________________
ᏜᏱᏜᏐᏐᏗᏜ Ꮬsh
www.shikshhhhhhhs[૨૧૯]
ચાંપનાથ મહાદેવનું સ્થાન પણ બતાવવામાં આવે છે. ‘સ્કંદ પુરાણુ’માં ‘પાવકાચલ માહાત્મ્ય’માં આ સ્થળનુ શિવ અને શક્તિના સ્થળ તરીકે વણુંન છે. પરંતુ એ માહાત્મ્ય ♦ સ્કંદ પુરાણુ’માં બહુ પ્રાચીન હેાય એમ માની શકાય એવું નથી. પાછળથી ઉમેરાયેલું હાય એવુ લાગે છે. એની વિસ્તૃત ચર્ચાને અહી. સ્થાન નથી.
પર્વત ઉપર આવેલાં સુંદર સ્થળામાં તીસ્થાન સ્થાપવું એ દરેક સ`પ્રદાયના અનુયાયીઓને ગમે છે. એટલે પાવાગઢ ઉપર ઘણા પ્રાચીન સમયથી દરેક સ`પ્રદાયના તીર્થં હશે એમ માનવામાં વાંધો નથી. ચાંપાનેર-પાવાગઢના ઐતિહાસિક ઉલ્લેખેા સેાલ કી સમય પહેલાંના મળતા નથી, એ ઉપરથી જ એ સમય પહેલાં આવા મનહર સ્થળમાં કેવળ જગલ જ હશે એમ માની શકાય નહી. ઉલ્લેખાના અભાવથી વસ્તુના અભાવ સિદ્ધ થઈ શકતા નથી, એવા ઘણા દાખલા ઇતિહુાસમાં મળે છે. ચાંપાનેર, પાવાગઢ ગુજરાતની પૂર્વ સરહદ પર હાવાથી અને ગુજરાત – માળવાની હદ ઘણી વાર હેરફેર થયા કરી છે, તે કારણથી એના ઉલ્લેખા એછા હેાય એમ લાગે છે.
શક્તિપૂજાનું તીથ અને દંતકથા :
આજે તે પાવાગઢ મહાકાલીનુ પવિત્ર તીર્થં મનાય છે. પર્વત ઉપર જૈનેનાં શિ છે, એટલે જૈન તીર્થ તરીકે વિચાર કરવાના છે, તે આગળ કરીશું'. પર'તુ તે પહેલાં શક્તિના તીની પ્રાચીનતાના ટૂકમાં વિચાર કરીએ.
શાક્ત સપ્રદાય પ્રાચીન છે. એમાં દેવીઓના કુલમાં શ્રીકુલની દેવીમાં અ‘ખિકા ’ અને કાળીકુલની દેવીમાં ‘મહાકાલી’નાં સ્થાન આપણા ગુજરાનમાં પ્રાચીન સમયથી છે. ગુજરાતના રાજાએ શિવ અને શક્તિને માનતા આવ્યા છે અને ગુજરાતના વેપારી આમ વગ જૈન અને બ્રાહ્મણ ધર્માંમાં વહેંચાયેલા રહ્યો છે. શક્તિની પૂજા જૈનામાં છે, પરંતુ બ્રાહ્મણ અને જૈન સ'પ્રદાયેામાં એ પૂજા માટે ભેટ દેખાય છે. આજે પાવાગઢ બ્રાહ્મણ સ`પ્રદાયનાં મહાકાલી દેવીનું ધામ છે, અને ચાંપાનેરના રાજા-પાવાપતિએ એ શક્તિના પૂજક હતા એવા ઉલ્લેખ મળે છે. પરંતુ આ સ્થળમાં શક્તિપૂજા કેટલી પ્રાચીન છે, તેના ઐતિહાસિક પુરાવા હજી સુધી મળતા નથી. આપણામાં પાવાગઢનાં મહાકાલીને ગરબે ખૂબ જ લેાકપ્રિય અને પ્રસિદ્ધ છે, પરંતુ એ તે આધુનિક છે. બીજો એક ગર ‘મેના ગુર્જરી’ના ગરમાના નામે પ્રસિદ્ધ છે. એ આજે ઊંચા વામાં ગવાતા નથી. એમાં જે વન છે, તે મુસલમાન સમયનું જણાય છે, અને પાછળનુ હોય એવું લાગે છે. પરંતુ તેમાં મહાકાલીના ઉદ્ભવની એક દતકથા કહી છે. તે કથા વિચાર કરાવે તેવી છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org