________________
(પૂર્વાચાર્યને એક પ્રસંગ)
બે શરતો
ચંદ નાગરદાસ દોશી
અલ્યા ? જોયા આ સાધુ? લાગે છે તો જન સાધુ. હાથમાં દાંડો અને એ પણ છે; પરંતુ કચ્છ ભીડીને ધોતી કેમ પહેરી છે ?”
હા, હા, પાસે જઈને ધોતી ખેંચી લઈ એ તે મજા પડે.” એક ટીખળી છોકરો બેલી ઊઠયો.
ના, ના, એમ તે ન થાય. કોઈ જોઈ જશે તે આપણને લડશે.” ત્રીજે છોકરો તેને સમજાવવા માંડ્યો.
લડ્યા હવે. તું તે બીકણું જ રહ્યો. જો હું ખેંચું છું હાં !” એમ કહી મુનિરાજની પાછળથી પાટલીને છેડે ખેંચી લીધે.
“હા-હા, હી–હી, હી–હી” બધા છોકરાઓ ખડખડાટ હસવા લાગ્યા. અવાજ સાંભળીને પાછળ આવતા બીજા મુનિરાજે દોડી આવ્યા અને સાથે લાવેલ વસ્ત્રને ટુકડે તરત જ તે મુનિની કમરે વીંટી દીધા. મુનિએ સમય વિચારી જરા ય આનાકાની ન કરી અને સર્વે આગળ ચાલ્યા.
મુનિરાજના હાથમાં હતે એક નિતિન દેહ; અને તેને અગ્નિદાહ આપવા સી જઈ રહ્યા હતા. પાછળ હતો શ્રાવક-શ્રાવિકગણુ.
આચાર્યશ્રીએ ઉપાશ્રયમાં કહેલું : “આ મુનિરાજ મહાન તપસ્વી હતા, તેથી તેમના મૃતદેહને જે જાતે ઉપાડે, તે પ્રભાવે મહાપુણ્યના અધિકારી બનશે. પણ આ મૃતદેહ ઉપાડ્યા પછી આપથી ક્યાંયે રસ્તામાં મૂકી શકાશે નહીં.”
બધા સાધુઓ ગુરુદેવની વાણું સત્ય માની તે કામ માટે પડાપડી કરવા લાગ્યા. ત્યારે આ મુનિરાજે તે બધાની વચ્ચે જઈને પોતે તે લાભ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને આચાર્યશ્રીએ તેમાં શુભ સંકેત નિહાળી તેમને આ મૃતદેહ લઈ જવાની આજ્ઞા આપી. તેથી તેઓ મૃતદેહ ખભે ઉપાડી સૌથી આગળ ચાલવા લાગ્યા. તેમની ઉતાવળી ચાલ હેવાથી તેઓ બધાથી આગળ નીકળી ગયા અને ઉપરને બનાવ બની ગયો.
શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org