SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ •••••••••••••••••••••••• lesley-beloffes of the sisted sevelodio Mehshar 1 વાને યત્ન કર્યો છે. બીજા વિદ્વાનો આ કાળ પછી જ વૈદિક સંસ્કૃતિને કાળ માને છે. તે રીતે ત્રાગ્યેદમાં અદિતિ, સરસ્વતી, ઉષા, ઈડા, પૃથિવી વગેરે દેવીઓની પૂજા પ્રચલિત હતી એમ મનાય છે. તે પછી તો, માતૃઉપાસના આગળ વધી અને દ્રવિડ સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, પુરાણ કાળ,વૈષ્ણવ ભક્તિ કાળ, સિદ્ધ તથા નાથ પરંપરા ઇત્યાદિના માધ્યમથી ભારતીય સભ્યતા અને ધર્મસાધનાના યુગોમાં વહેતી આજ સુધી અક્ષય રૂપે ચાલી આવે છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય શક્તિપૂજાથી વિમુખ દેખાતો નથી, એ ખરેખર માતાની અનંત શક્તિનું જ પરિણામ છે. ૩. આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના : માનવજીવનની સાર્થકતા સંસારના ક્ષણિક સુખો પભેગમાં તે નથી જ, એ સ્વયંસિદ્ધ છે. ભૌતિક સમૃદ્ધિના લાભ માટે અનંતાનંત યોનિએ પછી મળેલા આ માનવદેહને પ્રેરે છે, તે ફરીથી ભવોભવના ફેરા ખાવાને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાન ભણી આગળ વધી મોક્ષની કામના કરવી એ જ અભીષ્ટ છે. આપણું ઉદાર મહર્ષિઓએ ત્રિવિધ તાપ મિટાવવા અને મોક્ષ મેળવવા માટે આત્મચિંતનને સર્વ શ્રેષ્ઠ મહત્વ આપ્યું છે. મેક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતકળ છે. તેની પ્રાપ્તિ ઉપાસના બળથી સંપન થયેલ માનવને જ થઈ શકે છે. ઉપાસના જ એક એવી કસોટી છે કે, જેની ઉપર માનવજીવનની સફળતા અને સત્તાનું પરીક્ષણ થઈ શકે છે, અને માનવી એ ઉપાસનાથી પિતામાં સત્ય, શિવ અને સુંદરતાનો અનુભવ કરે છે. ઉપાસના એવી એક એવી નિસરણ કહેવાય છે કે, જે ચઢીને પુરુષાર્થના ચરમ અને પરમ લક્ષ્યના શિખરે આરુઢ થઈને પરમ શાંતિ – પરમ નિર્વાણનો લાભ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન જે આત્મસ્વરૂપની છેલી અભિવ્યક્તિ લેખાય છે, તે ઉપાસના (સતત સાધના) વગર મળી શકે તેવું નથી. આધ્યાત્મિક ભૂમિકાના ધરાતલ પર ઝળહળતો આ નિર્વાણ પ્રાપ્તિનો દીપ ઉપાસનાની તિથી આલેકિત છે કે, જેને ઉજજવળ પ્રકાશ કેવળ સ્વર્ગાદિ સુખને જ પમાડે છે એટલું જ નહિ, પણ તે અનંત તેજોમય મોક્ષસુખ સુધી પણ પહોંચાડી શકે છે. ઉપાસના કાંડમાં મંત્ર, યંત્ર અને તંત્રની ત્રિવેણી સંગમ છે. તે ત્રિવેણીમાં સ્નાન કરવા ઈચ્છનારે પોતાની પાત્રતા યોગશાસ્ત્ર વડે મેળવવી જોઈએ. વળી આ ત્રિવેણુસ્નાનની સાર્થકતા ઉચિત સમયે ક્રિયાઓ વડે થાય છે. એટલે આ ઉપાસનાવિધિમાં સ્વદયની સહાયતા લેવી પડે છે. આમ મંત્ર, યંત્ર, તંત્ર, યોગ અને સ્વરોદય શાસ્ત્રમાંનું પંચામૃત પીએ છે, તે પિતાની જાતને વિવિધ તાપ સંતાપથી છોડાવી આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે, તેમાં સંશય નથી. આ શ્રી આર્ય કયાડાગામસ્મૃતિગ્રંથ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy