SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ aaaaaaaaaaaaaaa આદરણીય પૂર્વજોની પ્રતિમાઓ રાખે છે. અને ઘરના પ્રત્યેક સભ્યો દિવસમાં એકવાર અમુક સમયે તે પ્રતિમા સમક્ષ પ્રાર્થના.... શ્રદ્ધાંજલી કે ગુણસ્મરણ કરે છે. ભલે આ એક રૂઢિ લાગે 2 પણ... વાસ્તવિકતા શું તે સમજાશે કે તેના પરિવારના બાળકોમાં આ પ્રાર્થનાદિના સંસ્કારો ? એવા સુદઢ થઈ જાય કે જીવનના અંત સુધી તેઓ તેને ભૂલી શકતાં નથી. કયારેક કયારેક ? જૂની પ્રથાઓ પણ વાસ્તવિક કર્તવ્ય માટે જાગૃતી રૂપ પૂરવાર થતી હોય છે. “જૂનું એટલું છે સોનું તે આનું નામ.” એવી જ રીતે આત્માના ઉત્થાન માટે મહાપુરુષનું ગુણકીતન કે ચરિત્રપઠન જરૂરી નહીં પણ અનિવાર્ય બની રહે છે. ભારતીય આર્યસંસ્કૃતિને જૈન મુનિ ભગવંતોએ અને જૈનાચાર્યોએ લોકભાગ્ય બનાવવા આદરણીય પ્રયત્ન કરેલ છે. પ્રાચીન જૈન સાહિત્ય આ હકીકતની સાક્ષી પૂરે છે. તેઓનું અંતિમ લક્ષ્ય હતું. આધ્યાત્મિક વિકાસ અને મોક્ષપ્રાપ્તિ. તેઓએ અનેક રીતે શુભ પ્રયત્નો કરીને પિતાનું અને અનેક માનવીનું જીવન મોક્ષગામી બનાવ્યું. એક વખત સંપૂર્ણ ભારત આ આહત્ શ્રમણ સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત હતો. આજથી લગભગ ૨૫૦૯ વર્ષો પહેલાં આ અવસર્પિણ કાળના ચરમ તીર્થંકર પરમાત્માશ્રી મહાવીરદેવે આખા જગતને અહિંસાને મહાન સંદેશે સંભળાવ્યો હતો. તેથી પહેલા થયેલા શ્રી આદીશ્વર પ્રભુથી લઈ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના ૨૩ તીર્થકરેએ તથા અનંતી ચિવીશીના અનંતા તીથકરેએ અનંતાનંત આત્માઓનું કલ્યાણ કર્યું છે. જે કલ્યાણની પરંપરા વર્તમાનમાં પણ ચાલુ છે. પરિવર્તનશીલતા એ સંસારનો સિદ્ધાંત છે. વિક્રમની પ્રથમ શતાબ્દિમાં જ ભારતીય ઈતિહાસમાં અનેક પરિવર્તન થયા હતા. જેમાંથી જૈન ધમ પણ બચી શકે નહીં. આ સમયમાં જેન શ્રમણ સંસ્થામાં પણ શિથિલાચારે પ્રવેશ કર્યો હતો. જે આગળ જતાં ચૈત્યવાસનાં નામે પ્રસિદ્ધિ પામ્યું. ચેત્યવાસનો આભાસ ઠેઠ શ્રી વજીસ્વામીનાં સમયમાં પ્રાપ્ત થાય છે. છે વિક્રમની પ્રથમ શતાબ્દિમાં એટલે પાદલિપ્તસૂરિના સમયમાં અને ત્યાર બાદ ક્રમશઃ ભવવિરહાંક શ્રી હરિભદ્રસૂરિ અને અચલગચ્છનાયક શ્રી આયરક્ષિતસૂરિના ૧૨ શતાબ્દિના સમયમાં ચૈત્યવાસના અસ્તિત્વના સબળ પ્રમાણ પ્રાપ્ત થાય છે. જિનાલયમાં નિવાસ કરે, તાંબુલ વિ.નું ભક્ષણ તેલ વિ. શૃંગારીક સાધનોને છૂટથી ઉપયોગ કરવો વિગેરે શિથિલતાવાળા શ્રમણો ચૈત્યવાસી કહેવાયા. ચૈત્યવાસીઓનાં પ્રભુત્વને કારણે શહેરમાં સુવિહિત ત્યાગીઓનું આવાગમન દુલભ રહેતું. જેથી માનવસમાજ પર શ્રમણ સંસ્કૃતિની અસર ભૂંસાતી જતી હતી. શ્રમણ સંસ્કૃતિના રખેપા આવા વિકટ સમયમાં વિધિપક્ષ (અચલ) ગચ્છ પ્રવર્તક શ્રી આરક્ષિતસૂરિ આદિ શમણે આથમતી એવી શ્રમણ સંસ્કૃતિના ૨પા બન્યા હતા. પ્રચંડ પુરૂષાર્થ દ્વારા અને તપ-ત્યાગ ભરપુર ઉત્કૃષ્ટ જીવનચર્યા દ્વારા સન્માગના રક્ષક બની રહ્યા હતા. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતેના જન્મ નિર્વાણાદિ કલ્યાણક તિથિઓના પાવન દિવસમાં વિશેષમાં વિશેષ ધર્મારાધના કરી આપણે જીવનને પાવન બનાવીએ છીએ. તેવી જ ૐ રીતે મહાન જૈનાચાર્યો અને આપણા ઉપકારી ગુરુ ભગવંતના જન્મ દીક્ષા અને સ્વર્ગારોહણની છે $ તિથિઓના દિવસમાં તેઓના જીવનચરિત્ર અને સાહિત્ય દ્વારા પોતાના જીવનને કર્તવ્યપથ પર ગતિશીલ બનાવવાની પ્રથા પણ આપણે ત્યાં પ્રચલિત થયેલી જોવા મળે છે. આ સ્મૃતિગ્રંથ હૈ પણ આ હકીક્તોને સાક્ષી બની રહ્યો છે. Cacauaaaaaaaaaaaaaaaauuuuuuuuuuuu Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy