________________
છછછછા ૪૦ છોટ
સંસ્કૃતની સાહિત્યરત્ન, સાહિત્યશાસ્ત્રી (પ્રથમ વર્ષ) વિ. ની પણ ઉચ્ચ પરીક્ષાઓમાં તેઓશ્રી ઉત્તી થયેલા. બાદ સ` ૨૦૨૬ ના કા. વ. ૧૩ ના દિવસે કચ્છ-ભૂજપુર મુકામે આ સસ્થાના પ્રેરક પૂ. અચલગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન તરીકે તેઓશ્રીએ ભાગવતી દીક્ષા સ્વીકારેલ. દીક્ષા સ્વીકાર્યા બાદ પણ રત્નત્રયીની અનુમેદનીય આરાધના-સાધના, જ્ઞાનપ્રાપ્તિ, ગુરુભકિત, તપશ્ચર્યાં, પ્રવચન. સાહિત્યલેખન-રક્ષણ અને સંશાધન, શાસન પ્રભાવના, કાર્યદક્ષતા વિ. ક્ષેત્રે અનેક રીતે પ્રશ‘સનીય પ્રતિભા સંપાદિત કરેલ છે.
સાહિત્ય કલારત્ન પૂ. મુનિશ્રી માટે આ વિદ્યાપીડ એ પણ ગૌરવ લે છે કે કચ્છી જૈન સમાજના આધ્યાત્મિક અને નૈતિક ઉત્થાન માટે આશીર્વાદરૂપ પૂરવાર થયેલ દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્રના મગલ પ્રારંભની પ્રેરણા પણ તેઓશ્રીએ આપેલ. જ્ઞાનસત્રામાં સેંકડો યુવાના અને બાળકને તેએશ્રીએ પણ સુદર જૈન તત્ત્વજ્ઞાન, જૈન આચાર અને જૈન ઇતિહાસની સુંદર વાચનાએ આપેલ. તથા વિદ્યાપીઠ અને જ્ઞાનસત્રના ફંડ માટે તેઓશ્રીની પ્રેરણાથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રૂા. જેટલુ દાન પ્રાપ્ત થયેલ છે. આમ મુનિરાજશ્રી એ વિદ્યાપીઠના ઋણથી મૂક્ત બનવા યથા શકય પ્રયત્ન કરેલ છે. આ પ્રસંગે આ સ’સ્થાના વિદ્યાથી` રત્ન પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ને ભાવભરી વ’દના કરીએ છીએ. આ સ્મૃતિ ગ્રંથના પ્રકાશનમાં તથા ગ્રંથ પ્રકાશન કેન્દ્રમાં પૂ. અચલગચ્છાધિપતિશ્રી સહિત અનેક પૂ. સાધુ સાધ્વીજી ભગવતાએ પણ અનેક મહાનુભાવાને સહાયક થવા પ્રેરણા કરેલ છે. જેથી અમે તેઓશ્રીના વંદના કરવા પૂર્વક આભાર માનીએ છીએ.
પ્રથમ આ “સ્મૃતિ ગ્રંથ ” શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરવાની વિચારણા હતી પણ પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. ને સતત આગ્રહ રહ્યો કે અન્ય સસ્થાઓની જેમ આ વિદ્યાપીઠ પણ પ્રકાશન પ્રવૃત્તિ કરે તો ગૌરવમાં વૃદ્ધિ થાય જેથી પૂ. અચલગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી આ સ્મૃતિ ગ્રંથ આદિ પ્રકાશના માટે વિદ્યાપીઠ સંચાલિત દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. હાલ શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ પણ પ્રાચીન અર્વાચીન–સાહિત્ય પ્રકાશનમાં મેખરે છે.
ખૂબજ પરિશ્રમપૂર્વક તૈયાર થયેલ આ સ્મૃતિગ્રંથ એક સંગ્રહણીય અને માગ દશ ક ગ્રંથ બન્યા છે. વિવિધ વિભાગાના વાંચન-પરિશીલન દ્વારા જૈનધમ અને અચલગચ્છ અંગે ઘણું અવનવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂ. મુનિરાજશ્રી એ સતત પરિશ્રમ કરી આ ગ્રંથમાં પ્રકાશિત ચિત્રા અને ફાટાએ પ્રાપ્ત કર્યાં છે. અને યથાયેાગ્ય આ ચિત્રાની પરિચયસૂચિ પણ આપેલ છે, જે લક્ષપૂવ ક વાંચી જવા–જોઈ જવા, નમ્ર વિન ંતિ છે.
આ ગ્રંથના સંપાદન, સંકલનમાં પૂ. મુનિરાજશ્રીને અનેક વિદ્વાન્ મહાનુભાવાએ તથા ધર્માનુરાગી મહાનુભાવાએ લેખે આપવા કે ફાટા મોકલવા દ્વારા ચેાગ્ય સહકાર આપેલ છે. તે બદલ આ સંસ્થા તેએની ઋણી છે. આ ગ્રંથમાં ઘણી કાળજી છતાં અમુક સ્થળે મુદ્રણદોષના કારણે ભૂલા રહી જવા પામી છે, જે સુધારીને વાંચવા વિનંતિ છે.
આ ગ્રંથનું સ્વચ્છ અને સુદર્ મુદ્રણ કરી આપવા બદલ હર્યાં પ્રીન્ટરી’ ના માલિક શ્રેષ્ઠિ શ્રી કેશવજીભાઇ હીરજી ગાગરી પત્રીવાલાને તથા પ્રુ સ ંશાધનાદિ વ્યવસ્થા ચીવટપૂર્વક કરનાર ડો. શ્રી રામજીભાઇ એલ. શાહ રામાણીયાવાલાના આ સ્થળે હાર્દિક આભાર માનીએ છીએ. પ્રાંતે આ ગ્રંથના વાંચન અને રિશીલન દ્વારા સૌ કોઈ વિશેષમાં વિશેષ આદર્શો મેળવે અને પેાતાનુ જીવન ઉર્ધ્વગામી બનાવે એજ અંતરની અભિલાષા.
aaaaaaa Jain Education International
લિ. સ્વજી ખીમજી છેડા,
પ્રમુખ શ્રી આય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના અધિકારીઓ તથા ટ્રસ્ટી મંડળના જયજિનેન્દ્ર
6666gbago
For Private & Personal Use Only
થોળ www.jainelibrary.org