________________
હ
ossessosdo Messages.casadgets sodesdesked
to a
cookboooooooooses sb
t
ap dedI૧૫૯]
નિયમ રૂપી બ્રેક-લગામ કે મર્યાદા હોય તે જ તે જીવન પિતાને એને બીજા પણ અનેકોને ઉપયોગી બની શકે છે. પરંતુ નિયમ વગરનું નિરંકુશ જીવન તે અનાદિકાળના વિષય-કષાયોના કુસંસ્કારને કારણે સ્વ–પરને અનેક રીતે અભિશાપ રૂપ ( નુકસાનકારક) બની રહે તો પણ નવાઈ નહિ. માટે ટૂંકમાં પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ ઊલટુ રાગ
ષની વાસનાઓના અને વિષય-કષાયને કુસંસ્કારોનાં બંધનેથી આત્માને છોડાવવા માટે તીક્ષણ અસિધારા (તલવારની ધાર)નું કામ કરે છે. પ્રતિજ્ઞા એ તે પ્રમાદરૂપી શત્રુનો બાણવૃષ્ટિથી આત્માનું રક્ષણ કરવા માટેનું મજબૂત કવચ છે, બખ્તર છે. આવી પ્રતિજ્ઞાને બંધન માનવું એ તો ખરેખર નરી આત્મવંચના જ છે.
વ્યવહારમાં પણ વેપારના અને સ્કૂલ-કોલેજના, હોટલ અને સિનેમા-ટોકિઝોના, કલબો અને જીમખાનાંઓના, રેલવે અને બસના, ટપાલખાતા અને બેન્કોના, કેટકચેરીઓ અને મ્યુનિસિપાલિટીના, રેશનિંગ અને દૂધ કેન્દ્રોના, મંડળ અને સોસાયટીઓના અનેક નિયમોને ડગલે પગલે આધીન રહી જીવન જીવનાર માનવી માત્ર ધાર્મિક નિયમોને જ બંધન રૂપ કહી તેની ઉપેક્ષા કરે તો એવા એ ભારેકમી માનવીની માત્ર ભાવ–દયા ચિંતવવા સિવાય બીજો ઉપાય પણ શું હોઈ શકે?
વળી “પ્રતિજ્ઞા લઈએ અને ભાંગી જાય તે ?એમ કહેનારા “મૂઆ પહેલાં જ મોકાણ” માંડે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં જ ભાંગી જવાની વાત કરનારાઓ “રોતે જાય એ મૂઆની જ ખબર લાવે.” એ લેક્તિને ચરિતાર્થ કરનારા છે, પરંતુ તેઓ સાંસારિક કાર્યોમાં આવું કશું જ વિચારતા નથી કે “ પ્લેનમાં બેસી ફેરેન (પરદેશ) જાઉં તે છું પણ અધવચ્ચે જ વિમાન સળગી જશે તે..?” “હજાર રૂપિયા ખર્ચીને ડોકટર, વકીલ કે એન્જિનિયર આદિની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ભણું છું તે ખરો પણ તે ડીગ્રીઓ મળ્યા પછી હું તરત જ મરી જાઉં તો મારા બધા જ પૈસા અને સઘળી યે મહેનત નકામી તે નહિ જાય ને..?” “મકાન તે બંધાવું છું પણ ધરતીકંપના આંચકાથી પડી જશે તે?” “દુકાન તે ખેલું છું પણ દેવાળું નીકળશે તે...?” “દીકરી પરણવું તે છું પણ ઘેડા જ વખતમાં રંડાપ આવશે તે...?” “સ્ત્રીને પરાણું તે શું પણ છેડા જ વખતમાં મરી જાય અને બધે ખર્ચ નકામે જાય તે..?”
ઉપરોક્ત બધા જ પ્રસંગમાં જે આવી રીતે ભવિષ્યના નુકસાનના વિકલ્પ કરવામાં આવે તે સંસારનું એક પણ કાર્ય બની શકે નહિ.
વેપારમાં નુકસાની આવશે તે ?” એવી શંકાથી વેપારને જ નહિ કરનારે ધન પ્રાપ્તિના લાભ મેળવી શકતા નથી. મરી જવાના ભયથી જે ભણતો જ નથી તે
મારી શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિ ગ્રંથ
છે
'
, * *
*
* *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org