________________
(૨૮૬]wwwજા ઉપાસકે કર્માનુસાર પુપપૂજાને જ અગ્રસ્થાન આપે છે, એટલે આ વિશે કાંઈ નિર્ણયાત્મક કહી શકાય તેમ નથી.
અનંતકોટિ બ્રહ્માંડનાયિકા રાજરાજેશ્વરીની પૂજામાં અકિંચન માણસ શું અર્પણ કરી શકે?
मातः पद्मिनि ! पद्मरागरुचिरे पद्मप्रसूनाने पद्म पद्मवनस्थिते परिलसत्यमाक्षि पद्मानने । पद्मामोदिनि पद्मकांतिवरदे पद्मप्रसूनाचिते
पद्मोल्लासिनि, पद्मनामिनिलये पद्मावति त्राहि माम् ॥ એક માત્ર પ્રાર્થના કરી માતાના ગુણગાનમાં સમય ગાળે.
કેટલાક તંત્રગ્રંથ જેવાથી પદ્માવતીની ઉપાસનાના પ્રકારો શુદ્ર ઉપદ્રવ, રાગ, શક, દુઃખ, દારિદ્રય, ભૂતપ્રેત પિશાચાદિના ઉપદ્ર, રાજકુળ અને મહામારી ઈ ત્યાદિની શાંતિ, સંગ્રામમાં વિજય, વશીકરણાદિ ષક, પાપપ્રશમન, લક્ષમીપ્રાપ્તિ, શત્રુનાશ, પરવિદ્યા નિવારણ, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ ઈત્યાદિના નિવારણ માટે અમુક બીજમંત્રો જેડીને કે અમુક પ્રકારનાં યંત્રો ધારણ કરીને ઉપયોગમાં લેવા માટેનું આજ્ઞા સાથે જોવા મળે છે. તેમાં (૧) ધરણંદ્ર પદ્માવતી, (૨) રક્ત પદ્માવતી, (૩) હંસ પદ્માવતી, (૪) સરસ્વતી પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) રવી પદ્માવતી, (૮) કૌરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી, (૧૦) નિત્યા પદ્માવતી, (૧૧) પુરકર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) મહામહિની પદ્માવતી, (૧૪) વાગત પદ્માવતી, (૧૫) મહાભૈરવી પદ્માવતી, (૧૬) વૃઢરકત પદ્માવતીનાં ક, મંત્રો અથવા તો સાધનો મળે છે. અને એક બાજુ લૌકિક પ્રયોગોને અનુસુરત અવતાર પ્રયોગો કે જેમાં માતાજીનું આવાહન કરી પોતાના ઇછિત પ્રશ્નોના ઉત્તર માગવામાં આવે છે, એ પણ મળે છે. જેમાં (૧) પદ્માવતી કજજલાવતાર, (૨) પદ્માવતી ઘટાવતાર, (૩) પદ્માવતી દીપાવતાર, (૪) પદ્માવતી ખળાવતાર, (૫) પદ્માવતી નખદર્પણ (હાજરાત) ના પ્રયોગો મુખ્ય છે.
શ્રીમદ્જીવાવ કુટમુટતી ઇત્યાદિ શ્લોકથી આરંભ થતું મહાપ્રભાવિક પદ્માવતી સ્તોત્ર પદ્માવતીની ઉપાસના અંગે ઘણો જ પ્રકાશ પાડે તેવું છે. આમાં ગીર્વાણચક્ર યંત્ર, મત્સ્ય યંત્ર, કોપ નં ઝં' આદિ કલેકથી ઉદ્દધૃત રક્ષાકર યંત્ર “ઐ ણાં તાં શ્રી શ્રી” બીજમંત્રોથી ભૂષિત મુકુટધારણ યંત્ર, દશમા લોકથી ઉધૃત સંકલેકવશીકરણ યંત્ર, ચતુર્મુખ યંત્ર, પદ્માવતી સ્થાપન યંત્ર, શૈલોક્યમોહન યંત્ર વગેરે વર્ણવ્યાં છે.
કરી ગ શ્રઆર્યકરયાણગૌતમસ્મૃતિગ્રંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org