SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાવ ભારમલજી–પ્રતિબોધક શ્રી કલ્યાણસાગરસૂરિ –શ્રી મોતીલાલજી ક્ષમાનંદજી ( ક્ષેમસાગર, શિવોદધિસૂરિ, શિવસિંધુરાજ, કલ્યાણબ્ધિ જેવાં વિવિધ નામથી વર્ણવાયેલા “જંગમતીર્થ, “યુગપ્રધાન, “જગદગુરુ આદિ ગૌરવપદેથી અન્વિત એવી ઉપમાઓથી બિરદાવાયેલા શ્રી કલ્યાણસાગર કચ્છના મહારાવ ભારમલજીના પ્રતિબોધક તરીકે ઉજજવળ કીતિ પામ્યા છે. એમના આ પ્રતિબોધથી કચ્છમાં અચલગચ્છને પાયો સુદઢ થયા. એટલું જ નહિ રાજ્યાશ્રય મળવાથી અંચલગચ્છ કચ્છમાં ફૂલતે ફાલતે રહ્યો. વઢિયાર પ્રદેશ અંતગત લેલડા ગામમાં શ્રીમાલવંશીય કે ઠારી ઉપનામ ધરાવતા કુળના શ્રેષ્ઠી નાનિંગની ભાર્યા નામિલદેવીની કૂખે વિ. સં. ૧૬૩૩ માં શૈશાખ સુદી ૬ ના દિને આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ કો તેમની માતાએ સ્વપ્નમાં ઉગતા સૂર્યને નીરખે, તેથી દેવીપુત્ર જન્મવાને છે એમ જાણીને એવું નામ રખાયું. તે વખતમાં વિચરતા અચલગચ્છાધિપતિ શ્રી ધર્મભૂતિ સૂરિએ તેજસ્વી રત્ન પારખી લઈને જૈન શાસનના મહિમાને ઉજવળ બનાવવા અનેક પ્રયત્ન બાદ, માતા પાસેથી આ પુત્ર લઈને ધૂળકામાં વિ. સં. ૧૬૪૨ માં ફાગણ સુદી ૪, શનિવારના દિવસે દીક્ષા આપી “કલ્યાણસાગર મુનિ' તરીકે તેમનું નામકરણ કર્યું. ૧૬૪૪ ના મહાસુદી ૫ ના દિને વડી દીક્ષા આપવામાં આવી. તે પછી વિ. સં. ૧૬૪૯ ના મહા સુદી ૬, રવિવારના દિને અમદાવાદ નગરમાં તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૭૧ માં ગુરુદેવ ધર્મમૂર્તિસૂરિ કાળધર્મ પામતાં, ૧૬૭૧ ના પિષ વદી ૧૧ ના શ્રી કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયક પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને તેઓ અંચલગચ્છનાયક પટ્ટધર બન્યા. તે વખતે મહામહોપાધ્યાય રત્નસાગરજી આદિ રત્નાધિક હોવા છતાં, ધમમૂતિ– સૂરિના અનુગામીની પસંદગી અનોખી હતી. ૧૯૭૨ ની સાલમાં ઉદયપુરના શ્રી સંઘે તેમની યુગપ્રધાનપદ વડે વિભૂષિત ર્યા. આવા સર્વોચ્ચ સન્માન મેળવનાર આ આચાય છેલ્લી કે વિભૂતિ જ હતા એમ ગણાય. એમ શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy