________________
[૧૦] shah ashoda thi bhasasadasahe
Scaraca aa chh
સાથે નૂતન ગચ્છ સૃષ્ટિ રચાઈ. ખરતર, અચલ અને તપ ગચ્છ – એ ત્રણે મુખ્ય ગચ્છોની પ્રાથમિક તેમ જ મહાન સિદ્ધિ આ ધ્યેય સિદ્ધ કરવામાં હતી.
( ૧૩૪ ) સાધુના શુદ્ધ આચાર પાળવા આ રક્ષિતસૂરિ ‘વિજયચંદ્ર ઉપાધ્યાય' નામ ધારણુ કરીને પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં આવ્યા. તેઓ શુદ્ધ આહાર માટે કર્યાં, પરંતુ શુદ્ધ આહાર પામ્યા નહીં, એટલે પાછા વળ્યા અને પાવાગઢના શિખર ઉપર મહાવીર ભગવાનના જિન પ્રાસાદમાં દર્શનાર્થે પધાર્યાં. સ`લેખના ઇચ્છતા તેએ એક માસ સુધી તપ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તેમની કઠોર સાધનાની પ્રશંસા કરે છે, જે સાંભળીને ચક્રેશ્વરી દેવી હ પૂર્વક સુગુરુને વંદન કરવા આવે છે. દેવીએ કહ્યું : ‘ અનશન કરશે નહી. ભાલેજ નગરથી યશેાધન, સંઘ સહિત વીરપ્રભુની યાત્રા કરવા અહી' પધારશે. તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી તેઓ બેધ પામશે અને શુદ્ધ આહાર દ્વારા તમારું' પારણુ’ થશે. ’
( ૧૪૮-૪૯ ) આ રક્ષિતસૂરિએ વિધિપક્ષ ગચ્છની સ્થાપના કરી અને તેનું આગમ - પ્રણીત મતવ્ય લેાકેાને સમજાવ્યું.
તેના મુખ્ય સિદ્ધાંતા આ પ્રમાણે છે:
સાધુ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે, દીપપૂજા, ફળપૂજા, બીજપૂજા અને અલિપૂજા ન કરવી. તદ્દુલપૂજા કે પત્રપૂજા થઇ શકે. શ્રાવક વસ્રાંચલથી ક્રિયા કરે. પૌષધ પવ દિને કરે, સામાયિક સાંજે-સવારે એમ એ વખતે અને એ ઘડીનું કરે. ઉપધાન – માળારોપણ ન કરવાં. ત્રણ થાય કહેવી. મુનિને વંદન કરતાં એક ખમાસણ દઈ શકાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંઢવું. કલ્યાણક ન માનવાં. નવકાર મંત્રમાં હાઈ' મંગલ એલવુ. ચામાસી પાખી પૂનમે કરવી. સવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિને કરવી. અધિક માસ પોષ કે અષાઢમાં જ થાય ઇત્યાદિ.
(૧૫૦ ) શ’ખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ, નાડોલગચ્છ, ભિન્નમાલગચ્છ ઈત્યાદિ ગોએ પશુ ઉપયુ ક્ત સમાચારીને સ્વીકાર કર્યાં. પૂર્ણિમાગચ્છ, સા પૂર્ણિમાગચ્છ, આગમગચ્છ ઇત્યાદિ ગચ્છાએ પણ અ'ચલગચ્છની મુખ્ય સમાચારીથી અપ્રભાવિત રહી શકયા નહીં.
( ૧૫૧ ) અ‘ચલગચ્છની સમાચારીના વિદ્વાનોએ તાત્ત્વિક દૃષ્ટિથી અને નિઃસ્પૃહભાવે અભ્યાસ કરવા ઘટે છે. ગચ્છરાગથી નહી, કિંતુ આગમ સિદ્ધાંતાની એરણ ઉપર "તેનાં મંતવ્ય તપાસવાં જોઈએ, અને એ રીતે મૂલવવા જોઇએ.
શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org