________________
TRCY
e testostestosteste destestostestostese de destuledeste deste deste de sa dost oteste destuesto de desesteste destedeslasteste stedestestestede desteste stedes
કરવામાં આવે છે. તે જ પ્રમાણે પદ્માવતીજીની ઉપાસના પણ સાત્વિક છે, નિર્મળ અને સરળ છે, તથા શ્રીદેવીની ઉપદેવી તરીકે તારા દેવી અને પદ્માવતી દેવીની પૂજામાં પણ સામ્ય રહેલું છે, એટલે ઘણુ વિગતો એકય ધરાવે છે. તેથી જન, અજેન સર્વેમાં પદ્માવતીની પૂજા માન્ય છે. ૬. આખાયે દુર્લભ છે :
ઉપાસના માર્ગ સરળ હોવા છતાં આરંભમાં ઘણું અઘરું છે. કેમ કે, પ્રથમ પ્રવેશકાળે “દીક્ષા” આવશ્યક છે, પછી પ્રાતઃકાળથી સાયંકાળ સુધી પાળવાના ૮૪ નિયમે, જ૫ રહસ્યના ૩૧ ગુણ પ્રકારે, ષક, શોધન, મંત્ર સિદ્ધિ માટે મંત્રશાધન, તત્ત્વ, સ્વાદ, મુદ્રા, આસન, મંડળ, પંચદેવ, ગ્રહ, નક્ષત્ર, તિથિ, ઋતુ અને મંત્રમૈતન્ય વગેરેનું જ્ઞાન આવશ્યક હોય છે. દરેક મંત્રનાં અંગો - કવચ, પંજર, હૃદય, અષ્ટોત્તરશત નામ, અંગતુતિ, મંત્ર, પુરશ્ચરણ પદ્ધતિ, સહસ્ત્રનામ, અંગન્યાસ, કરન્યાસ, માહાતમ્ય, સ્તવરાજ અને માળામંત્ર વગેરે જાણવા જરૂરી હોય છે, તેથી જ કહેવાય છે :
निर्बीजमक्षर नास्ति नास्ति मूलमनौषधम् ।
निर्धना पृथिवी नास्ति आम्नायाः खलु दुर्लभाः ॥ – અક્ષરો બીજ (મંત્ર) વગરના નથી, જડ ઔષધગુણ વિનાની નથી, પૃથ્વી ધન વગરની નથી પણ તેમના આમ્ના (મેળવવાના પ્રકારે) દુર્લભ છે.
તાત્પર્ય એ છે કે, સાધકે સાધનમાર્ગમાં પ્રવિષ્ટ થયા પછી કેટલી સાવધાનીથી વર્તવું, તેનું માત્ર દિગ્દર્શન ઉપર લખેલી વાતોથી થાય છે. એમ તો માતાના શરણમાં ગયા પછી યુપુત્રો ગાતે નવવિવિ કુમાતા ને મવતિ ના આધારે સર્વત્ર શાંતિ જ મળે છે. છતાં ય આટલું જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે, જેમ બંદુકમાં દારૂ કે ગોળી મૂક્યા પછી તેને છેડતી વખતે તે છેક પાછળ પણ પ્રત્યાઘાત કરે છે, તેમ જ સાધનામાં આગળ વધવાની સાથે વિદનો ઘણું આવે છે. હ. પદ્માવતની ઉપાસના :
શ્રી મલિષણ વિરચિત “પદ્માવતી કલ્પ'માં મંત્રોપાસકનાં ૨૩ લક્ષણે વર્ણવ્યાં છે. અનુષ્ઠાન કરતાં પહેલાં મંત્રો પાસકે ષટકમ [ દીપન, પહલવ, સંપુટ, રાધ, ગ્રંથન અને વિદર્ભનું જ્ઞાન કરી મંત્ર શૈતન્ય કરવું જોઈએ. જેથી મહાત્મા તુલસીદાસના કથન પ્રમાણે –
मंत्र परम लघु जासु बस, विधि, हरि, हर, सुर सर्व । महामत्त गजराज कहँ बसकर अंकुश खर्व ॥
(
શ્રી આર્ય કથાગમઅતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org