________________
ન,.... •••••••••••••••••••••••••••••••••ળst
s
ess.......... susa.ollow us...
..suestiv૨૫૭I
ગજ પહોળા વિશાળ જિનાલયનો પાયો નાખ્યો હતો. આ જિનાલયમાં મહેન્દ્ર નામક ચૌમુખ શિખરના ૬૦૯ ગ અને પર જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં ૩૨ નાટારંભ કરતી પૂતળીઓ, ૧ નેમિનાથની ચોરી, ર૬ કુંભિ, ૯૬ થાંભલા ચૌમુખજીની નીચે અને ૭૨ થાંભલા ઉપરવતી થયા. આ પ્રમાણે નાગપક્વ મંડપવાળા લક્ષ્મી તિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ પ્રભુને મૂળ નાયક તરીકે સ્થાપન કરવામાં આવ્યા. દરવાજાની બંને બાજુએ બે હાથી બનાવવામાં આવ્યા. આબુ તીર્થના વિમળ શાહના જિનાલયની માફક નવાનગર જામનગરમાં શ્રી રાજસી શાહનો યશ વિસ્તાર પામે. આ સિવાય ઘણું તીર્થોમાં અને ગામમાં જિનમંદિરે તથા પૌષધશાળાઓ બંધાવી હતી.
સંવત ૧૬૭૫ માં જામનગરમાં આ પ્રતિષ્ઠા કરાવી, તે વખતે જામસાહેબે ઘણે સત્કાર કર્યો. સંવત ૧૬૮૭ ના ભયંકર દુકાળમાં ગરીબોને રોટલા તથા દરરેજનું દેઢ કાશી અનાજ દાનમાં આપ્યું. દુષ્કાળમાં જગડું શાહની માફક રાજસી શાહે અન્નસત્ર ખેલી ઘણાં પુણ્ય કાર્યો કર્યા.
ઉપર જણાવી ગયા પ્રમાણે રાજસી શાહે શત્રુંજયને સંઘ કાઢ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર રામસી શાહને ગેડી પાર્શ્વનાથની યાત્રા ન કરે, ત્યાં સુધી ભૂમિશયનને નિયમ હેવાથી, ગેડી પાર્શ્વનાથને સંઘ પણ કરાવ્યું હતું. આ સંધમાં વાગડ, કચ્છ, હાલાર આદિ સ્થાનોના સંઘે આમંત્રણ મળતાં એકત્રિત થયા હતા. ડીજી તીર્થમાં પહોંચતાં રસ્તામાં જે કઈ ગામ કે નગર આવ્યાં, ત્યાં દરેક ઘેર બે શેર સાકર અને રોપ્યમુદ્રિકાની લહાણી કરતાં કરતાં, ધામધૂમપૂર્વક થરપારકરમાં આવેલા ગોડી પાર્શ્વના તીર્થની યાત્રા કરી હતી.
ઉપરોક્ત શ્રેષ્ઠી રાજસી શાહ અને તેમના પુત્ર શ્રેષ્ઠી રામસી શાહે જ ઉપર જણાવી ગયા, તે સંવત ૧૫૫૮ માં લખાયેલી કલાસમૃદ્ધ કલપસૂત્રની હસ્તપ્રત અંચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિજીને અર્પણ કરી હતી. પુપિકામાં રાજસી શાહનો, “રાજસિંહ નામથી, રામસી શાહને “રામસિંહ નામથી અને કલ્યાણસાગરસૂરિને “કલ્યાણસમુદ્રના નામથી ઉલ્લેખ કરેલે છે.
જે પુણ્યપુરુષનો જન્મ આજથી ચારસો વર્ષ પહેલાં થયે હતો, અને જેમની ચારસોમી જન્મ શતાબ્દી નિમિત્તે આ સ્મારક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, તેમને યત્કિંચિત પરિચય આપવાનું હું ઉચિત માનું છું.
અંચલગચ્છાધિપતિશ્રી કલ્યાણસાગરસૂરિજી આ પુણ્યપુરુષે મેગલ શહેનશાહ જહાંગીર બાદશાહ તથા અનેક રાજા મહારાજાઓને પ્રતિબોધ કર્યો હતે. (અંચલગચ્છ દિગ્દર્શન પાનાં ૩૮૯ થી ૪૫૫ માં ખૂબ વિસ્તારથી તેઓશ્રીનું જીવન ચરિત્ર આપવામાં આવેલું છે.) અહીં એકાદ બે પ્રસંગેનો ઉલ્લેખ કરું છું.
મિ શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિ ઝાંથી
એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org