SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ te dodos edelsesstedodestodobosbesto de sectodes dedostestadoste sostese statestado de dadostosododech dododedochedosadestede dadosad આજે તે જાણવા મળે છે. આ ચૌહાણે એમના મૂળ પુરુષ ખીચીના નામ ઉપરથી “ખીચી કહેવાય છે. પાલણદેવથી શરૂ કરીને આ વંશમાં છેલ્લા રાજા જયસિંહ પાવાપતિની વંશાવળીને એક લેખ વિ. સં. ૧૫ર મળે છે. એમાં જયસિંહને શ્રી શક્તિભક્ત કહ્યો છે, અને પાવાગઢને પાવદુર્ગ કહ્યો છે. અમદાવાદના સુલતાન મહમૂદ બેગડાએ આ જયસિંહ પતાઈ રાવળને હરાવી આ સ્થળને અમદાવાદની સલ્તનતમાં મેળવી દીધું અને રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરમાં લઈ જઈ, એનું નામ મુહમ્મદાવાદ પાડ્યું. એ પછી એ શહેરની ખ્યાતિ ખૂબ જ વધી, પરંતુ એ થડા સમયને માટે હતી. આ ઇતિહાસમાં ઉતારવાનું અહીં સ્થાન નથી. મહમૂદ બેગડાના પુત્ર બહાદુરશાહને હુમાયું બાદશાહે હરાવ્યો ને ચાંપાનેર જીતી લીધું. બ્રિટીશ સમયમાં એ નગરને સમૃદ્ધ કરવાના પ્રયાસ નકામા ગયા. આ બધા ઈતિહાસને પણ અહીં સ્થાન નથી. જૈનોનાં તીર્થોઃ એટલે, હવે આ સ્થળ અને એની પ્રાચીનતાનો બીજી દષ્ટિએ જરા વિચાર કરીએ. ચાંપાનેર અને પાવાગઢ બે અડોઅડ આવી રહેલાં સ્થળ છે. એનાં નામ માટે થયેલાં અનુમાને જોઈ ગયા અને એમાં એક પણ સંતોષકારક ખુલાસે થાય એવું મળ્યું નથી, એ પણ જોયું. એટલે, એક બીજું અનુમાન કરીએ. તેને માટે મળતા આધારે હવે જોઈએ. ગૂજરાતમાં ચાલતા પ્રાચીન સંપ્રદાયને ઉલ્લેખ ઉપર કર્યો છે. બૌદ્ધ અને જૈન સંપ્રદાય પણ ગૂજરાતમાં પ્રાચીન સયયથી ચાલતા હતા. એમાં બૌદ્ધ સંપ્રદાય લગભગ આઠમી સદીથી દેખાતું બંધ થઈ ગયે અને શૈવ તથા જૈન સંપ્રદાયનું જોર વધતું ગયું. જૈન સંપ્રદાય ગૂજરાતમાં ઘણે જૂને હશે, એ તે જૈન માન્યતા પ્રમાણે શત્રુંજય તીર્થ અને ગિરનારના તીર્થ ઉપરથી કહી શકાય. અતિહાસિક દષ્ટિએ કેટલાક જૈન સંપ્રદાયનું ગૂજરાતમાં ઈ. સ. ની બીજી સદીમાં આગમન થયું એમ કહે છે, કેટલાક ચોથી સદી કહે છે. એ વિવાદમાં અહીં ઉતરવાની જરૂર નથી. જૈને એમનાં પ્રાચીન તીર્થોને ભરત ચક્રવર્તી અને સંપ્રતિ રાજાના સમયનાં કહે છે, એ ચર્ચાને પણ અહીં સ્થાન નથી. સંપ્રતિ રાજાના સમયનું તીર્થ કે મૂર્તિ એટલે ઘણું જ પ્રાચીન તીર્થ કે મૂર્તિ એટલું માનીને આગળ વિચાર કરીશું. બીજી એક વાત એ છે કે, ગૂજરાતના પર્વત ઉપરનાં સુંદર સ્થળમાં જેનેએ મોટા તીર્થો કર્યા છે. શિવ અને શક્તિની સાથે હોય એવાં સ્થળમાં જૈન તીર્થો પણ સમર્થ બન્યાં છે. એટલે પાવાગઢ જેવા રમણીય પર્વત ઉપર જૈન તીર્થ હોય અને સમૃદ્ધ હોય, એમાં કોઈ આશ્ચર્ય નથી. આ શ્રી આર્ય કરયાણગૌતમ ઋતિ ગ્રંથ BE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy