________________
ઐતિહાસિક તીથ પાવાગઢ-ચાંપાનેર
શ્રી રત્નમિણરાવ ભીમરાવ
આ જમાનામાં નશીબની વાત કરીએ તે લોકો હસે. પરંતુ નશીખ જેવી વસ્તુ ભૂમિને – સ્થળેને – શહેરને પણ હેાય છે. એના પ્રત્યક્ષ પુરાવા કયાં નથી મળતા ? દક્ષિણના મેટા સામ્રાજ્યના પાટનગર વિજયનગરની આજે શી સ્થિતિ છે ? તેહપુર સીક્રીની શી સ્થિતિ છે? આપણા જ ચાંપાનેરની કેવી સ્થિતિ છે ? એથી વિરુદ્ધ મુખઈ અને મદ્રાસ માછીમારોનાં ગામડાં હતાં, ત્યાં આજે શુ છે? અને આપણું અમદાવાદ ? અમદાવાદના સ્થળે પ્રાચીન સમૃદ્ધ શહેર હતુ, એ ખરી વાત છે, પરંતુ એનુ સ્થળ કેવુ છે? આ લાખની વસ્તીવાળા શહેરને માટે આવી ધૂળિયા જગા, કાપડની મીલેાના ઉદ્યોગનાં કેન્દ્ર માટે આવી સૂકી જગા, છતાં શહેરની પ્રગતિ થયા જ કરી છે. અને ચાંપાનેર ! જા જઈને જુએ, કેટલી મનોહર જગા છે! કવિ અને ચિત્રકારને તે આજે એની નિર્જનતામાં પણ વસવું ગમે. વેપારીએ પણ એક સમયે વસતા હતા ! એ સ્થળે આજે જગલ અને ઘેાડાં ઝૂપડાં ? એ નગરને વસાવવાના અને સમૃદ્ધ કરવાના ઘણા પ્રયાસ નકામા ગયા. કેમ ? એવા સહજ પ્રશ્ન થાય, એને ન માનવા છતાં ‘નશીબ' એમ ખેલી જવાય.
-
પાવાગઢનુ` નામ અને વાતે ઃ
આવા આ સ્થળને માટે પહેલાં કેટલુક લખાઈ ગયુ છે. અહી એ સ્થળના ઇતિહાસ એક જુદી દૃષ્ટિથી જોઈ એ. ચાંપાનેર અને પાવાગઢનાં નામ શા કારણથી પડ્યાં, ચાંપાનેરને વસાવનાર કેણુ, એ માટે સ્પષ્ટ નિર્ણય થાય એવા આધાર મળી શકયા નથી. આપણી રીત પ્રમાણે પુરાણે એક કારણ આપ્યુ છે, તે ઇતિહાસે બીજુ કારણ આપ્યું છે અને લીકેક્તિએ ત્રીજું કારણ આપ્યુ છે. ઇતિહાસની દૃષ્ટિએ આ કારણે! રસમય છે તે જોઈ એ.
Jain Education International
પાવાગઢ અને ચાંપાનેર – આ બન્ને સ્થળેા એકબીજાને અડીને રહેલાં છે. એક પર્વતનું નામ અને ખીજું શહેરનું નામ છે. નામમાંથી અનેક અર્થ ઉપજાવવાની આપણી એક પુરાણી રીત છે. આપણા પુરાણાએ નિરુક્તિભેદને નામે એવા અથ ઉપજાવવાના પ્રયત્ન
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org