________________
%
2222222222222222@22
શ્રી પુનમચંદ એન. દેશી (ડીસા), કવિવર્યશ્રી તેજ, શ્રી પ્રેમચંદ જગશી બોઆ, શ્રી ખીમજી શીવજી હરીઆ, શ્રી તલકશી ધનજી વીરા, શ્રી જયંતિલાલ જીવરાજ, શ્રી નારાણજી શીવજી $ સની (જલગામ) આદિને પણ આ સ્થળે કેમ ભૂલી શકાય? આ બધાના સહકારે આ ગ્રંથ સમૃદ્ધ બની શકે છે. તેમાંય સ્વ. છે. હીરાલાલ ૨. કાપડીયા અને સ્વ. શ્રી અગરચંદ નાહટા આ બંને વિદ્વાને તે આ ગ્રંથ કયારે પ્રકાશિત થશે! તેવી વારંવાર પત્રમાં માંગણું કરતા હતા અને આ ગ્રંથ પ્રકાશિત થાય તે પહેલા આ ફાની દુનિયા છોડી ગયા. શ્રી અખિલ છે. ભારત અચલગચ્છ જૈન સંઘ, શ્રી અખિલ રાજરથાન અચલગચ્છ જૈન સંઘ, શ્રી ક. વિ. ઓ. દે. જૈન મહાજન, શ્રી ક. દ. ઓ. જૈન મહાજન, શ્રી અનંતનાથ જૈન ટ્રસ્ટ, શ્રી ગુજ૨ અચલગચ્છ જૈન સમાજ વિ. એ પણ ચગ્ય સહકાર આપેલ જ છે.
આ ગ્રંથના સંપાદનમાં નીચે મુજબના ગ્રંથોની પણ સહાયતા લેવામાં આવેલ છે. (૧) અચલગચ્છની મેટી પટ્ટાવલિ ભાષાંતર સં. પૂ. મુનિશ્રી ધર્મસાગરજી મ. સા. (૨) ગરછ નાયક ગરાસ: પ્રાચીન ગુજરાતી ( હસ્ત લિ. પ્રત) કવિવર શ્રી કાન્હ,
વિધિપક્ષગચ્છીય પટ્ટાવલિઃ સંસ્કૃત (હસ્ત લિખિત પ્રત) પૂ. વિનયસાગરસૂરિ કૃત. અચલગચ્છ ગુર્નાવલિ યાને વીરવંશાનુકમ (હસ્ત પ્રત) પૂ. ભાવસાગરસૂરિજી.
(પ્રાકૃત – પટ્ટાલિ) (૫) જૈન શાસનમાં અચલગચ્છને દિવ્ય પ્રકાશ પ્રકા. શ્રી આય–જય–કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ.
અચલગચ્છ દિગ્દર્શન : સં. શ્રી પાશ્વ.
અચલગચ્છ પ્રતિષ્ઠા લેખ સંગ્રહ- ચેજક : શ્રી પાશ્વ. (૮) જૈન ગુર્જર કવિઓ. સં. મેહનલાલ દલીચંદ દેશાઈ
ઉદધૃત કરાયેલ લેખેને અંતે તે તે પુસ્તકોના નામે સૂચિત કરાયેલ છે. આ ગ્રંથના કર્તા, સંપાદક, અને પ્રકાશકોને ખાસ આભાર માનું છું.
આ ગ્રંથનું છપાઈનું કાર્ય આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં “હુર્વા પ્રિન્ટરી”ને સોંપવામાં આવેલ. પ્રેસમાં છપાઈ શરૂ થયા બાદ પણ કેટલાક સંયોગના કારણે છપાઈ કામ ધીમી ગતિએ ચાલુ રહ્યું. પણ કદરતને જા જ કાંઈ મંજર હશે. જેથી છપાઈ કામ જેમ લંબાતું ગયું તેમ નવી નવી ઐતિહાસિક માહિતી પણ મળતી રહી અને આ ગ્રંથ પણ વિશિષ્માને પામતે રહ્યો. પ્રેસની ધીમી પ્રવૃત્તિથી આ ગ્રંથના ચાહક વગને અવશ્યમેવ દીર્ઘ પ્રતીક્ષા કરવી પડી પણ વિલંબના કારણે ઘણી વિગત ઉમેરાતાં આ ગ્રંથ માહિતી સભર બનતો સંગ્રહણીય અને ઐતિહાસિક બની રહ્યો.
આ દાયકામાં અનેકવિધ શાસન પ્રભાવનાના મહાન કાર્યો થયા છે, એનો આ ગ્રંથ સદાય સાક્ષી બની રહેશે. અનેકોને પ્રેરણાનું અમીપાન કરાવશે.
આ ગ્રંથના સંપાદન દ્વારા મને તો અનેક ગણો લાભ અને અનુભવની પ્રાપ્તિ થઈ છે. અને એક રીતે સમ્યગુ જ્ઞાન અને ગુરુભક્તિનો મહાન લાભ પણ મળેલ જ છે કે જે દ્વારા જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમરૂપે કમ નિરા પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞા વિરુદ્ધના કેઈ પણ લખાણમાં મારી સંમતિ ન હોય એ પણ સમજી શકાય તેમ છે. આમ છતાં કયાં પણ છદ્મસ્થતા અને બુદ્ધિ દોષના કારણે અનુચિત હકીકત અપાયેલ હોય તો તે બદલ હાદિક ક્ષમા યાચું છું.
પ્રાંતે સૌ જીવો પરમ તારક શ્રી જિન શાસનના રસીયા બનો! સર્વે જ આધ્યાત્મિક સુખ અને શાંતિ પામ ! અને મોક્ષ સુખ પામે એજ શુભ ભાવના સહ. મહાનિશીથ સૂત્રના યોગ ૪૯ મે દિવસ). સં. ૨૦૩૯ પ્ર. ફા. વદ ૮, રવિવાર, }
ગુરુચરણકિકર છે. લાલવાડી, મુંબઈ-૪૦૦ ૦૧૨.
મુનિ કલાપ્રભસાગર
^
^^^^^
accouauauauauubaaaaaaaaaaaaaaaaaaa
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org