગગનના મૃકત વિહારની જે મજા હોય છે....નિસર્ગના ખોળે ૨મતા સૂર્ય-ચંદ્ર અને તારાની રેશનીને જોવાની જે મસ્તી હોય છે. એ જ કેક આનંદ....એવી જ કેક મજા......એવી જ કેક મસ્તી સાહિત્યના સર્જકોને એના સર્જનમાં હોય છે.
પ્રસ્તુતમાં વાંચકોના કરકમલમાં આવેલું “શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ” ઈતિહાસના પાને આલેખાયેલી અચલગચ્છની આગવી અને ગૌરવવંતી સ્મૃતિઓ લઈને આવ્યું છે. પરંતુ આપને એ પણ ખ્યાલ રાખવું જરૂરી છે કે આપના હાથમાં આવ્યા પહેલાં આ દળદાર
ગ્રંથને અનેક વિદ્વાનોના હૈયાની મુલાકાત લેવી પડી છે. ત્યારે જ એનું સર્જન થઈ શકયું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org