________________
'I/AID/
શ્રી પદ્માવતી આરાધના
– ડો. રુદ્રદેવ ત્રિપાઠી
M. A; Ph. D. સાહિત્ય સાંખ્યયોગાચાર્ય [ મંત્રવિદ્યાને જન ધર્મમાં સ્થાન છે. પણ મંત્રવાદીને માટે કેટલાંક પક્ષપાલન નક્કી થયેલાં છે, અને તે પ્રસિદ્ધ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના સાથે જ ધરશેંદ્ર કે પદ્માવતીની આરાધના થવી જોઈએ. મંત્રસાધનાથી જેનું કલ્યાણ કરવામાં આવે, તેની પાસે દક્ષિણું લેવી ન ઘટે. લેવી પડે, તે તેની શક્તિ મુજબ જ લેવી ઘટે. સામાન્ય રીતે જ્યાં સમ્યકત્વની હાનિ ન થાય અને વ્રતોમાં દોષ ન લાગે એવી ક્રિયા જૈન ઘમી શ્રાવક સ્વીકારી શકે છે. જૈનાચાર્યોની મંત્રશક્તિને ઈતિહાસ બહુ ઉજળો છે. આને માટે “ભૈરવ પદ્માવતી કપ’ આદિ પુસ્તકે ઉપયોગી સામગ્રી ધરાવે છે. જૈન ઉપાસક માટે નવ સ્મરણ મંત્રની ગૂંથણીથી જ બનાવવામાં આવ્યાં છે. એક દેવીની કે દેવની સાધના ગુરગમથી અને ખૂબ સાવધાનીથી સાધવી પડે છે. આથી સામાન્ય સાધકોએ ‘નવ સ્મરણ”થી અને લઘુબહદ શાંતિથી જ સંતોષ માનવો જોઈએ. આ લેખમાં ડો. રુદ્રદેવ ત્રિપાઠી પિતાના અભ્યાસ પ્રમાણે દુનિયાની મંત્રસાધનાની ભૂમિકા દર્શાવી પદ્માવતી આરાધનાનું મહત્ત્વ અને અનેક શૈલીઓનું વિસ્તારથી નિરૂપણ કરે છે.
– સંપાદક ] शैवे श्रियै, तथा बौछे तारायै, जिनशासने ।
पद्मावत जगन्मा सर्वदास्तु नमोनमः ।। 1. માતૃશક્તિની વ્યાપકતા :
વિશ્વમાં જે રમણીય છે, શક્તિ પણ છે, સદાચરણ છે, સત્ય અને શિવ છે તે માતૃશક્તિનું જ રૂપ છે. મૂતિ, સ્થાપત્ય, ચિત્રકળા, સંગીત અને કાવ્ય આ બધાંમાં માતૃશક્તિનાં પ્રતીકેની પ્રધાનતા છે. મધ્ય એશિયાથી લઘુ એશિયા અને ગ્રીસ સુધીની પુરાતત્વ સંબંધી ઉખનનમાં મળેલી માતૃદેવીઓની અનંત મૃત્તિકાની મૂર્તિઓ આપણને તેની અપરિચિત સત્તાને બંધ કરાવવા માટે પર્યાપ્ત છે. મનુષ્ય પોતાની જન્મદાત્રી માતાનાં માતૃત્વ પ્રત્યે કૃતજ્ઞ અને આસ્થાવાળે થાય એ સ્વાભાવિક પણ છે. એટલે એમ કહી શકાય છે કે, વિશ્વમાં મૂર્તિ પૂજાનો આવિર્ભાવ સૌથી પહેલાં માતૃમૂર્તિથી જ થો છે.
શ્રી આર્ય કલ્યાણૉતમસ્મૃતિગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org