________________
tess Mediffeffected to thodolfedeo a
ssholesale diseases.ssessessed food
.eedof.se
આચાર્યશ્રી ભવિષ્યજ્ઞાની હોવાથી તેમણે પાછળના મુનિરાજને ચેળપટ્ટો સાથે રાખ વાનું ફરમાન કરેલ હતું. એટલે તેમાં વધારાનું કપડું લઈને નીકળ્યા હતા.
આ બનાવ પાછળ પણ કઈ ઈશ્વરીય સંકેત હશે. તે સાથે એક સાધુને સત્યજ્ઞાન આપવાની આચાર્યશ્રીની યોજના હતી.
આચાર્યશ્રી જાતિના બ્રાહ્મણ હતા. બાળવયથી જ કાશીથી સંપૂર્ણ વિદ્યાપ્રાપ્તિ કરી આવતાં તેઓ રાજા-પ્રજાના માનનીય બન્યા હતા. પણ માતાને નાગમ દષ્ટિવાદના જ્ઞાન વિનાનું બધું જ્ઞાન અપૂણ જણાયું, એટલે માતૃભકત બાળક માતાની આજ્ઞા પ્રમાણે તે સમયના તસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જઈ જૈન સાધુ બની ગયા, અને નવ– પૂર્વ પયંત તેમણે અભ્યાસ કર્યો. ત્યાર બાદ ગુરુએ તેમને આચાય બનાવ્યા.
ઘણે સમય થયા છતાં ભાઈ પાછો ન આવવાથી તેમનો નાને ભાઈ તેમને બેલાવવા ગયે, અને તે ત્યાં જ દીક્ષા લઈ મુનિસમાજમાં ભળી ગયો. ત્યાર બાદ તેમના પિતા સેમચંદ પુત્રને બોલાવવા આવ્યા, પરંતુ તેમના જ્ઞાનવૈભવમાં અંજાઈને તે પણ સાધુ બનવા તૈયાર થયા. પણ તે પહેલાં તેમણે બે શરતે રજૂ કરી : (૧) હે ગામમાં ભિક્ષા માગવા માટે જઈશ નહિ. (૨) હું ચેળપટ્ટો નહીં પહેરું પણ ધોતી પહેરીશ. અને આચાર્યદેવશ્રીએ તેમાં પણ તેમનું કલ્યાણ જેઈ આ શરતો સાથે દીક્ષા આપી.
આચાર્યશ્રીના સાંસારિક પિતા એટલે આપણા પિતા ગણાય, એમ માનીને અન્ય સાધુઓ તેમને ભિક્ષા માટે ન મોકલતા, અને રેજ ભિક્ષા લઈ આવીને તેમની સેવા કરતા હતા. એક સમયે આચાર્યશ્રીને થોડાક સમય બહાર જવાનું થવાથી તેઓ પિતાના પિતાશ્રીને બીજા સાધુઓને ભરોસે મૂકીને ગયા. પણ પાછળથી તેમના રાકમાં તકલીફ પડવાતી તેમણે જાતે જ ભિક્ષા માટે નીકળવાની શરૂઆત કરી દીધી. આમ એક શરત તે સહેજે રદ થઈ.
બીજી શરત માટેનો સમય આવવાની રાહ જોવાતી હતી. ત્યાં સમુદાયમાં એક મહાતપસ્વી સાધુના કાળધમ થવાથી તેના મૃતદેહને અગ્નિદાહ દેવાની બાબતમાં આચાર્યશ્રીની અદૂભુત યુક્તિ કામયાબ નીવડી અને તે મુનિરાજના મૃતદેહને લઈ જતા હતા, ત્યાં બાળકના ટીખળથી દેતી તજાઈ ગઈ અને તેમણે ચેપિટ્ટો ધારણ કરી લીધો. આમ બીજી શરત પણ પ્રસંગવશાત્ રદ થઈ ગઈ. સોમચંદ મુનિ સાધુધમમાં સંપૂર્ણપણે સ્થિર થયા. ૧. કયાંક પાંચ શરતોની નોંધ મળે છે.
શ્રી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ,
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org