________________
કમલ શેખર કૃત ધર્મમૂર્તિસૂરિફાગ (વિકમના સત્તરમા શતકને પૂર્વાર્ધ) – ડે. ભોગીલાલ જ, સાંડેસરા
મૂળ કૃતિને પરિચય:
આ કાવ્યની એક પત્રની હસ્તલિખિત પ્રતિ વડોદરાના જૈન જ્ઞાનમંદિરમાંના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહના ગુજરાતી વિભાગમાંથી (નં. ૩૭૧૭) મળી છે. પ્રતિ શુદ્ધ ગણી શકાય એવી નથી અને લિપિ ઉપરથી વિક્રમના ૧૮માં સૈકામાં લખાયેલ જણાય છે.
આ કાવ્યના કર્તા કમલશેખર અંચલગચ્છના જૈન સાધુ હતા, એમ તેમની અન્ય કૃતિઓ ઉપરથી જણાય છે. તેમણે સં. ૧૬૦૯ માં ખંભાતમાં “નવતત્વ ચોપાઈ' અને સં. ૧૬૨૬ માં વીરમગામ પાસેના માંડલમાં ‘પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ' (જુઓ. “જૈન ગુર્જર કવિઓ” ભાગ ૩, પૃ. ૬૫-૬૫૯) રચેલી છે. પ્રસ્તુત ફાગ તેમણે અંચલગચ્છના આચાર્ય ધર્મમૂર્તિસૂરિની પ્રશસ્તિરૂપે રચ્યો છે. તેમાં રચના વર્ષ છે કે નથી, પણ ક્તની ઉપયુક્ત બે ગુજરાતી કૃતિઓના રચના વર્ષ જોતાં આ કાવ્ય પણ વિકમના ૧૭મા શતકના પૂર્વાર્ધમાં રચાયું હશે, એમાં શંકા નથી.
૨૩ કડીની આ કૃતિને દબંધ અઢેલ અને ફાગ (દુહા)માં બંધાયેલ છે. ત્રંબાવતી (ખંભાત)માં સૂરિનો જન્મ, એમનાં માત-પિતાને વૃતાંત, અમદાવાદમાં દીક્ષા મહેત્સવ, સૂરિપદ તથા ધર્મ પ્રવણતાનું કવિ વર્ણન કરે છે. જુદા જુદા આચાર્યો વિષેના કેટલાક પ્રાચીનતર ફાગુઓમાં આવે છે, એવું વસંતનું, કામવિજયનું કે શૃંગારના ઉદ્દીપન વિભાવને અવકાશ આપે, એવું વર્ણન આ કાવ્યમાં નથી. એને છંદબંધ ફગને છે અને પુપિકામાં પણ તેને “ફાગ” નામ આપેલું છે.
DE Ø આર્ય કાયાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org