SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬]cleotides spoonlodedclosbelieve these seless slee-dess sole.bi... •••••••••••••••••••dda હિંદુ અને જૈન વેપારી કેમ ન રહી હોય તે સમૃદ્ધિ કંઈ એકલા મુસલમાન અમરે અને લશ્કરી અમલદારોથી વધે નહીં. મેગલાઈના ઉલ્લેખઃ મિરાતે સિકંદરી” ઈ. સ. ૧૯૧૧ માં જહાંગીરના સમયમાં લખાઈ, ત્યારે ચાંપાનેર જંગલ થઈ ગયું હતું, એમ લખે છે. એ કદાચ મુસ્લીમ ચાંપાનેરને માટે હશે, કારણ કે અકબરની ઉદાર રાજનીતિના સમયમાં ચાંપાનેરના જૈનોની ધાર્મિક પ્રવૃત્તિના ઉલ્લેખો મળવા માંડે છે. જગદ્ગુરુ કહેવાતા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને એમના શિષ્યના હાથે આખા દેશમાં જૈન ધાર્મિક કાર્યો થયાના ઉલ્લેખ મળે છે. હુમાયુએ બહાદુરશાહને હરાવી ચાંપાનેર જીતી લીધું. આ બહાદુરશાહના સમયમાં ચાંપાનેર જ ગુજરાતનું પાટનગર હતું. એ સુલતાનના સમયમાં મેવાડના કર્મા શાહને શત્રુંજય તીર્થના ઉદ્ધારનું ફરમાન મળ્યું હતું અને વિ. સં. ૧૫૮૭ (ઈ. સ. ૧૫૩૧ )માં એ તીર્થનો ઉદ્ધાર થયે હતું. એટલે બહાદુરશાહના સમયમાં જૈન સંઘની લાગવગ સારી હોય એમ માની શકાય, અને એ સમયમાં તીર્થોને નાશ તે નહીં થયો હોય એમ કહી શકાય. વિ. સં. ૧૯૩૨ (ઈ. સ. ૧૫૭૬ ) માં એટલે ગુજરાત જીત્યા પછી તરત જ શ્રી વિજયસેનસૂરીશ્વર ચાંપાનેર પધારેલા અને એમને હાથે શ્રી જશવંત શેઠે મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો. વિ. સં. ૧૬૪૪ (ઈ. સ. ૧૫૮૮)માં ચાંપાનેરથી પાલીતાણને સંઘ ઉપડ્યો હતા. તપાગચ્છના ૬૦ માં પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિ જ્યારે એમનું નામ “રામવિજય” હતું, ત્યારે વિ. સં. ૧૬૬૨ (ઈ. સ. ૧૬૦૬ ) માં પાવાગઢ આવીને વ્રત કરેલું એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. તપાગચ્છના ૬૨ મા પટ્ટધર શ્રી વિજયરાજસૂરિએ વિ. સં. ૧૭૦૧ માં “કુશલવિજય” નામ ધારણ કરીને ચાંપાનેરમાં પંડિત પદ લીધું. આમ સત્તરમી સદીમાં પણ આ તીર્થ હતું એમ સમજાય છે. જો કે, હવે ઘસારે લાગ્યો હોય એવું પણ સમજાય છે અને એનાં કારણે ઐતિહાસિક છે. તેમાં ઊતરવાની અહી જરૂર નથી. આમ છતાં પણ અઢારમી સદીમાં ચાંપાનેર છેક જંગલ નહી થયું હોય એમ લાગે છે. મોગલાઈને અંત અને મરાઠા સમયના ઉલ્લેખો : અઢારમી સદીમાં પાવાગઢમાં મોટા જિનપ્રાસાદ હતા, એમ જૈન કવિ લક્ષ્મીરત્નજી લખે છે. વિ. સં. ૧૭૪૬ માં શ્રી શીતવિજયગણિ ચાંપાનેરમાં હોવા જોઈએ. વિ. સં. ૧૭૯૭ માં અંચલગચ્છના નાયક આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિજીએ પાવાગઢની G) ઐ આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy