________________
....
.food suddo saara vast spees possessoph[૨૮૫
booth . ' અર્થાત જેમ મહામત્ત ગજરાજને નાનકડો અંકુશ વશમાં કરે છે, તેમ નાનકડો મંત્ર સિદ્ધ કરે હોય તો સર્વે દેવોને વશ કરે છે.
મંત્રમાં શક્તિ આવી જાય પછી, ગુરુકૃપાદૃષ્ટિ માર્ગથી સાધક ઉપાસનામાં પ્રવૃત્ત થાય. પોતાના ઈષ્ટદેવની પીઠાની યાત્રા કરે અને ગુરુ દ્વારા પ્રાપ્ત સૂત્રરૂપ ઉપાસનાના પથને પ્રશસ્ત કરવા માટે વિવિધ સાધકોની સેબત કરે અને પ્રકટ પૂજા-પ્રક્રિયાઓને જોઈ ગુરુ આજ્ઞાનુસાર આગળ વધે. ગુરુ અને શાસ્ત્ર બંનેના આદેશની કોઈ પણ રીતે અવહેલના ન થાય તે માટે સાધક સાવધાન રહે.
સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણો વિશેષરૂપે ધ્યાનમાં રાખવાં : ૧. દાતા, ૨. ભક્તા, ૩. અયાચક વૃત્તિ. એટલે સાધક ઉદાર વૃત્તિથી દાન આપે, પોતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરીને ઉપયોગમાં લે અને કેઈ ની પાસેથી યાચના ન કરે. મનમાં સદા ભાવના કરે છે,
याचे न कञ्चन, न कञ्चन वञ्चयामि, सेवे न कञ्चन समस्तनिरस्तदैन्यः । *लक्ष्ण वसे मधुरमद्मि भजे वरस्त्री, देवी हृदि स्फुरति मे कलकामधेनुः ॥
હું કેઈની પાસે યાચના ન કરું, કોઈ ને છેતરું નહિ. સર્વ પ્રકારની દીનતાને ત્યાગ કરી કોઈ બીજાની હું સેવા ન કરું, ડાં પણ સારાં વસ્ત્રો ધારણ કરું, મધુર ભોજન ખાઉં' અને ઉત્તમ સ્ત્રીને સેવું. કેમ કે, મારા હૃદયમાં મારી માતા કુટુંબની કામધેનુરૂપ નિવાસ કરે છે.
કેઈ ઉપસર્ગોથી ઉપાસક ભય પામે નહિ, તે બીજા દેને પણ માતાના સ્વરૂપમાં જ જુએ. સદા સર્વોપરિ સ્ટારમન પરયાખ્યામિણાં તામ્ ! “આ લોકમાં સર્વોપરિ એકરૂપ માતાને જ હું જોઉં છું” એમ ચિતવે અને પોતાની બધી ક્રિયાઓ માતાને અર્પણ કરે. ૮. ઉપાસનાના વિવિધ પ્રકારઃ
આમ્નાય અને સંપ્રદાય ભેદથી ઉપાસનાના પ્રકારભેદ થાય છે. શ્રી પદ્માવતીની ઉપાસના ગુજરાતમાં અમુક રીતે ચાલે છે, તો મારવાડમાં એક વિશેષતા સાથે ઉપાસકે પ્રયોગ કરે છે. દક્ષિણમાં હેબુવનમાં પદ્માવતી મંદિરમાં પૂજાનો પ્રકાર જુદો જ દેખાય છે. ત્યાં માત્ર પ્રતિ પર્વ ઉપર રાજોપચારથી માતાજીની પૂજા થાય છે. તેમાં જે અભિષેક થાય છે, તેમાં જુદા જુદા મંત્રો વડે શ્રીફળનું જળ, કદલી ફળ રસ, આમ્રફળ ૨સ, ઈક્ષુ રસ, દૂધ, દધિ, ગુડ, શર્કરા, વૃત, ઉષ્ણદક, ગંધદક, સુગંધ દ્રવ્યોદક ઇત્યાદિનો ઉપયોગ થાય છે, તેમ જ આવરણ પૂજા પણ વિધિસર થાય છે. માળવા અને બીજા સ્થાને એ આવેલાં પદ્માવતીનાં મંદિરોમાં તો કેવળ પ્રતિદિન સ્નાનાદિથી પૂજન થાય છે. ઘણું
મા શ્રી આર્ય ક યાણગોnuસ્મૃતિય 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org