________________
૩ ના ખૂબ જ ધામધૂમપૂર્વક થઈ હતી. તે વખતે તેમનું નામ શુભસાગર પાડવામાં આવ્યું હતુ. સંવત ૧૬૪૪ ના મહા સુદી ૫ ના તેઓશ્રીને વડી દીક્ષા પાલીતાણામાં આપવામાં આવી હતી અને ત્યારે તેમનું નામ “મુનિ કલ્યાણસાગર' રાખવામાં આવ્યું હતું. તેઓશ્રીને આચાર્ય પદવી માત્ર સેળ જ વરસની વયે અમદાવાદમાં સંવત ૧૯૪૯ ના વૈશાખ સુદી ૩ ના આપવામાં આવી હતી. - તેઓશ્રીના ઉપદેશથી જામનગરના રહેવાસી મહાદાનેશ્વરી શ્રેષ્ઠી રાજસી શાહે કરેલાં અનેક સુકૃત્યે પૈકીનાં કેટલાંક સુકૃત્યેની ટૂંક નોંધ આપવાનું હું યેય માનું છું.
વિ. સ. ૧૬૮૭ માં પડેલા ભયંકર દુકાળમાં રાજસી શાહે લોકો માટે અન્ન સત્ર ખુલ્લા મૂકાવ્યાં હતાં.
સંવત ૧૬૭૫ ના વૈશાખ સુદી ૮ ના પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી પાસે ૫૧૫ જિનબિંબની અંજન શલાકા કરાવી હતી. તે પ્રસંગે રાજસી શાહે ત્રણ લાખ કોરીને ખર્ચ કર્યો હતો.
સંવત ૧૬૬૦ માં શ્રી ધર્મમૂર્તિસૂરિ નવાનગર પધાર્યા હતા. રાજસી શાહે તેઓના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢવાનું કક્કી કર્યું.
સંવત ૧૬૬૫ માં પોતાના નાનાભાઈ નેણશી શાહ તેમ જ પુત્ર માં કમસી તથા નેતા ધારા, મૂલજી નામના પિતાના ત્રણ ભાઈઓના પુત્રો તથા પુત્ર રમસી સાથે શત્રુજ્યને સંઘ કાઢયે હતો. જેમાં પ્રચુર ધન વાપર્યું હતું.
શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી જામનગર પાછા આવ્યા પછી એક વખત પોતાના મનમાં જિનાલય બંધાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તે માટે જામ સાહેબને વાત કરી. જામસાહેબે તેમની ઈચ્છા મુજબની જગ્યા જિનમંદિર બંધાવવા માટે આપી. તત્કાલ જામનગરની મધ્યમાં સંવત ૧૬૬૮ ના વૈશાખ સુદી ૩ ના દિવસે જિનમંદિરનું ખાત મૂહુર્ત કરાવ્યું.
* આ જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ચૌમુખ દેરામાં સન્મુખ શ્રી સહસફણા પાર્શ્વનાથ તેમ જ બીજા જિનેશ્વર દેવનાં ૩૦૦ બિંબ નવાં કરાવ્યાં. આ જિનાલય અને જિનબિંબોની પ્રતિષ્ઠા કરવા માટે બાદશાહ જહાંગીરે પણ તેમને સન્માન આપેલું હતું. તેવા ગચ્છનાયક અંચલગચ્છાધિપતિ પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરિજીને વિનંતિ કરીને નવાનગર પધારવા આમંચ્યા હતા. (સંવત ૧૬૭૫ ના વૈશાખ સુદી ૮ ના દિવસે અંજન શલાકા કરાવ્યાનું અગાઉ જણાવી ગયા છીએ.)
શ્રી રાજસી શાહે જામનગરમાં બંધાવેલા જિનાલયનું વાસ્તુ જશવંત મેઘાએ સંવત ૧૬૭૨ ના અષ્ઠમીના દિવસે શુભ મુહૂર્તમાં કર્યું હતું. તે વખતે ૯૯ ગજ લાંબા અને કપ
2)
આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org