________________
ઉપધાન અંગે એક વિચારણું
ચિંતક : અચલગચ્છનાયક પૂ. આ. શ્રી મહેદ્રસૂરીશ્વરજી મ. સા. રચના : સંવત ૧૨૯૪. ગ્રંથનું નામ : શતપદી ભાષાંતર. વિચાર ૯૬ મો. પ્રકાશક : છે. રવજી દેવરાજ કચ્છ કોડાયવાળા (સંવત : ૧૯૫૧]
પ્રેષક : શ્રી ખીમજી શીવજી હરિયા પ્રશ્નઃ મહાનિશીથમાં કહેલ ઉપધાન વિધિ તથા માળારોપણ કેમ નથી માનતા?
ઉત્તર : જે એ વાત માનીએ તે ઘણું આચાર્યો અને ઘણું ઘણું સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓને અનંત સંસારીપણું પ્રાપ્ત થાય છે, માટે અમે એ વાત નથી માનતા. કારણ કે, મહાનિશીથમાં ઉપધાનવિધિ કહ્યા પછી આ પ્રમાણે કહ્યું છે:
હે ભગવન ! આવી મોટી નિયંત્રણ બાળજનો શી રીતે કરી શકે ?” એના ઉત્તરમાં ભગવાન કહે છે કે, “હે ગૌતમ, જે કઈ એ નિયંત્રણ નહિ ઇચ્છતાં વગર ઉપધાને નવકાર મંત્ર ભણે, ભણવે, કે ભણતાને અનુમત કરે, તે પ્રિય ધમાં કે દઢ ધર્મા ન હોય અને તેણે સૂત્રાર્થ તથા ગુરુની હીલના કરી તથા સર્વ અરિહંત અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને જ્ઞાનની પણ આશાતના કરી; જેથી તે અનંત સંસારી થઈ અનેક દુ:ખ પામશે.
વળી ગૌતમે પૂછયું કે, “ભગવદ્ ! ઉપધાન વહેતાં તો બહુ વખત વીતે, તેટલામાં વચ્ચે કદાચ મરણ પામે તે નવકાર વિના શી રીતે ઉત્તમાર્થ સાધી શકે?” આના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હે ગૌતમ, જે સમયે, તેણે ઉપધાનના માટે કંઈ પણ તપ માંડયું કે તે સમયે જ તે સૂત્રાર્થ ભણ્યા સમજવા, માટે એ નવકાર મંત્રને અવિધિએ ગ્રહણ નહિ કરવું, કિંતુ એવી રીતે ગ્રહણ કરવું કે, “જેથી ભવાંતરમાં પણ નાશ નહિ પામે.”
આ સૂત્રના અભિપ્રાયથી સ્પષ્ટ જણાય છે કે ઉપધાન વિધિ વિના નવકાર ભણે, ભણાવે કે અનુજ્ઞા આપે તે બધા અનંત સંસારી થાય, અને આજ કાલ તો કોઈ વિરલા આચાર્યો તથા દરેક ગચ્છમાં કઈ કઈક બે ચાર સાધુ-સાધ્વીઓને અને એકાદ બે શ્રાવક તથા ડીક શ્રાવિકાઓ જ ઉપધાન વિધિ કરતાં દેખાય છે. ત્યારે બાકીના
વરઆ શઆર્ય કયાઘગોતમ સ્મૃતિગ્રંથો
(૫E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org