________________
[૨૮] હર કos es sucksesbrowses obsessessessed હતી.
પ્રાગૈતિહાસિક યુગથી માતૃપૂજાના વિવિધ સંકેતો પ્રસ્તરખંડ તૂટેલી મૂરતો કે શિલાઓ ઉપર કોતરેલાં ચિત્રો વડે અમે જોઈએ છીએ. માનવ જન્મ લેતાં જ માતાની ગોદમાં આવે છે, એટલે તેના હૃદય ઉપર માતૃચેતનાને અમિટ પ્રભાવ પડે, એ સ્વાભાવિક છે, તેથી જ ઘરના રસોડાથી માંડી મંદિરના હવનકુંડ સુધી, ઘરની એારડીથી મંદિરના ગર્ભગૃહ સુધી અને શયાના સ્થાનથી સમાધિના નિઃસ્વન સ્થાન સુધી સર્વત્ર માતૃશક્તિનું આધિપત્ય જોવા મળે છે અને માનવી, માતાની શક્તિ સ્વીકારવામાં જરા પણ સંકેચ કરતો નથી. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, વગેરે પ્રકાશપુત્રોને જન્મ આપનારી એક માત્ર માતા છે એમ તે માને છે, સ્વીકારે છે, માતાને પૂજનીય માને છે.
વિશ્વ ઈતિહાસમાં આપણે જોઈએ તો પ્રાચીન મિસ્ત્ર, મેસોપોટેમિયા, પ્રાચીન તથા મધ્યકાલીન યુરો૫, પ્રાચીન અને મધ્યયુગીન ચીન, જાપાન તથા મલાયા દીપસમૂહમાં માતૃપૂજાના સંપ્રદાયો જોવામાં આવે છે અને ત્યાં જે દેવીઓ પૂજાય છે, તે ભારતીઓની માન્યતા પ્રમાણે જ ગણવામાં આવે છે. જેમ કે, બેબીલોનીયન સંસ્કૃતિમાં “ઈતર, સીરિયામાં “અસ્ટટિ” અને “રાસશમરા”, મોઆબમાં “આશાર, દક્ષિણ અરબસ્તાનમાં “આખ્તર”, એબીસીનિયામાં “આસ્તર’, મિશ્રમાં “આઇસિસ, નૂહ, સિબૂ અને હાથરદેવી' – જે ક્રમશઃ ગ્રીસ, ઈટાલી, સિસલી તથા રોમમાં વ્યાપ્ત થઈ. કીટમાં જીયસજનની “આ”, ફ્રાયગિયા એશિયા માઈનોરના પશ્ચિમી કિનારા પર “સાઈબેલ”, લઘુ એશિયામાં સૈ” અથવા “મૌટ” નામની દેવી, બાબુલ અને એસિરિયામાં “નિના, નના અથવા ઈનિમ્ના”, ઉત્તર આફ્રિકા અને ગ્રીસમાં “તિયામત અને મિલિત્તા, ઈટલીમાં ફારસૂના, સેરેસની, ઇલામેતે – મૃત્યુદેવી, કુહલી અને યુરોપમાં મધ્યયુગીન ઈસાઈ ઉપાસનાના રૂપમાં “કુમારી મેરી” ઈત્યાદિ. ૨. માતૃપૂજાની પ્રાચીનતા :
એમ તો આસ્તિક જગતમાં માતૃપૂજાનો આરંભ સૃષ્ટિના આરંભથી જ માનવામાં આવે છે, છતાં યે આજનો બુદ્ધિજીવી માનવ ઐતિહાસિક પ્રમાણને સાચું માને છે. તેથી આ વિશે વિચાર કરવાને યોગ્ય લેખાશે. આજે સૌથી પ્રાચીન સંસ્કૃતિનાં ચિહ્નો આપણે મોહેં જો ડેરો અને હડપામાં મળેલા અવશેષમાં જોઈ શકીએ છીએ. કેમ કે પુરાતત્વવેત્તાઓ કહે છે કે, આ અવશેષ ઈ. પૂ. ચાર હજાર વર્ષના છે અને ત્યાં પણ શક્તિવિગ્રહના ખંડો મળ્યા છે. એક જૈન પુરાતત્ત્વવિદે તે સંગ્રહમાં જેને સંસ્કૃતિના અવશેષો શોધી, જૈન સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે, એમ સિદ્ધ કર
(ર)
શ્રી આર્ય કયા ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org