________________
આ સ્મૃતિ ગ્રંથ અંગે આવકાર–સમીક્ષા અને શુભેચ્છાઓ શ્રી આય કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ! કેટલું સરસ નામ! આ ગ્રંથની યશોગાથા ગાવી એ પણ જ્ઞાનની અપૂવ સાધના છે. ! આ ગ્રંથમાં અચલગચ્છના મહાન સૂરિપદંદરની યશગાથા ગવાયેલી છે. ૧૦૦૦ થી વધુ પૃથ્થાથી સભર અને વિદ્વાનોની ચિંતનીય કલમ થી આ ગ્રંથના પાનાઓ ઝળકી રહ્યા છે. ખરેખર ! આ ગ્રંથ વિદ્વાને માટે આહલાદક અને અને સંશોધનીય બની જશે. શીઘ્રકવિ, પ્રખરપ્રવચનકાર, સૂરિમંત્ર મારાધક, તપોવાધિ પ્રશાંતમૂર્તાિ અચલગચ્છાધિપતિ, પરમોપકારી, ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા ની અસીમ પ્રેરણાથી આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. સાહિત્ય ગષક મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. નો ફાળો સંપાદકીય અને સંશોધન વિષે સ્તુત્ય છે. આ ગ્રંથને આમ જનતા અને વિદ્વાનો વધાવી લેશે. પ્રાન્ત મુનિશ્રી હજી પણ અનેક ઐતિહાસિક ગ્રંથનું સંશોધન કરે અને લોક ભેગ્ય મૌલિક ગ્રંથનું સર્જન કરે એજ હાર્દિક અભિનંદન! પ્ર. ફા. સુ. ૧૩
તપસ્વીરત્ન પૂ. આચાર્યદેવ શ્રી ગુણદયસાગરસૂરીશ્વરજી ચીઆસર (કચ્છ)
ના શિષ્ય મુનિ વીરભદ્રસાગર (સાહિત્ય રત્ન) “દિવ્યભાનુ” aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaanaanacion
ઘણા સમયના સતત પરિશ્રમ બાદ આ એતિહાસિક ગ્રંથ પ્રકાશિત થાય છે જેથી પ્રેરક સંપાદક અને પ્રકાશક સંસ્થાને હાર્દિક અભિનંદન પાઠવું છું ગ્રંથના સામાન્ય નિરીક્ષણથી પણ કે પણ જાણી શકાય છે કે આ ગ્રંથ જૈન ધમ, અચલગચ્છ અને ગુરુદેવની ગૌરવ ગાથા ગાઈ રહેલ છે. આ ગ્રંથ સંગ્રડણીય અને પ્રેરક બને છે. આ ગ્રંથના સંપાદક સાહિત્ય-રત્ન વિદ્વાન મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. સંસારપક્ષે મારા સંબંધી છે. મારા મને આ ગૌરવ છે જ પણ તેઓને સં. ૨૦૩૧ ના અમારા નવાવાસ ગામમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન અમારા પરિવારને તેઓશ્રી તરફથી કચ્છથી શત્રુંજ્ય છરી પાળતા સંઘની પ્રેરણા મળી હતી. અન્ય પણ સુંદર ધમ પ્રેરણા મળતી રહે છે. પૂજ્ય મુનિશ્રી પ્રેરિત સાહિત્યને પ્રકાશિત કરવા અને પ્રાચીન–અર્વાચીન સાહિત્ય અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સ્થાપેલા શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કલ (જ્ઞાન ભંડાર), શ્રી આર્ય–ગુણ સાધમિક ફંડ વિ. પ્રવૃત્તિઓમાં મને પણ કંઈક સેવા કરવાની તક મળેલ છે. યુવા જાગૃતિ, પ્રવચને, જ્ઞાનસત્ર, અધિવેશન, વીતરાગ સંદેશ અને ગુણભારતી માસિક વિ. ધર્મ–અહિંસાના પ્રચારની પ્રવૃત્તિઓમાં તેઓનું માર્ગદર્શન અને પુરુષાર્થ અનુમોદનીય રહેલ છે.
આવા જ ઉત્સાહ અને પુરુષાર્થપૂર્વક પૂ. મુનિશ્રી એ આ ગ્રંથનું સંપાદન કરેલ છે. અને આ ગ્રંથને વિવિધ રીતે ઉપયોગી બનાવેલ છે. આ ગ્રંથ સુદીર્ઘકાળ પર્યત વિદ્વાનોને, જિજ્ઞાસુઓને, સાહિત્યકારોને અને ભાવિની પ્રજાને ખૂબ જ ઉપયેગી બની રહેશે એ નિઃશક છે. પૂ. મુનિશ્રી દ્વારા અન્ય પણ ઉપયોગી સાહિત્ય પ્રકાશમાં આવે અને તેઓશ્રી દીઘાયું બની અનેકવિધ શાસન પ્રભાવક કાર્યો કરે એજ હાર્દિક શુભેચ્છા.
વશનજી લખમશી સાવલા ૩, ચીંચબંદર,
પ્રમુખ : મુંબઈ-૪૦૦ ૦૦૯.
શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) તા. ૨૦-૨-૮૩
વેતાંબર જૈન સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org