SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Edu say સંસ્થાકીય નિવેદન G સાત સાત વર્ષનાં દીઘ પરિશ્રમ પછી તૈયાર થયેલ આ ઐતિહાસિક મહાગ્રંથ શ્રી આય—કલ્યાણુ-ગૌતમ સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરતાં અતિ આનંદ અનુભવીએ છીએ. જૈન સધ અને અચલગચ્છના આધ્યાત્મિક વિકાસમાં શ્રી આરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જે લાભ પ્રાપ્ત થયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન અલગ લેખમાં આપવામાં આવેલ છે. વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિએમાં આ ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિને પણ સમાવેશ થાય છે. શ્રી વિદ્યાપીઠ સ'ચાલિત પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્રની સ્થાપના પણ આ સ્મૃતિગ્રંથના પ્રકાશન માટે જ કરાયેલ. પ્રથમ તે અચલગચ્છાધિરાજ પૂ. દાદ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ચતુથ જન્મ (સં. ૧૬૩૩) શતાબ્દિ (વિ. સ. ૨૦૩૩) વર્ષને અનુલક્ષીને સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરવાની વિચારણા થયેલ. પણ સમય જતાં અનેકવિધ કારણેાસર આ ગ્રંથપ્રકાશનમાં વિલ`બ થતાં વિશ્વની વિરલ વિભૂતી, અચલગચ્છ પ્રવર્તક મહાન ત્યાગી પૂ. દાદાશ્રી આય રક્ષિતસૂરિના નવમ જન્મ (સં. ૧૨૩૬) શતાબ્દિ વર્ષી અને અષ્ટમ સ્વર્ગવાસ (સ. ૧૨૩૬) શતાબ્દિ વર્ષ' (સં. ૨૦૩૫–૩૬)ની સ્મૃતિ તથા ક્રિયાદ્ધારક અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગેાતમસાગરસૂરિ જન્મશતાબ્દિની સ્મૃતિના નિમિત્તે થતાં ‘શ્રી અકલ્યાણગૌતમ સ્મૃતિ ગ્રંથ” એવું નામ રખાયું. દરમ્યાનમાં બીજા અનેક પુસ્તકા પ્રકાશિત થઈ ગયા. છેલ્લા દાયકામાં અનેકવિધ શાસન પ્રભાવક ધામિક કાર્યાં થયા છે અને થઈ રહ્યા છે. આ કાર્ડની ચિરસ્મૃતિ નિમિત્તે પણ આ સ્મૃતિગ્રંથ એક ઐતિહાસિક સંભારણું બની રહેશે. આ નોંધ લેતા પણ આનંદ થાય છે કે શ્રી આય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ અને શ્રી કલ્યાણ ગૌતમ નીતિ જૈન તત્ત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠ, આ ઉભય સંસ્થાઓના અનુક્રમે રજત વ અને દશાબ્દિવષ પ્રસંગો પણ નજીક આવી રહેલ છે. આટલા દીર્ઘ સમયથી આ સંસ્થાને જિનશાસનની સેવા કરવાની પાવનતક મળેલ છે જેથી આ સંસ્થા ખૂબજ ગૌરવ અનુભવે છે. વિશેષ આનંદની વાત તો એ પણ છે કે આ સંસ્થાના સ્થાપક, પ્રેરક અને મા દશક યુગપ્રભાવક, અધ્યાત્મયાગી શીઘ્રકવિ, વિદ્વદ્ભય, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાય ભગવંત શ્રીમદ્ ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. સિત્તેર વર્ષની જૈફ વયમાં પણ જૈનશાસનની અપૂ પ્રભાવના કરી રહ્યા છે. તેઓશ્રીનુ સવિસ્તર રોચક જીવનચરિત્ર આ ગ્રંથના પ્રથમ ભાગમાં પ્રકાશિત કરાયેલ છે. ત્યાંથી વાંચી લેવા નમ્ર વિનતિ છે. પૂ. પાદ અચલગચ્છાધિપતિશ્રીના સૂરિપદનેા (સ. ૨૦૧૨ થી ૨૦૩૭) રજતવષ એ વરસ પહેલાં ખૂબ જ ઉલ્લાસ સહુ ઉજવાયેલ. પૂજ્યશ્રીના અગણિત ઉપકારાની ચિરસ્મૃતિ નિમિ-તે આ પ્રસ`ગે પૂજ્યશ્રીને ભાવભરી અનંતશઃ વંદના કરીએ છીએ. આ સંસ્થાની પ્રગતિમાં માર્ગદર્શક તેઓશ્રીના પટ્ટધર તપસ્વીરત્ન શાસનપ્રભાવક સ્વાધ્યાયપ્રેમી પૂ. આ. દેવ શ્રી ગુણેાદયસાગરસૂરીશ્વરજી મ. સાહેબને પણુ ભાવભરી વ`દના કરીએ છીએ. આ મહાગ્રંથનુ' સ’પૂર્ણ સ`પાદક કાય પણ આજથી ૧૩ વર્ષ અગાઉ આ વિદ્યાપીઠમાં પાંચ વર્ષોં (વિ. સં ૨૦૨૧ થી ૨૦૨૫) દરમિયાન છાત્ર તરીકે જ્ઞાનાભ્યાસ પ્રાપ્ત કરનાર અને પછીથી (સ. ૨૦૨૬ માં) મુનિ જીવન સ્વીકારનાર અધ્યાત્મરસિક, વિદ્વાન પ. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સાહેબે કુશળતાપૂર્વક કરેલ છે. આ સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાથી આ મુનિરાજ શ્રી દ્વારા સપાદિત અને વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત આ એક ઐતિહાસિક ગ્રંથ રત્નનું પ્રકાશન કરતાં અમે ગૌરવતા ભર્યાં અને આહલાદ અનુભવીએ છીએ. પૂ. મુનિશ્રીએ પૂર્વાવસ્થામાં વિદ્યાપીઠમાં રહી ‘ આદશ વિદ્યાથી તરીકેની નામના મેળવેલ, અને ધામિક, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી વિ. નું સુંદર શિક્ષણ પ્રાપ્ત કરેલ. En Danato&Reaarostluse a jelenary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy