________________
૫૧
સર્જનના પ્રેરક છે પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ કે જેએશ્રીએ અવિરત રીતે આશીર્વાદના અમીપાન કરાવ્યા છે. સજ્જનના પ્રણેતા છે તેઓશ્રીના જ વિદ્વાન શિષ્યરત્ન સાહિત્યપ્રેમી ૫. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. કે જેમણે સાત-સાત વર્ષથી આ અદ્રિતીય ગ્રંથ રત્નને તૈયાર કરવા માટે માત્ર કાગળ ઉપર જ કલમ ચલાવી છે એવું નથી પણ પેાતાના કલેજાનેય કાગળ બનાવી જૈન ઇતિહાસના અવનવા સંભારણાઓને કંડારવા બુદ્ધિની કલમને પણ સતત રીતે દેડાવી છે. હા, એમના પુરુષાથની પારાશીશી મારી કલમતા નિ જ બની શકે પરંતુ આ ગ્રંથનુ લાગણી સભર હૈયાથી વાંચન મનન કયાં બાદ અને આપનાજ અંતરપટમાં છવાયેલી સજનની સુવાસજ એના ખ્યાલ આપી શકશે. એથીયે વધુ મહત્વની વાત એ છે કે આ વિશાળ કાય સર્જનમાં શણગારભૂત અનેલા સૂરિસમ્રાટના મગલમય જીવનની મહાપ્રભાવિક ઘટનાઓને જેવા ભાવવિભોર દિલથી લેખનમાં ઘુંટી છે. એવ જ ભાવિત હૈયાથી આપણે વાંચન અને વનમાં ઘૂંટીશુ તો જેમ પેલું ચંદનનું કાષ્ઠ જેમ જેમ વધુને વધુ ઘુંટાય તેમ તેમ વધુને વધુ સુવાસ ફેલાવે તેમ આ સુંદર સર્જન આપણા જીવનમાં સદાચારની સુવાસ પ્રસરાવશે. એટલુ નહિ એ સુવાસ યુગેાનાયુગેા સુધી હારો તૈયાની ધરતી પર છવાયેલી રહેશે.
98
અંતે એક હળવી સૂચના આપ સૌની દિલની દીવાલ પર કેાતરી રાખશે કે આ ગ્રંથ આપના ઘરનુ એક મહામૂલું મેઘેરૂ ઘરેણું છે...શું ઘરેણાને એક વખત પહેરીને પછી ફેંકી દયા છે.? ના....તે આ ઘરેણાને પણ હૈયાના હારની જેમ હંમેશને માટે સાચવી રાખી એની સુદરતા અને મેહકતાને માણતા રહેશે.... એમાં સજાવાયેલી સાની સજાવટને સૌ પોતાના અંતરના આરડે સજાવતા રહેશે. એજ એકની એક મનેાભાવના સાથે.......
ગુરુચરણ સેવક,
-મુનિ મહાભદ્રસાગર –મુનિ પૂર્ણ ભસાગર [ જીવન યાત્રી] અચલગચ્છના એક અનેાખા ઐતિહાસિક ગ્રંથ
જૈન શાસનમાં ચમકતા મડ઼ાન સ્તારા, યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આચાય ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી પ્રાચીન સાહિત્યદ્વારક પૂ.મુનિરાજશ્રી કલાપ્રભસાગરજી મ. સા. દ્વારા સપાદિત આ એક અજોડ ગ્રંથ સાત સાત વર્ષાના પરિશ્રમ અને પ્રતિક્ષા બાદ પ્રકાશિત થઇ રહ્યો છે. જેથી અવણુ નીય આનંદ થાય છે. પૂ. અચલગચ્છાધિપતિશ્રી પ્રેરિત દરેક કાર્યાં આજ દિવસ સુધી નિવિઘ્નપણે પૂર્ણ થતા આવ્યા છે. ગ્રંથપ્રકાશનના વિલ ખમાં કંઇ સંકેત હશે. જેથી અનેકવિધ નિવેન સામગ્રી પણ પ્રાપ્ત થતી આવી, અને ગ્રંથ સમૃદ્ધ બનતો રહ્યો. આમ વિલંબ પણ હર્ષોંમાં પરિણમી રહ્યું છે.
ગ્રંથના ભાગ ૧ માં અપાયેલ પટ્ટાવલિ પ્રતાપી પૂર્વાચાર્યના પરિચય આપે છે. આ અદ્ભૂત ઇતિહાસથી પૂર્વાચાર્યાંના આપણા પરના અપ્રતિમ ઉપકારોનું સંસ્મરણ થાય છે. આપણા પૂર્વજોને પ્રતિબાધી જૈન ખનાવી મેાક્ષપથ માટે સુલભતા કરી આપી છે. જ્યારે બીજા વિભાગેામાં અપાયેલ લેખસામગ્રી, સમ્યક્ત્વ, અનેકાંતવાદ, સાહિત્ય સંરક્ષણ, બાલદીક્ષા, શુ પ્રતિજ્ઞા એ બંધન છે! સુખના ખપ વિ. લેખા પણુ આજના વિષમકાળમાં મેઘેરૂ માગદર્શન આપે છે. પૂ. સંપાદક મુનિવરશ્રી પ્રાચીન સાહિત્યની પ્રાપ્તિ, સ ંશાધન અને પ્રકાશન માટે અવિરત શ્રમ કરી રહ્યા છે. એમના અથાગ પ્રયત્નાના પિરપાક રૂપે કેટલાક અપ્રગટ ગ્રંથો પ્રકાશમાં આવ્યા છે. તેમ જ તેઓશ્રીએ કેટલાક મુનિરાજોને પ્રાચીન સાહિત્યમાં રસ લેતા પણ કર્યાં છે. જૈન શાસનના એક મહાન અંગરૂપ શ્રી અચલગચ્છના તમામ સાહિત્યના ઉદ્ધાર થાય એ એમનુ એક મહાન સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ, સહુતિ મુનિરાજે આદિના સહકાર, અને શ્રાવકવર્ગની તન-મન-ધનની ઉદારતા આ ત્રિવેણી સંગમના સમન્વય થતાં આ કાર્ય સરલતાથી પાર પામશે એમાં શકાને સ્થાન નથી.
પ્રાંતે આય માનવનું કલ્યાણ કરવા શ્રી ગૌતમ સ્વામી આદિ ગુરુ ભગવંતાની કૃપાદૃષ્ટિ આપણ સૌ ઉપર રહેા આ શુભ ભાવાની આ સ્મૃતિ ગ્રંથ સદૈવ સ્મૃતિ કરાવતું રહેશે. મહાનિશીથના યાગ,
૨૦૩૯ મહા વદ ૨,
લાલવાડી, મુંબઈ-૧૨
Jain Education International
For Private & Personal Use Only
—મુનિ સર્વોદયસાગર —મુનિ દૈયરત્નસાગર
www.jainelibrary.org