________________
M
ost/wesous-les-sess.. Gosw..cdesses.....sof••dless s[...
sdsddess
c[
.
યાત્રા કરી હતી. આમ અઢારમી સદીના અંત સુધીના ઉલ્લેખ મળે છે. પરંતુ આજે તે ચાંપાનેર છેક જંગલની દશામાં છે. ચાંપાનેરમાં ખેદકામ કરતાં જૈન મૂર્તિઓ નીકળ્યાનું પણ કહેવાય છે. પરંતુ જે મંદિરના ઉલ્લેખો પ્રસિદ્ધ છે, તે તે પાવાગઢના મંદિરે હોય એમ લાગે છે. આજે ઉપર નવ દશ મંદિરે હોય એમ દેખાય છે. ડૉ. એઝના મત પ્રમાણે પાવાગઢના છેક ઉપરના મેદાનમાં (જેને “મૌલિયા” કહે છે ) જૈન મંદિરના ત્રણ સમૂહે નજરે પડે છે. એક નગરખાના દરવાજા બાવન દેરી અગર નવલખી મંદિરને સમૂહ, બીજો કાલિકા માતાજીની ટેકરી નીચે ચંદ્રપ્રભજી અને સુપાર્શ્વનાથજીનાં મંદિરે અને ત્રીજે દૂધિયા તળાવને કાંઠે પાર્શ્વનાથજી મંદિરની આસપાસનાં મંદિરે. આ બધાં મંદિરો આજે મરામત ન થવાથી એના મૂળ સ્વરૂપમાં રહેલાં નથી. મુસલમાન સમયના પાવા. ગઢના કિલ્લાની આ છેલ્લી રક્ષણ હરોળ હતી. એટલે ત્યાં હિંદુ કે જૈન મંદિરે સુરક્ષિત રહે એમ મનાય નહીં. આ બધાની પાસે ઘણા ભગ્ન અવશેષ પડ્યા હતા અને ઘણાને ઉપયોગ સિંધિયા સરકારે માતાજીનાં પગથિયાં બાંધ્યાં તેમાં થયો છે. ઉપર જે ઉલ્લેખ જોયા તેમાં શ્રી ચંદ્રપ્રભુજી અને સુપાર્શ્વનાથજીનાં નામ ડૉ. ગોઝા કહે છે, તેમ મળતાં નથી. એટલે ગોએટ્રઝાએ મૂર્તિનાં ચિહ્નો ઉપરથી જ લખ્યું હોય, તે ઉપર ઉલેખેલાં મંદિર ઉપરાંત આ મંદિર હશે એમ કહેવાય. નવલખી મંદિરના સમૂહમાં એક પણ મોટા મંદિરના પાયા ઉપરથી ડૉ. ગેઓઝા એને ચૌમુખજીનું મંદિર કલ્પ છે, એ કદાચ તેજપાલનું સર્વતોભદ્ર મંદિરનું સ્થળ હોય. એ મંદિર ચાંપાનેરની જુમ્મા મસ્જિદની જગાએ હતું એમ માનવું ભૂલભરેલું છે.
આ બધા ઉલેખ જોયા, તે વેતાંબર સંપ્રદાયના છે. પરંતુ દિગંબર સંપ્રદાયવાળાએ પાવાગઢ તીર્થને દિગંબર મહાતીર્થ માને છે અને પાવાગઢને ખૂબ પવિત્ર માને છે, એમાં કહેવાય કે, આ માટે કેટલાક વિવાદ પણ ચાલે છે, પરંતુ આપણે સાંપ્રદાયિક દૃષ્ટિએ જ જોવાનું જરૂર નથી. જૈન તીર્થ છે એટલી જ વાત મહત્ત્વની છે.
આમ ચાંપાનેર - પાવાગઢ ગુજરાતનું એક ખૂબ જ સુંદર સ્થળ છે. તે ઉપરાંત જૈન અને બ્રાહ્મણનું પણ તીર્થ છે. ઇતિહાસની દૃષ્ટિએ તે આ સ્થળનું મહત્વ ખૂબ જ છે. એને ઇતિહાસ એક ત્રણ અંકવાળા કરુણાંત રસમય નાટક જેવો છે. એક સંપૂર્ણ મહાકાવ્યમાં જેમ નવ ર ભરેલા છે. તેમ આ સ્થળ અને ઇતિહાસમાં બધા રસે
ભરેલા છે, આ બધું વર્ણન કરતાં બહુ લંબાણ થાય. આવું સુંદર અતિહાસિક - અને ધાર્મિક સ્થળ આજે છેક દરકાર વગરનું અને જંગલમાં પડ્યું છે. પ્રમાણમાં યાત્રિકે પણ ત્યાં ઓછા જાય છે. જેને તે બહુ ઓછા જ જાય છે.
અને શ્રી આર્ય કયાણ ગૌમસ્મૃતિગ્રંથ
DE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org