SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ daste testoste de todo destadaste stede detestaduado desseste stedefastocostose dosla de dades de d estesosesteste stoode de dosegados estado dodade ત્યારે ત્યાં આગળ વર્ધમાન શાહ, પાસિંહ શાહ તેમ જ રાજસિંહ શાહની વિનંતિને સંદેશે તેમને પહોંચાડવામાં આવ્યો અને સૂરિજીએ જામનગર આવવા વિહાર શરૂ કર્યો. સંવત ૧૬૭૫ માં પૂર્ણ થયેલાં જન દહેરાસરોમાં મંગલ જિનપ્રતિમાઓની અંજનશલાકા - સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા ઉત્સવ નિમિતે લા સેનામહોરો દાનમાં આપવામાં આવી તથા નગરના નાગરિકોની પસંદગીનાં મિષ્ઠાનો તેમને જમાડવામાં આવ્યાં. આ દહેરાસરાનાં નિત્યાદિ પૂજાપાઠ, જીર્ણોદ્ધાર વગેરે કરાવવા માટે તેઓએ નવ વાડીઓ, ચાર ક્ષેત્રે (ખેતર) અને સંખ્યાબંધ દુકાને સંધને સમર્પણ કર્યા હતાં. વર્ધમાન શાહે ૮૨ વર્ષની વયે આ નાશવંત દુનિયાને ત્યાગ કર્યો. તેમના મરણદિનની જાણ આ પૂર્વે પૂજ્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરિએ તેમના ભાઈ પદ્ધસિંહને કરેલી હતી. આથી તેમના મરણ પ્રસંગે સમરત કુટુંબ ઉપસ્થિત હતું, તેમ જ પૂજ્ય આચાર્ય ભગવંતે પણ હાજર રહી ચાર શરણાંઓ સંભળાવ્યાં હતાં. કચ્છના રાવ શ્રી ભારમલજી તથા નામદાર જામ શ્રી જશવંતસિંહજીએ બે દિવસ રાજ્યમાં શોક પાળ્યું હતું. સમસ્ત કચ્છ પ્રદેશ અને હાલાર આખાને તેમના કારજ નિમિતે મિષ્ટાન ભોજન કરાવવામાં આવેલું, તેમાં બાર લાખ મુદ્રિકાઓ ખર્ચાઈ હતી. વર્ધમાન શાહને જે જગાએ અગ્નિસંસ્કાર કરવામાં આવેલો, તે જગાએ વિશાળ વાવ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં પગલાંવાળી દેરી પદ્મસિંહ શાહે ત્રણ લાખ મુદ્રિકાઓ ખચી બંધાવી આપેલ હતી. તેજસિંહ શાહ, વર્ધમાન શાહ, પદ્મસિંહ શાહ, રાયસિંહ શાહ, ચાંપશી શાહ, નેણશી શાહ વગેરેએ તેમના જીવન દરમ્યાન અબજો સોનામહોરોનું દાન પુણ્ય કરેલું હતું. વર્ધમાન શાહના પુત્ર જે કુબેરપતિની ઉપમા પામેલા હતા, તે દાનેશ્વરી જગડુ શાહને આજ પણ કેણ નથી ઓળખતું ? બીન જીવોને દુ:ખ આપન રા અજ્ઞાની છે અંધારામાંથી અંધારાની તરફ જઈ રહ્યા છે. મેહને કારણે મૂઢ બની ગયેલે માનવી ખરી રીતે જયાં ભયની આશંકા રહેલી છે, ત્યાં તે ભયની આશંકા નથી કરતો અને જ્યાં ભય પામવા જેવું કશું નથી, ત્યાં ક્યની શંકા રાખે કરે છે. - શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર 2શ્રી આર્ય કcથાણા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy